રોંગ સાઇડ વાહન હંકારનારાઓ સામે ગૃહ પ્રધાનનું કડક વલણ, પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં : હર્ષ સંઘવી

રોંગ સાઇડ વાહન હંકારનારાઓ સામે ગૃહ પ્રધાનનું કડક વલણ, પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં : હર્ષ સંઘવી

સુરત : કાયદાની ઐસી તૈસી કરી રોંગ સાઇડ વાહન હંકારનારાઓ રાઇટ સાઇડ જવાની આદત પડે તે માટે તંત્ર કડક પગલા લઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રોંગ સાઇડમાં આવતા વાહન ચાલકો પોતાની સાથે સાથે અન્ય લોકોનાં જીવને પણ જોખમ રૂપ બને છે.

પોલીસ હવે રોંગસાઇડ વાહન ચલાવતા લોકોને ભાઇ બાપા કરીને સમજાવશે નહીં. રોંગ સાઇડમાં વાહન ચલાવનારા એમ વિચારતા હોય કે જો પોલીસ પકડશે, મેમો ફાડશે અને આપણે દંડ ભરીને છુટી જઇશું તો હવે તેવું નહીં થાય!

હવે તમે રોંગ સાઇડમાં વાહન ચલાવતા ઝડપાયા તો તમારૂ નામ પોલીસ ચોપડે ચઢી જશે. આ માટે રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ જ પોલીસને કડક હાથે કામ લેવા આદેશ આપ્યો છે. સંધવીએ પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી કોઈનો પણ ફોન આવે તો કોઈને પણ છોડશો નહીં.

હર્ષ સંઘવીએ કહ્યું કે, રોંગ સાઇડનો મેમો ફડાવતા નહીં, પોલીસે કેસ કરવાનું ચાલુ કરી નાખ્યું છે…પોલીસ પકડે તો મને ફોન કરશો નહીં , મારી ઓફિસથી ફોન આવશે તો પણ પોલીસ છોડશે નહીં…

Related post

હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર, પહેલા ઉઠાવ્યા સવાલ, હવે પોતાની ભૂલ સ્વીકારી

હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર,…

કોઈને ખોટું સાબિત કરવું બહુ મુશ્કેલ નથી. તમારી ભૂલ સ્વીકારવી વધુ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આવા…
Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ, વીજળી બિલ ભરવા પર પણ મળશે કેશબેક

Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ,…

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ થોડા વર્ષો પહેલા એપની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ખરેખર, અત્યારે તમામ કંપનીઓ સુપર એપ્સ સિવાય મલ્ટી-સર્વિસ…
વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન રાખી શક્યા, જુઓ વીડિયો

વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન…

T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાનું ભારતની ધરતી પર શાનદાર સ્વાગત થયું. પહેલા દિલ્હીમાં પીએમ મોદી ખેલાડીઓને મળ્યા અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *