રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, પહેલીવાર એકસાથે 7500 શિક્ષકોની થશે ભરતી

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર, પહેલીવાર એકસાથે 7500 શિક્ષકોની થશે ભરતી

રાજ્યમાં શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર એકસાથે 7500 શિક્ષકોની ભરતી કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ ભરતી આગામી ત્રણ માસની અંદર કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ટાટ પાસ ઉમેદવારોના આંદોલન બાદ સરકાર સફાળી જાગી છે અને શિક્ષકોની મોટાપાયે ભરતી કરવાનો નિર્ણય કર્યો છે.

ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટની બેઠકમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટાટ-1 અને ટાટ-2 પાસ ઉમેદવારોની ભરતી કરાશે એટલે કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 7500 નવા શિક્ષકોની ભરતી કરવાનો સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મળેલી કેબિનેટ બેઠકમાં થયેલ ચર્ચા સંદર્ભે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં આગામી ત્રણ મહિનામાં 7,500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે.

રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં TAT-Secondary અને TAT- Higher Secondary પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે. તેમણે વધુમાં કહ્યું કે, TET-1 અને TET-2 ઉમેદવારોની પણ ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે.

વધુ વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલ એ જણાવ્યું હતું કે, માધ્યમિક એટલે કે ઘોરણ 9 અને ઘોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટેડ શાળામાં 3,000 એમ કુલ 3500 TAT-1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે. જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ઘોરણ 11 અને ઘોરણ 12 માં સરકારી શાળામાં 750 અને ગ્રાન્ટેડ શાળામાં 3250 એમ મળીને TAT-2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે.

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *