રાજકોટના નવનિર્મીત ઈન્ટરનેશનલ હીરાસર ઍરપોર્ટની પહેલા જ ચોમાસે તૂટી કેનોપી- જુઓ Video

રાજકોટના નવનિર્મીત ઈન્ટરનેશનલ હીરાસર ઍરપોર્ટની પહેલા જ ચોમાસે તૂટી કેનોપી- જુઓ Video

રાજકોટમાં ચોમાસાની શરુઆતમાં હીરાસર એરપોર્ટ પરની નબળા બાંધકામની પોલ ખુલી છે. રાજકોટના હીરાસર એરપોર્ટ પર મોટી દુર્ધટના ટળી છે. એરપોર્ટ પર આવેલી કેનોપી અચાનક તૂટી પડી હતી. જો કે સદનસીબે પેસેન્જર પેસેજમાં કોઈ પેસેન્જર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી પ્રમાણે આ કેનોપી પ્લાસ્ટિકની બની હતી. ઘટના બનતાની સાથે જ એરપોર્ટ ઓથોરિટીએ કાટમાળ દૂર કરવાની કામગીરી કરી રહ્યી છે.

પ્રાથમિક સુવિધાનો અભાવ !

હીરાસર એરપોર્ટ શરુઆતથી જ સતત વિવાદોમાં રહ્યુ છે. આ અગાઉ પણ એરપોર્ટમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાનું સામે આવ્યુ હતુ. જેમાં મુસાફરોને બેસવા માટે યોગ્ય સુવિધા ન હોવી. તેમજ ટોયલેટ બ્લોકમાં પાણી ન હોવુ સહિતના વિવાદ સામે આવ્યા છે. ચોમાસાની શરુઆતમાં જ પ્રકારની દિલ્લી જેવા દ્રશ્યો સર્જાતા તંત્ર પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.

હંગામી શેડ ધરાશય થયો છે – કલેકટર

હીરાસર એરપોર્ટ પર દિલ્લી જેવી મોટી દુર્ઘટના ટળી છે. ત્યારે આ ઘટના અંગે રાજકોટના કલેકટરે પણ નિવેદન આપ્યુ છે. રાજકોટ જિલ્લાના કલેકટરે નિવેદન આપતા જણાવ્યુ કે આ પેસેન્જર પેસેજમાં હંગામી શેડ લગાવવામાં આવ્યો છે. તેમજ આ અંગે વધારે માહિતી તમને એરપોર્ટ ઓથોરિટીને પુછો. પરંતુ આ દુર્ઘટનામાં કોઈ પણ વ્યક્તિને કંઈ થયુ હોત કોણી જવાબદારી સહિતના સવાલો ઉભા થયા છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *