![મોડાસામાં બાઈક પર જતા દંપતીને ગાયે અડફેટે લીધી, મહિલાને ગંભીર ઈજા, જુઓ](https://topsecretnewspaper.com/wp-content/uploads/2024/06/198173-890095983797394932469698033-241989004073-577787-689130003-652528154.jpg)
મોડાસામાં બાઈક પર જતા દંપતીને ગાયે અડફેટે લીધી, મહિલાને ગંભીર ઈજા, જુઓ
- GujaratOthers
- June 18, 2024
- No Comment
- 14
મોડાસા શહેર માં આવેલ બાયપાસ રોડ પર આજે સવારે એક દંપતી બુલેટ પર જઈ રહ્યું હતું તેની પાછળ એક ગાય દોડી હતી. ગાયથી બચવા બુલેટ ચાલકે બ્રેક કરી છતાં ગાયે બુલેટ પાછળ બેસેલી મહિલાને બુલેટ પરથી પાડી દઈ ઈજા પહોંચાડી હતી. પત્નીને બચાવવા તેના પતિ સહિત આસપાસના અનેક લોકો દોડી આવ્યા હતા. પરંતુ આક્રમક બનેલી ગાયે મહિલાને વારંવાર માથા મારીને ઈજા પહોંચાડી હતી. નજીકમાં પેટ્રોલપંપના કર્મચારીએ લાકડીથી મહિલાને પશુની ચૂંગાલ માંથી છોડાવી હતી. મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાઈ હતી.
મોડાસા શહેરમાં પશુ હુમલાની આ પહેલી ઘટના નથી. શહેર માં ઠેર ઠેર પશુઓ ના ટોળે ટોળા જોવા મળે છે. અનેક નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો એના ભોગ બને છે. પશુ માલિક પણ આ રીતે પશુઓ ને રખડતા મૂકી દે છે. પરંતુ તંત્ર આ બાબતે કોઈ નક્કર કામગીરી કરતું નથી.
આ પણ વાંચો: પાકિસ્તાનનો ક્રિકેટર ચાહક સાથે ઝઘડી પડ્યો, Video થયો વાયરલ, જુઓ