માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે BMWનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર, લોન્ચિંગની ડેટ થઈ જાહેર

માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે BMWનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર, લોન્ચિંગની ડેટ થઈ જાહેર

માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યું છે BMWનું નવું ઈલેક્ટ્રિક સ્કૂટર, લોન્ચિંગની ડેટ થઈ જાહેર

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય ગ્રાહકોમાં ઇલેક્ટ્રિક સ્કૂટરની માંગમાં જબરદસ્ત વધારો થયો છે. તમને જણાવી દઈએ કે ઓલા ઈલેક્ટ્રીક હાલમાં આ સેગમેન્ટમાં એકતરફી વર્ચસ્વ ધરાવે છે. હવે BMW પણ તેના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે ભારતીય બજારમાં એન્ટ્રી કરવા જઈ રહી છે. કંપનીના આ ઇલેક્ટ્રિક સ્કૂટરનું નામ BMW CE 04 હશે.

તમને જણાવી દઈએ કે BMW CE 04 ઈલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં 24 જુલાઈએ લોન્ચ થશે. જો કે, કંપનીએ હજુ સુધી તેના આગામી ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમતનો ખુલાસો કર્યો નથી. આ લેખમાં BMW CE 04 ના ફીચર્સ, ડ્રાઇવિંગ રેન્જ વિશે વિગતવાર જાણીએ.

સિંગલ ચાર્જ પર આપશે 130 કિમીની રેન્જ

જો આપણે પાવરટ્રેન વિશે વાત કરીએ, તો BMW CE 04માં 8.9 kWh નો બેટરી પેક છે, જે 42 bhp નો મહત્તમ પાવર અને 62 Nmનો પીક ટાર્ક જનરેટ કરી શકે છે. તો ક્વિક ચાર્જર સાથે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને માત્ર 65 મિનિટમાં 0-80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. તમને જણાવી દઈએ કે 231 કિગ્રાના ભારે વજનને કારણે આ ઇલેક્ટ્રિક મેક્સી સ્કૂટર 130 કિમીની રેન્જ અને 120 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડનો દાવો કરે છે. આ ઉપરાંત આ ઇલેક્ટ્રિક મેક્સી સ્કૂટરમાં ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તરીકે 10.25 ઇંચની હોરીઝોન્ટલ સ્ક્રીન પણ છે.

આ સ્કૂટરના ફીચર્સ

તમને જણાવી દઈએ કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરમાં LED હેડલાઇટ, કીલેસ એક્સેસ, BMW Motorrad Connected Tech, થ્રી-રાઇડ મોડ્સ, ASC અને ડ્યુઅલ ચેનલ ABS પણ છે. વધુમાં સ્કૂટરની હાર્ડવેર ઘટકોમાં 35mm ફ્રન્ટ ટેલિસ્કોપિક ફોર્ક્સ, રીઅર મોનો-શૉક, બેલ્ટ-ડ્રાઇવ, આગળના ભાગમાં ડ્યુઅલ ડિસ્ક સેટઅપ અને પાછળના ભાગમાં સિંગલ ડિસ્ક, સિંગલ-સાઇડ સ્વિંગઆર્મનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો આવો મોકો ફરી નહીં મળે…આ 7 સીટર કાર મળી રહી છે રૂ.12 લાખ સસ્તી

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *