મતગણતરી પૂરી.. હવે કોંગ્રેસ સરકાર બનાવશે કે વિપક્ષમાં રહેશે? સવાલ પર રાહુલ ગાંધીએ આપ્યો આવો જવાબ
- GujaratOthers
- June 4, 2024
- No Comment
- 17
તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર કરવામાં આવશે. 542 મતવિસ્તારો માટે સવારે 8 વાગ્યે કડક સુરક્ષા વચ્ચે મતગણતરી શરૂ થઈ. લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં યોજાઈ હતી. ભારતીય ચૂંટણી પંચ તેની સત્તાવાર વેબસાઈટ results.eci.gov.in પર લાઈવ અપડેટ્સ અને પરિણામો મળશે.
આજે આ પરિણામ બાદ કોંગ્રેસની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં રાહુલ ગાંધીએ સરકાર બનાવવા અંગે મોટી વાત કરી હતી.
સરકાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે આવતીકાલે INDIA ગઠબંધનની બેઠક બાદ તેઓ નક્કી કરશે કે આગળ શું કરવું. આજે આપણી પાસે આ પ્રશ્નનો જવાબ નથી, કાલે મળીશું. બેમાંથી કઈ બેઠક તેઓ રાખશે તેવા પ્રશ્ન પર તેમણે બંને બેઠકના મતદારોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હું થોડું વિચારીને પૂછીશ અને પછી નિર્ણય લઈશ.