ભિખારી પાકિસ્તાનનું ખુલ્યું નસીબ ! પાણીની નીચે મળ્યો ખજાનો, હવે આ ખજાનાથી થશે અમીર કે પછી એ પણ લૂંટાઈ જશે ?

ભિખારી પાકિસ્તાનનું ખુલ્યું નસીબ ! પાણીની નીચે મળ્યો ખજાનો, હવે આ ખજાનાથી થશે અમીર કે પછી એ પણ લૂંટાઈ જશે ?

ભિખારી પાકિસ્તાનનું ખુલ્યું નસીબ ! પાણીની નીચે મળ્યો ખજાનો, હવે આ ખજાનાથી થશે અમીર કે પછી એ પણ લૂંટાઈ જશે ?

પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસનો મોટો ભંડાર મળી આવ્યો છે. પેટ્રોલ અને ગેસનો આ ભંડાર એટલો મોટો છે કે તેનો ઉપયોગ દેશની કિસ્મત બદલી શકે છે અને ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. પરંતુ તાજેતરમાં કરાચીમાં એક મોલને જે રીતે લૂંટવામાં આવ્યો હતો, એ જોતાં સવાલ એ થાય કે, શું આ ખજાનો પણ લૂંટાઈ જશે ?

પાકિસ્તાની મીડિયાના અહેવાલ મુજબ, દેશના એક વરિષ્ઠ સુરક્ષા અધિકારીએ શુક્રવારે દરિયાઈ સરહદ પર ભાગ્ય બદલતા આ ભંડાર વિશે માહિતી આપતા કહ્યું કે દેશ છેલ્લા ત્રણ વર્ષથી દરિયાઈ સરહદના આ સ્થાન પર તેઓ એક મિત્ર દેશની મદદથી એક સર્વે કરી રહ્યા હતા કે ત્યાં તેલ અને ગેસ છે કે નહીં, જેમાં તેમને હવે સફળતા મળી છે.

કેવી રીતે મળ્યો ભંડાર ?

પાકિસ્તાન છેલ્લા ત્રણ વર્ષથી દરિયાઈ સરહદ પર સતત ભૌગોલિક સર્વેક્ષણ કરી રહ્યું હતું, જેની મદદથી દેશ હવે તેલ અને ગેસના ભંડાર સુધી પહોંચવામાં સફળ રહ્યો છે. પાકિસ્તાને તેને બ્લુ વોટર ઈકોનોમી નામ આપ્યું છે. અધિકારીએ કહ્યું કે દેશે વિચારણા શરૂ કરી દીધી છે કે તેમને આનાથી કેવી રીતે ફાયદો થશે. જો કે, કૂવા ખોદવાનું અને તેલ કાઢવાના કામમાં ઘણા વર્ષો લાગી શકે છે.

તેલનો ચોથો સૌથી મોટો ભંડાર હોવાનો દાવો

કેટલાક અંદાજો અનુસાર, પાકિસ્તાનમાં શોધાયેલ તેલ અને ગેસ ભંડાર વિશ્વના ચોથા નંબરનો સૌથી મોટો તેલ અને ગેસ ભંડાર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. હાલમાં, દક્ષિણ અમેરિકન દેશ વેનેઝુએલામાં વિશ્વમાં સૌથી વધુ તેલનો ભંડાર છે. વેનેઝુએલા ઉપરાંત મધ્ય પૂર્વના દેશો સાઉદી અરેબિયા, ઈરાન, કેનેડા અને ઈરાક તેલના ભંડારમાં સૌથી આગળ છે.

તેલ કાઢવા માટે કેટલો ખર્ચ થશે

જ્યાં એક તરફ તેલના ભંડારની આ શોધ પાકિસ્તાન માટે વરદાન બનીને આવી છે, તો બીજી તરફ એ જાણવું પણ જરૂરી છે કે આ તેલ અને ગેસ કાઢવાનું એટલું સરળ નહીં હોય. પાકિસ્તાનના OGRA (ઓઇલ એન્ડ ગેસ રેગ્યુલેટરી ઓથોરિટી) ના ભૂતપૂર્વ સભ્ય, મુહમ્મદ આરિફે કહ્યું કે દેશને આ વિશે ખુશ થવું જોઈએ અને તેનાથી લાભ મેળવવાની આશા રાખવી જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ ક્યારેય 100 ટકા અપેક્ષા નથી કે તમામ તેલ કાઢવામાં આવશે. તેલ કાઢવા માટે લગભગ 5 બિલિયન ડોલરના જંગી રોકાણની જરૂર છે, અને ભંડારમાંથી તેલ કાઢવામાં ચારથી પાંચ વર્ષ લાગી શકે છે.

Related post

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ નેતા ક્યાંના રાજકોટના કે પોરબંદરના ? જુઓ Video

પોરબંદરમાં પાટીલે એવું કેમ કહ્યું કે રાજ્યસભાના સાંસદ રામભાઇ…

આ મુદ્દો એટલા માટે ઉઠ્યો જ્યારે પોરબંદરમાં શહેર ભાજપ કાર્યાલયના ઉદ્દધાટન કાર્યક્રમમાં જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર…
TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે કલાકારોની એન્ટ્રી, નામ સાંભળીને લોકો થઈ જશે ખુશ!

TMKOC: વિવાદો વચ્ચે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બે…

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 16 વર્ષથી લોકોને હસાવી રહી છે. બાળકોથી લઈને પુખ્ત વયના લોકો આ શોને ખૂબ જ…
બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં 20%ની અપર સર્કિટ, કિંમત આવી 34 રૂપિયા પર

બિઝનેસ અલગ કરશે આ કંપની, IPO લાવવાની જાહેરાત, શેરમાં…

માઇક્રોકેપ કંપનીના શેર આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. આજે સોમવારે અને 16 સપ્ટેમ્બરના રોજ કંપનીના શેરમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *