ભારત લાવવામાં આવી રહ્યા છે કુવૈત અગ્નિકાંડના મૃતકોના પાર્થિવ દેહ, જાણો કયા રાજ્યના કેટલા મૃતક

ભારત લાવવામાં આવી રહ્યા છે કુવૈત અગ્નિકાંડના મૃતકોના પાર્થિવ દેહ, જાણો કયા રાજ્યના કેટલા મૃતક

ભારત લાવવામાં આવી રહ્યા છે કુવૈત અગ્નિકાંડના મૃતકોના પાર્થિવ દેહ, જાણો કયા રાજ્યના કેટલા મૃતક

કુવૈતના મંગાફ શહેરમાં ભીષણ આગની ઘટનામાં 50 જિંદગીઓ હોમાઈ ગઈ. મંગાફ શહેરની બિલ્ડીંગમાં લાગેલી આગમાં 40 જેટલા ભારતીયોના મોત થયા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારામાં સૌથી વધુ ભારતીયો છે. કુવૈત આગમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો કેરળના હતા. આ અકસ્માતમાં 45 લોકોના મોત, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે.

તમામ મૃતદેહોને વિશેષ વિમાન દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે. આ વિમાન સૌથી પહેલા 45 મૃતદેહો સાથે કોચી પહોંચશે. પીએમ મોદીએ આ ભયાનક દુર્ઘટના પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ કહ્યું કે સરકાર દરેક સંભવ મદદ કરવા તૈયાર છે.

મરનારાઓની સંખ્યા કયા રાજ્યમાં કેટલી ?

કેરળ 23
 તમિલનાડુ 7
આંધ્ર પ્રદેશ 3
ઉત્તર પ્રદેશ 3
ઓડિશા 2
બાકી સાત અલગ અલગ રાજ્યોથી એક એક 7

બુધવારે કુવૈતના દક્ષિણ મંગાફમાં એક ભયાનક અકસ્માત થયો હતો. એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 45 ભારતીયોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો કેરળના હતા. આ અકસ્માતમાં કેરળના 23 લોકોના મોત થયા છે. આ સિવાય જીવ ગુમાવનારાઓમાં તામિલનાડુના સાત, આંધ્રપ્રદેશના ત્રણ, ઉત્તર પ્રદેશના ત્રણ અને ઓડિશાના બે લોકોનો સમાવેશ થાય છે.

મૃતદેહોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાનથી ભારત લાવશે

બાકીના સાત લોકો અલગ-અલગ રાજ્યોના હતા. તમામ 45 મૃતદેહોને ભારતીય વાયુસેનાના વિશેષ વિમાન (C-130J) દ્વારા ભારત લાવવામાં આવી રહ્યા છે. વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહ પોતે આ વિમાનમાં સવાર છે અને કુવૈતી અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે. આ પ્લેન પહેલા કોચીમાં ઉતરશે. આ પછી તે ફરીથી દિલ્હી આવશે કારણ કે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓમાં ઉત્તર ભારતીય રાજ્યોના કેટલાક લોકો પણ સામેલ છે.

પીએમ મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો

પીએમ મોદી, વિદેશ મંત્રી એસ જયશંકરે કુવૈતની ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તમિલનાડુ અને કેરળ સરકારે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. પીએમ મોદીએ મૃતકોના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયા રકમની જાહેરાત કરી અને સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી.

પીએમ મોદીએ કહ્યું કે કુવૈત શહેરમાં આગની ઘટના દુઃખદ છે. મારી સંવેદના એ તમામ લોકો સાથે છે જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. હું પ્રાર્થના કરું છું કે ઘાયલો જલ્દીથી જલ્દી સ્વસ્થ થઈ જાય. કુવૈતમાં ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને અસરગ્રસ્તોને સહાય પૂરી પાડવા માટે ત્યાંના અધિકારીઓ સાથે કામ કરી રહ્યું છે.

ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી

વાસ્તવમાં જે બિલ્ડિંગમાં આગની ઘટના બની હતી તે બિલ્ડિંગમાં મોટાભાગના મજૂરો રહેતા હતા. બિલ્ડિંગમાં આગ લાગવાનું કારણ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ હતું. બુધવારે સવારે 4.30 કલાકે આ અકસ્માત થયો હતો. લેબર કેમ્પના રસોડામાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ જોઈને કેટલાક લોકો એપાર્ટમેન્ટની બહાર કૂદવા લાગ્યા હતા. જેના કારણે ઘણા લોકોના મોત થયા હતા જ્યારે કેટલાક લોકોના મોત સળગી જવાથી અને ધુમાડો શ્વાસમાં લેવાના કારણે થયા હતા.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *