ભારતીય સેના ટૂંક સમયમાં બનશે રોબોટિક મ્યૂલ ટેકનોલોજીનો ભાગ- જાણો શું છે વિશેષતા- Video

ભારતીય સેના ટૂંક સમયમાં બનશે રોબોટિક મ્યૂલ ટેકનોલોજીનો ભાગ- જાણો શું છે વિશેષતા- Video

ભારતની નજીક આવેલા બે દેશ ચીન અને પાકિસ્તાન, જે કોઇપણ સમયે અવળચંડાઈ કરી ઘુસપેઠ કરવાનો પ્રયાસ કરે છે. જેને લઇને ભારતીય સેના સતત ખડપગે રહે છે અને તેને ઇંટનો જવાબ પથ્થરથી આપે છે. હવે ભારતની તાકાત વધી રહી છે કેમ કે ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઇમરજન્સી ખરીદી માટે 100 રોબો ડોગ્સનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તો, તેમાંથી 25 મ્યૂલને સેનાને સોંપવા માટે નિરીક્ષણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ રોબો ડોગ્સ મ્યૂલને ટૂંક સમયમાં સેનામાં સામેલ કરવાની આશા છે. આ રોબો ડોગ્સ સારો દેખાવ કરે છે તો ટૂંક સમયમાં સેના તેની મોટી ખરીદી કરવા માટે પણ રિક્વેસ્ટ ઓફર પ્રપોઝલ મૂકી શકે છે. આર્કવેન્ચર આ મ્યૂલની સપ્લાય કરશે. આ કંપની ઘોસ્ટ રોબોટિક્સના લાયસન્સ હેઠળ આ રોબો ડોગ્સ બનાવશે.

આ રોબો ડોગ્સની ખાસિયતની વાત કરીએ તો સર્વેલન્સ માટે થર્મલ કેમેરા અને અન્ય સેન્સર લાગેલા હશે. સાથે જ, તેમાં એવા નાના હથિયારો પણ લગાવી શકાય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ જવાનો સુધી નાનો-મોટો સમાન પહોંચાડવા માટે પણ કરવામાં આવી શકે છે. આ મ્યૂલ ઉબડખાબડ જમીન, 18 સેમી ઉંચી સીડીઓ અને 45 ડિગ્રી પર્વતીય પ્રદેશ પર સરળતાથી ચઢી શકે છે. આ રોબો ડોગ મ્યૂલને ચાર પગ છે અને તેનું વજન લગભગ 51 કિલો છે અને લંબાઈ લગભગ 27 ઇંચ છે. તે 3.15 કલાક સુધી સતત ચાલી શકે છે. તેની પેલોડ ક્ષમતા 10 KG છે, તેમાં થર્મલ કેમેરા અને રડાર જેવા ઘણા સાધનો લગાવી શકાય છે. તેનો ઉપયોગ Wi-Fi અથવા લોંગ ટર્મ ઈવોલ્યુશન એટલે કે LTE પર પણ થઈ શકે છે. ટૂંકા અંતર માટે, Wi-Fi નો ઉપયોગ કરી શકાય છે, જ્યારે 10 કિમી સુધીના અંતર માટે 4G/LTE નો ઉપયોગ કરી શકાય છે. મ્યૂલ એક એનાલોગ-ફેસ મશીન છે જે રિમોટ કંટ્રોલ દ્વારા નિયંત્રિત કરી શકાય છે.

આ પહેલા ભારતે પણ 12 માર્ચના રોજ રાજસ્થાનના પોખરણમાં થયેલ યુદ્ધાભ્યાસમાં રોબોટિક ડોગ મ્યૂલનું પ્રદર્શન કર્યું હતું. તો, મે મહિનામાં આગરા ખાતે શત્રુજીત બ્રિગેડે આવા જ એક રોબોટિક ડોગ મ્યૂલ ની ખાસિયતો શેર કરી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *