ભારતીય ફૂટબોલ ટીમ સાથે થયો દગો, ખરાબ રેફરીંગના કારણે ટીમ ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર થઈ

ભારતીય ફૂટબોલ ટીમ સાથે થયો દગો, ખરાબ રેફરીંગના કારણે ટીમ ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર થઈ

ભારતીય ફૂટબોલ ટીમ સાથે થયો દગો, ખરાબ રેફરીંગના કારણે ટીમ ફિફા વર્લ્ડ કપ ક્વોલિફાયરમાંથી બહાર થઈ

કતરે મંગળવારના રોજ એક વિવાદાસ્પદ ગોલ કર્યો હતો. જેના કારણે ભારતીય ફુટબોલ ટીમ ફીફા વર્લ્ડકપના બીજા રાઉન્ડના ક્વોલિફય મુકાબલામાં 2-1થી હાર મળી હતી. ખરાબ રેફરીંગના કારણે ભારત ફીફા વર્લ્ડકપના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી ઈતિહાસ રચવાની તક ચુકી ગયું હતુ. ટીમ સાથે થયેલી છેતરપિંડીનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.ભારતીય ટીમ 1-2થી હાર્યા બાદ વર્લ્ડકપ ક્વોલિફિકેશનનું સપનું તુટી ગયું છે.

ભારતીય ટીમ સાથે છેતરપિંડી થઈ

સુનીલ છેત્રીના ઈન્ટરનેશનલ ફુટબોલમાંથી સંન્યાસના પાંચ દિવસ બાદ 121મી રેન્કિંગ વાળી ટીમ લાલિયાનજુઆલા ચાંગટે 37મી મિનિટમાં ગોલ કરી આગળ ચાલી રહી હતી, પરંતુ રેફરી યુસુફ અયમનના ગોલને યોગ્ય કહ્યો હતો. ત્યારે એવું લાગી રહ્યું હતુ કે, ફુટબોલ લાઈનથી બહાર ગયો હતો , ટુંકમાં કહીએ તો ફુટબોલમાં ભારતીય ટીમ સાથે છેતરપિંડી થઈ છે. ફુટબોલ લાઈનથી બહાર ગયો હતો તેમ છતાં કતરના ખેલાડીએ બોલને અંદર લઈ ગોલ કર્યો હતો. તેમજ રેફરીએ ગોલને યોગ્ય કહ્યો હતો. જ્યારે આ ગોલ યોગ્ય ન હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

 

 

ભારતીય ખેલાડીઓએ રમત રોકી દીધી

આ સમગ્ર ઘટના 73મી મિનિટમાં થઈ હતી. ભારતીય ગોલકીપર ગુરપ્રીતે કતરના ખેલાડી યુસુફ અયમનનો હેડર રોક્યો ત્યારબાદ ફુટબોલ ગોલપોસ્ટની પાસે લાઈનને ક્રોસ કરી ગયો હતો. ત્યારબાદ અલ હાશમી બોલને અંદર લઈ ગયો હતો.જેના પર અયમને ગોલ કર્યો. ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ રમત રોકી દીધી હતી. રીપ્લેમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, ફુટબોલ લાઈનની બહાર હતો પરંતુ રેફરીએ આ ગોલને કતરના પક્ષમાં આપ્યો હતો.

વર્લ્ડકપ ક્વોલિફિકેશનનું સપનું તુટી ગયું

આ વિવાદાસ્પદ નિર્ણયના કારણે ભારતીય ટીમ પર અસર થઈ અને એશિયાઈ ચેમ્પિયન કતરે 85મી મિનિટમાં અહમદ અલ રાવીએ બીજો ગોલ કર્યો હતો.અન્ય મેચમાં કુવૈતે અફઘાનિસ્તાનને 1-0થી હાર આપી હતી. આ રીતે કતર અને કુવૈત આગામી રાઉન્ડમાં પહોંચી ગઈ હતી.ભારતીય ટીમ 1-2થી હાર્યા બાદ વર્લ્ડકપ ક્વોલિફિકેશનનું સપનું તુટી ગયું છે. જેનાથી ખેલાડીઓ અને ભારતીય ચાહકો ખુબ જ નિરાશ છે, કારણ કે, વિવાદાસ્પદ ગોલના કારણે પરિણામમાં મોટી અસર પડી હતી.

આ પણ વાંચો : T20 World Cup 2024 : પાકિસ્તાનની ટીમ માટે ખરાબ સમાચાર, કેનેડાને હરાવીને પણ મોટી મુશ્કેલીમાં મુકાઇ બાબરની ટીમ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *