ભાજપ પર ફરી લાગ્યા યેન કેન પ્રકારે સદસ્યો બનાવવાનો આરોપ, કોલેજના વિદ્યાર્થીઓને સદસ્યો બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video

ભાજપ પર ફરી લાગ્યા યેન કેન પ્રકારે સદસ્યો બનાવવાનો આરોપ, કોલેજના વિદ્યાર્થીઓને સદસ્યો બનાવતા કોંગ્રેસે લીધો ઉધડો- Video

પહેલા શાળાના વિદ્યાર્થીઓ અને હવે કોલેજના વિદ્યાર્થીઓ. આ બની રહ્યા છે વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષના સભ્યો. જી હાં, તમે જે સમજી રહ્યા છો, તે જ ભાજપની વાત છે. ભાજપ અત્યારે મોટા પાયે દેશભરમાં સદસ્યતા અભિયાન ચલાવે છે. પરંતુ સભ્યો જેટલી ઝડપે વધી રહ્યા છે, તેટલી જ ઝડપે વધી રહ્યો છે સભ્યો બનાવવાને લઈને અજમાવાઈ રહેલા અખતરાનો વિવાદ. આરોપો જ નહીં. હવે તો રિતસરનો પુરાવો છે, કેવી રીતે કોલેજના વિદ્યાર્થીઓને ફરજ પડાઈ રહી છે કે, ભાજપના સભ્યો બનો અને તે પણ ધારાસભ્યની હાજરીમાં.

રાજ્યભરમાં ભાજપનું સદસ્યતા અભિયાન સતત વિવાદમાં રહે છે ત્યારે આજે રાજકોટની સરકારી કોલેજમાં વિવાદ સર્જાયો. આરોપ મુજબ અહીંના વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવામાં આવ્યા છે. કવિશ્રી દાદ સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજના વિદ્યાર્થીઓને પ્રિન્સિપાલે મોબાઇલ લઇને નિર્ધારિત કાર્યક્રમમાં આવવાનું કહ્યું હતું. આ કાર્યક્રમમાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા માટે વિદ્યાર્થી એકઠા કર્યાનો પણ આરોપ છે. કારણ કે સભ્ય બન્યા બાદ રેફરલ તરીકે MLAનો નંબર નાખવા વારંવાર જાહેરાત પણ કરાઇ હતી.

કોલેજના વિદ્યાર્થીનો સદસ્યતા અભિયાન માટે ઉપયોગ કેટલો યોગ્ય ? તે સૌથી મોટો સવાલ છે ત્યારે આખા મામલે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ ધારાસભ્ય પર પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યુ કે જો સરકારી કોલેજમાં આ પ્રવૃતિ કરવી હોય તો કાલે સચિવાલયમાં પણ બેસી જાવ. યેન કેન પ્રકારે ભાજપ સભ્યો બનાવી રહ્યું હોવાનો આક્ષેપ તેઓ દ્વારા કરાયો હતો

ભાજપ સદસ્ય બનાવા માટે હવે સરપંચોનો સહારો લીધો છે. પડધરી ગામના સરપંચે કોલેજમાં જઇને વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનવા માટે કહ્યું હતું. અહીંયા સવાલ એ છે કે સરપંચને કોલેજમાં જઇને સભ્ય બનાવવાની જાહેરાત કરવાની સત્તા કોણે આપી ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *