ભરૂચ : એ ડિવિઝન પોલીસે 7 જુગારીયાઓને ઝડપી પાડ્યા, 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ : એ ડિવિઝન પોલીસે 7 જુગારીયાઓને ઝડપી પાડ્યા, 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ : એ ડિવિઝન પોલીસે 7 જુગારીયાઓને ઝડપી પાડ્યા, 1 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે જુગારની બળી ઉપર નિયંત્રણ મેળવવાના પ્રયાસના ભાગરૂપે ભીડભંજન ખાડી વિસ્તારમાં રેડ કરી 7 જુગારીયાઓને ઝડપી લીધા હતા. જુગાર રમતા આ લોકોનું ધરપકડ કરવામાં આવી છે.

વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદિપસિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાત તરફથી પ્રોહિબિશન અને જુગારની ચાલતી ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા તથા પરીણામલક્ષી કામગીરી કરવા પોલીસ સ્ટેશનની ટીમોને સૂચના આપવામાં આવી છે. સૂચના અનવ્યે નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલના માર્ગદર્શન આધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એસ.ડી.ફુલતરીયા દ્વારા ઉપરોક્ત સુચનાઓ તથા માર્ગદર્શન આધારે ગેરકાયદેસરની પ્રવૃતિઓ અટકાવવા તેમજ શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામા આવ્યા હતા.

પો.સ્ટે.ના સર્વેલન્સ માણસોની ટીમો વિસ્તાર પેટ્રોલીંગમા હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ભીડભંજન ખાડી હનુમાનજી મંદિરની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો પૈસાથી પત્તા પાના વડે હાર જીતનો જુગાર રમે છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ સફળ રેઇડ કરવામાં આવી હતી.

પોલીસે સ્થળ પરથી સાત જુગારીયાઓને કુલ કીંમત રૂપિયા ૧,૧૦,૦૬૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી ભરૂચ શહેર “એ” ડીવી .પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ બી ૦૫૨૩/૨૦૨૪ જુગાર ધારા કલમ ૧૨ મુજબ ગુનો નોંધ્યો છે.

જુગાર રમતા આ 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા

  • રાજેશભાઇ નગીનભાઇ વસાવા ઉ.વ.૪૦ રહે.ભીડભંજનની ખાડી હનુમાનજી મંદીર પાસે ભરૂચ
  • રાહુલભાઇ મહેશભાઇ વસાવા ઉ.વ.૨૩ રહે. ભીડભંજનની ખાડી ભારતી ટોકિઝ પાછળ ભરૂચ
  • જીગ્નેશભાઇ મનુભાઇ ખુમાણ ઉ.વ.૩૪ રહે.ભીડભંજનની ખાડી હનુમાનજી મંદિર પાછળ ભરૂચ
  • કરણભાઇ ચતુરભાઇ ઠાકોર ઉ.વ.૨૫ રહે. ભીડભંજનની ખાડી હનુમાનજી મંદિર પાછળ ભરૂચ
  • હાતીમ ઐયુબભાઇ નમકવાલા ઉ.વ.૩૪ રહે. ખલાસવાડ ,લાલબજાર ભરૂચ
  • શાંતીભાઇ ભટુભાઇ વસાવા ઉ.વ.૫૬ રહે. ભીડભંજનની ખાડી ભારતી ટોકિઝ પાછળ ભરૂચ
  • દિપકભાઇ જેસીંગભાઇ વિરાસ ઉ.વ.૪૫ રહે. ફાટા તળાવ, રાણા પંચની વાડી પાસે, ભરૂચ

જુગારના કેસને ઝડપી પાડવામાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એસ.ડી.ફુલતરીયા સાથે પો.સ.ઇ એસ.ટી.દેસાઇ ,અ.હે.કો. ભાનુપ્રસાદ, હે.કો. કાનાભાઇ તથા પો.કો. સરફરાજભાઇ, મહીપાલસિંહ, ધવલકુમાર, તગ્ધીરસિંહ, મનોજભાઇ, પંકજભાઇ, સમીરભાઈ, વિરાજભાઇ નાઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

આ પણ વાંચો : Rajkot Fire Accident : વર્તમાન PI હિરપરાએ કર્યુ હતુ TRP ગેમઝોનનુ લાયસન્સ રિન્યુ, Videoમાં જુઓ લાયસન્સની કૉપી સહિતના પુરાવા

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *