ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના બની : બેફામ કાર ચાલક યુવાનોને ફંગોળતા એકનું મોત, કાર ચાલકની ધરપકડ કરાઈ

ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના બની : બેફામ કાર ચાલક યુવાનોને ફંગોળતા એકનું મોત, કાર ચાલકની ધરપકડ કરાઈ

ભરૂચ : દહેજ બાયપાસ રોડ પર શ્રવણ ચોકડી નજીક હિટ એન્ડ રનની ઘટના બાદ હોબાળો મચ્યો છે. અજાણ્યો કાર ચાલાક મોપેડને ધક્કા મારી લઈ જતા ત્રણ યુવાનોને અડફેટે લેતા એકનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ ફરાર કાર ચાલકને શોધી કાઢી ધરપકડ ન કરાય ત્યાં સુધી મૃતક પરિવારજનોએ લાશનો કબ્જો ન લેવાની ચીમકી ઉચ્ચારી હતી. આખરે પોલીસે યશ નિલેશભાઈ મિસ્ત્રી નામના યુવાનની અટકાયત કરતા મામલો થાળે પડ્યો છે.

પ્રતીક સોલંકી નામનો યુવાન સેકન્ડ શિફ્ટમાં નોકરી કરી પરત શ્રવણ ચોકડી વિસ્તારમાં બસમાંથી ઉતર્યો હતો. અહીં તેની મોપેડ ચાલુ ન થતા બે મિત્રોને મદદ માટે બોલાવ્યા હતા. રાતે ત્રણેય મિત્રો મોપેડને ધક્કા મારી લઈ જય રહ્યા હતા ત્યારે બેફામ કર ચાલકે યુવાનોને ફંગોળ્યા હતા.

ઘટનામાં પ્રતીક સોલંકીનું મોટ નીપજ્યું છે. કાર ચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. પોલીસે પોલીસે યશ નિલેશભાઈ મિસ્ત્રી નામના યુવાનની ધરપકડ કરાઈ છે. આરોપીનું મેડિકલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

Related post

ટ્રેઇની IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, ટ્રેનિંગ તાત્કાલિક અટકાવાઈ, મસૂરી એકેડમીમાં પરત બોલાવી

ટ્રેઇની IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી, ટ્રેનિંગ તાત્કાલિક…

મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં તહેનાત તાલીમાર્થી IAS પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પૂજાની તાલીમ તાત્કાલીક અસરથી રદ કરી દેવામાં…
શિયા-સુન્ની મુસ્લિમ વચ્ચે શું છે વિવાદ, કયા દેશ શિયા અને કયા દેશ છે સુન્ની ?

શિયા-સુન્ની મુસ્લિમ વચ્ચે શું છે વિવાદ, કયા દેશ શિયા…

લગભગ 1400 વર્ષ પહેલા ઈ.સ. 632માં ઈસ્લામ ધર્મના પયગંબર મોહમ્મદનું અવસાન થયા બાદ મુસ્લિમોનું નેતૃત્વ કોણ કરશે તે અંગે વિવાદ ઉભો…
શું વારંવાર રસોડામાં સિંક બ્લોક થઈ જાય છે ? તો જાણી લો કિચન હેક્સ, નહીં થાય બ્લોકેજ

શું વારંવાર રસોડામાં સિંક બ્લોક થઈ જાય છે ?…

કિચન સિંક બ્લોક થવાની સમસ્યા સામાન્ય છે લગભગ દરેક ઘરમાં બનતી હશે, વાસણો ધાવાતા હોય સિંકમાં કચરો પડતો હોય તે સિંકની…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *