ભગવાન કૃષ્ણ પાસે માગેલા વરદાનના કારણે ગુજરાતમાં કરવામાં આવ્યા હતા કર્ણના અંતિમ સંસ્કાર, જાણો

ભગવાન કૃષ્ણ પાસે માગેલા વરદાનના કારણે ગુજરાતમાં કરવામાં આવ્યા હતા કર્ણના અંતિમ સંસ્કાર, જાણો

ભગવાન કૃષ્ણ પાસે માગેલા વરદાનના કારણે ગુજરાતમાં કરવામાં આવ્યા હતા કર્ણના અંતિમ સંસ્કાર, જાણો

મહાભારતમાં, મહાન યોદ્ધા કર્ણનું મૃત્યુ યુદ્ધના 17માં દિવસે થયું હતું. ભગવાન કૃષ્ણની પ્રેરણાથી અર્જુને દિવ્યશાસ્ત્રની મદદથી કર્ણને મારવામાં સફળ થયો હતો. એવું માનવામાં આવે છે કે કર્ણની બહાદુરી અને દાનથી પ્રસન્ન થયેલા ભગવાન કૃષ્ણે તેને જીવનની અંતિમ ક્ષણોમાં વરદાન માંગવાનું કહ્યું હતું.

કર્ણએ એવી ભૂમિ પર તેમના અંતિમ સંસ્કાર કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જ્યાં પહેલાં ક્યારેય કોઈના અંતિમ સંસ્કાર થયા ન હોય. એવું કહેવાય છે કે ભગવાનને આખી પૃથ્વી પર કોઈ જમીનનો ટુકડો મળ્યો નહીં જ્યાં કોઈ વ્યક્તિના અંતિમ સંસ્કાર તેમના પહેલાં થયા ન હોય. માત્ર સુરત શહેરના તાપી નદીના કિનારે એક ઈંચ જમીન મળી આવી હતી, જ્યાં અગાઉ ક્યારેય કોઈના મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ન હતા.

તીર પર મૃતદેહ રાખી કરવામાં આવ્યો કર્ણનો અંતિમ સંસ્કાર

ગુજરાતના સુરત શહેરના વરાછા વિસ્તારના લોકોનું માનવું છે કે કર્ણની ઈચ્છા મુજબ ભગવાન કૃષ્ણ તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવા અહીં આવ્યા હતા. માત્ર એક ઇંચ જમીન એવી હતી કે જ્યાં પહેલાં કોઈ મૃતદેહનો અગ્નિસંસ્કાર થયો ન હતો અને આટલી નાની જમીન પર મૃતદેહ રાખવાનું અને તેને બાળવું શક્ય નહોતું, તેથી ભગવાન કૃષ્ણએ તે જમીનના ટુકડા પર તીર મૂક્યું અને કર્ણનું શરીર તે તીર પર મૂક્યું હતું અને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સુરત શહેરમાં આ સ્થળ હવે ‘તુલસીબાદી મંદિર’ તરીકે ઓળખાય છે જે આસપાસના લોકોમાં ખૂબ જ આસ્થાનું કેન્દ્ર ધરાવે છે.

 

 

સમગ્ર વિસ્તારના લોકોને આ મંદિરમાં અપાર આસ્થા

તાપી નદીના કિનારે આવેલા આ મંદિરની ખૂબ જ ઓળખ છે અને હજારો લોકો દર્શન કરવા આવે છે. અહીં ગૌશાળાની સ્થાપના કરવામાં આવી છે, જ્યાં ગાયોનું પાલન થાય છે. સમગ્ર વિસ્તારના લોકોને આ મંદિરમાં અપાર આસ્થા છે અને દરેક ક્ષેત્રના લોકો દર્શન કરવા આવે છે. બાગનાથ મંદિર પણ નજીકમાં છે.

આ વૃક્ષ ત્રણ પાંદડા કરતાં વધુ ઉગતું ન હતું

આ મંદિરને તુલસી બારી મંદિર કહેવામાં આવે છે. અહીં ત્રણ પાંદળાનું વડનું મંદિર પણ છે. અહીં એક વડનું વૃક્ષ છે જે હજારો વર્ષ જૂનું હોવાનું લોકો માને છે, પરંતુ આજ સુધી તેમાંથી માત્ર ત્રણ જ પાંદડા નીકળ્યા છે. ત્રણેય પાંદડા સદાબહાર રહે છે, આજે પણ લીલા છે. પણ એમાં ક્યારેય નવું પાંદડું આવતું નથી. આ વટવૃક્ષની આસપાસ એક મંદિર બનાવવામાં આવ્યું છે, જ્યાં આસપાસના વિસ્તારોમાંથી લોકો દર્શન કરવા આવે છે. અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે અહીં આવતા ભક્તો અને મુલાકાતીઓની સંખ્યામાં ઘણો વધારો થાય છે. તાપી નદીના કિનારે ત્રણ પાંદડા ધરાવતું આ મંદિર લોકોની આસ્થાનું મોટું કેન્દ્ર છે.

 

 

અશ્વિનીકુમાર દેવોના વૈદરાજ કહેવાય છે

સુરતનું નામ સુર્યપુર પરથી પડ્યું છે અશ્વિનીકુમાર નામક આ વિસ્તારનું નામ પણ સૂર્યપુત્રો અશ્વિનીકુમાર પરથી આપવામાં આવ્યું છે. અશ્વિનીકુમાર દેવોના વૈદરાજ કહેવાય છે. એમની આ તપોભૂમી છે. સુર્યપુત્રી તાપી માતાની પણ અહીં સાક્ષાત ઉપસ્થિતિ છે.

સહાનુભૂતિના કારણે જમણી આંખમાથી આંસુ સરી પડ્યા

પુરાણમાં પ્રસિદ્ધ તાપી નદી એ સુરત શહેરની જીવાદોરી છે, તાપી મહાપુરાણ માહાત્મ્ય ગ્રંથ અનુસાર બ્રહ્માજીએ પૃથ્વીના સર્જનની કથાના વર્ણન પ્રમાણે સૂર્યનારાયણની સ્તુતિ ઉપાસના કરી, પરંતુ તેમનો અત્યંત તેજોમય પ્રકાશ જીવોથી સહન ન થયો અને આખરે ભગવાન સૂર્યનારાયણની સહાનુભૂતિના કારણે જમણી આંખમાથી આંસુ સરી પડ્યા, જે તાપી નદી બનીને વહેવા લાગ્યા. મધ્યપ્રદેશના સાતપુ઼ડા પર્વતમાં બૈનલના મુલતાઈ ગામમાં તળાવ પાસે અષાઢ સુદ સાતમને દિવસે તાપી નદીનું પ્રાગટ્ય થયું.

 

 

સુરતમાં તાપી નદીની માતા તરીકે પૂજવામાં આવે છે

અશ્વિનીકુમારસ વૈદરાજ ઓવાર, ચોકબજાર ડક્કા ઓવારા, રાજા ઓવારા, અને ઘંટા ઓવારા તેમજ મુગલીસરા પાતાળી હનૂમાન મંદિર ખાતેના ઓવારા નજીક તાપી માતાના મંદિરો આવ્યા છે. સુરતમાં તાપી નદીની માતા તરીકે પૂજા અર્ચના કરવામાં આવે છે.

ત્રણ પાનના વડનું ઐતિહાસિક મહત્વ

જ્યારે કુરૂક્ષેત્રના યુદ્ધમાં દાનેશ્વરી રાજા કર્ણ ઘાયલ થઈને પડ્યા ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણની દાનવીરતાની પરીક્ષા લેવાનું વિચાર્યું અને પરીક્ષા લેવા માટે તેમને સાધુનું રૂપ ધારણ કર્યું અને રાજા કર્ણને કંઈક દાનમાં આપવાનું કહ્યું, ત્યારે રાજા કર્ણએ પોતાના સોનાના ઘરેણા તોડી આપી દીધા હતા, આ દાનથી ભગવાન કૃષ્ણ પ્રસન્ન થઈને વરદાન માગવા કહ્યું, ત્યારે રાજા કર્ણએ વરદાન માગતા કહ્યું કે હું કુંવારી માતાનો પુત્ર છું, તેથી મને કુંવારી ભૂમિ પર અગ્નિદાહ આપજો.

 

 

અશ્વિની કુમાર મારા ભાઈ છે અને તાપી નદી મારી બહેન છે: દાનવીર કર્ણ

ત્યાર પછી શ્રી કૃષ્ણ ભગવાન અને પાંડવો સાથે તીર્થધામ કરીને અહીં આવી રાજા કર્ણના દેહને અહીં અગ્નિદાહ આપ્યો હતો. ત્યારે પાંડવોએ શ્રી કૃષ્ણ ભગવાન સમક્ષ કુંવારી ભૂમિ માટે શંકા વ્યક્ત કરતા શ્રી કૃષ્ણ ભગવાને રાજા કર્ણને પ્રગટ કરાવી આકાશવાણી કરીને ઘોષીત કરીને કહેવડાવ્યું કે અશ્વિની કુમાર મારા ભાઈ છે અને તાપી નદી મારી બહેન છે અને મને કુંવારી ભૂમિ પર જ અગ્નિદાહ આપવામાં આવ્યો છે અને જેમના પર તમે શંકા કરો છો, તે આપણા સગા સબંધી નથી, પરંતુ સાક્ષાત પરમાત્મા છે.

અહિં ત્રણ પાનનો વડ થશે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક રૂપી થશે: ભગવાન શ્રી કૃષ્ણ

ત્યારે પાંડવોએ ભગવાન કૃષ્ણને કહ્યું કે, હે પ્રભુ અમને ખબર પડી ગઈ કે દાનવીર રાજા કર્ણને અહીં અગ્નિદાહ આપ્યો છે, પરંતુ આવનાર યુગોને કેવી રીતે ખબર પડશે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે, અહિં ત્રણ પાનનો વડ થશે જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક રૂપી થશે અને જે કોઈ માનવી એને શ્રધ્ધા રૂપી માનતા રાખશે તેની ઈચ્છા દાનેશ્વરી રાજા કર્ણના પ્રતાપથી પૂર્ણ થશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *