બહારનું ખાતા પહેલા ચેતજો, અમદાવાદમાં સાંભરમાંથી નીકળ્યો મરેલો ઉંદર તો ભરૂચમાં નામાંકિત હોટેલના શાકમાંથી નીકળી માખી- Video

બહારનું ખાતા પહેલા ચેતજો, અમદાવાદમાં સાંભરમાંથી નીકળ્યો મરેલો ઉંદર તો ભરૂચમાં નામાંકિત હોટેલના શાકમાંથી નીકળી માખી- Video

હજુ  બુધવારે 19 જુને  જામનગરમાં પ્રસિદ્ધ  બાલાજી બ્રાન્ડની વેફરના પેકેટમાંથી મૃત દેડકો મળ્યો હોવાની ઘટનાની શ્યાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે ફરી એકવાર ચીતરી ચઢાવનારા દૃશ્યો સામે આવ્યા છે. સંભારમાં મરેલો ઉંદર મળી આવવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દાવા મુજબ આ ઘટના અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ “દેવી ઢોસા”માં ઘટી. અહીં ગ્રાહકે તેનો મનપસંદ ઓર્ડર તો આપ્યો. પણ, તેમાં સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો. જેને જોતા જ ગ્રાહકનો રોષ ભભૂકી ઉઠ્યો.

આ તરફ ભરૂચમાં પણ ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીં નેશનલ હાઈવે પરની નોવસ હોટેલના કાજુના શાકમાંથી માખી મળી આવી હતી. એટલું જ નહીં અન્ય એક શાકમાંથી દોરો નીકળ્યો હોવાની પણ ફરિયાદો ઉઠી છે. ગ્રાહકનો આક્ષેપ છે કે સમગ્ર મામલે હોટલ સંચાલકને ફરિયાદ કરતાં તેને ઉડાઉ જવાબ મળ્યો હતો. જેને પગલે ગ્રાહકોએ હંગામો કર્યો હતો.

પ્રશ્ન એ છે કે શુદ્ધતાના નામે ઊંચી કિંમતો વસૂલવામાં આવતી હોવા છતાં શા માટે ભોજનની ગુણવત્તા સાથે અને ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવે છે ? આવી તો અનેક ઘટનાઓ આજકલ સામે આવી રહી છે.

ક્યાંક સંભારમાંથી મરેલો ઉંદર નીકળી રહ્યો છે. ક્યાંક પંજાબી સબ્જીમાંથી માખી નીકળી રહી છે. તો બીજી તરફ ઊંચું ભાડું વસૂલતી અને હાઈજીનના દાવા કરતી વંદેભારત ટ્રેનમાંથી પણ ચોંકાવનારી તસવીરો સામે આવી છે. 18 જૂનના રોજ ભોપાલથી આગ્રા સુધી વંદે ભારત ટ્રેનમાં પ્રવાસ કરી રહેલાં યાત્રીઓને ભોજન પીરસાયું હતું. જેમાંથી એક દંપતીને ભોજનમાંથી વંદો મળી આવ્યો હતો ! દંપતીના ભત્રીજાએ આ તસવીર સોશિયલ મીડિયામાં શેર કરીને ભોજનની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા છે. બીજી તરફ ઈન્ડિયન રેલવેએ પણ સમગ્ર પ્રકરણમાં માફી માંગતા યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી છે. મુદ્દો એ છે કે આવી ખાતરીઓ તો ઘણી અપાય છે. પરંતુ, તેનું પાલન થાય છે કે કેમ. તે જ મોટો સવાલ છે ?

Input Credit- Ankit Modi- Bharuch

આ પણ વાંચો: ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *