ફરી એકવાર મનપા પ્રિમોન્સુન કામગીરીના ઉડ્યા લીરેલીરા, ન્યુ ડેવલપ શેલા વિસ્તારમાં ભરાયા 2-2 ફુટ સુધી પાણી

ફરી એકવાર મનપા પ્રિમોન્સુન કામગીરીના ઉડ્યા લીરેલીરા, ન્યુ ડેવલપ શેલા વિસ્તારમાં ભરાયા 2-2 ફુટ સુધી પાણી

અમદાવાદમાં દોઢથી બે કલાક વરસેલા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. દોઢથી બે કલાકના વરસાદે ફરી એકવાર કોર્પોરેશનની શિથિલ કામગીરીની પોલ ખોલી નાખી. ન્યુ ડેવલપ વિસ્તારોમાં ગણાતા શેલા વિસ્તારમાંથી મનપાના પ્રિમોન્સુન પ્લાનના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા છે.

ન્યુડેવલપ શેલા વિસ્તાર થયો જળમગ્ન

શેલામાં આવેલી સમત્વ સોસાયટીમાં 2 થી 2.5 ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે. માત્ર બે કલાકના વિસ્તારમાં સમગ્ર શેલા વિસ્તાર જળમગ્ન બન્યો છે. સોસાયટીના સ્થાનિકો જણાવે છે કે અહીં દર વર્ષે વરસાદમાં આ જ પ્રકારે પાણી ભરાઈ જાય છે. મનપા દ્વારા માત્ર સ્ટ્રોમ વોટર લાઈનના બણગા ફુંકવામાં આવે છે પરંતુ કામગીરી કોઈ થતી નથી. જો થતી હોત તો આ દૃશ્યો જોવા પણ ન મળ્યા હોત. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે તેમને આ જ પ્રકારે હાલાકી વેઠવાનો વારો આવે છે.

ક્લબ O-7 નજીક પડ્યો મસમોટો ભુવો

શેલામાં જ આવેલા  ક્લબ O-7 નજીક એક થી દોઢ ફુટ સુધી પાણી ભરાયા છે. આ રોડ પર જ જમીન ધસી જતા મસમોટો ભુવો પડ્યો છે. અહીં એ સવાલ ચોક્કસથી થાય કે દર વર્ષે શહેરીજનો પાસેથી કરોડોનો ટેક્સ વસુલતુ મનપા તંત્ર સુવિધા આપવામાં કેમ ઉણુ ઉતરે છે. દર વર્ષે ચોમાસામાં શહેરની સડકો દરિયા બની જાય છે અને બેશર્મ મનપા તમાશો જોતુ રહે છે. ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરીના નામે તગડુ બજેટ તો પાસ કરાવી લે છે પરંતુ જમીન પર ક્યારેય કોઈ કામગીરી જોવા મળતી નથી અને શહેરીજનો પારાવાર હાલાકી વેઠ્યા કરે છે.

YMCAથી સાઉથ બોપલ જતા માર્ગો ગટરો બેક મારતા દૃશ્યો

માત્ર શેલા વિસ્તાર નહીં YMCAથી સાઉથ બોપલ જતા માર્ગો પર પણ ઠેર-ઠેર પાણી ભરાયા છે અને ગટરો બેક મારતા ગટરના પાણી પણ માર્ગો પર ફરી વળ્યા છે.  અસંખ્ય વાહનચાલકોને આ ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.  દર વર્ષે નજીવા વરસાદમાં જ માર્ગો પાણી પાણી થઈ જાય છે પરંતુ શહેરમાં ડ્રેનેજની કોઈ સુવિધા કરવામાં આવતી નથી. સ્માર્ટ સિટીના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રોંમ વોટરના નિકાલની કોઈ સુવિધા નથી.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *