પેટ્રોલ પંપ બનાવવાનું સપનું થશે સાકાર! કેન્દ્ર સરકારે આપ્યો આદેશ, જાણો

પેટ્રોલ પંપ બનાવવાનું સપનું થશે સાકાર! કેન્દ્ર સરકારે આપ્યો આદેશ, જાણો

પેટ્રોલ પંપ બનાવવાનું સપનું થશે સાકાર! કેન્દ્ર સરકારે આપ્યો આદેશ, જાણો

આગામી દિવસોમાં પેટ્રોલ પંપ ખોલવાનું સરળ બનશે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર લાયસન્સના નિયમોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે PESOને વસ્તીવાળા વિસ્તારોમાં 30-50 મીટરની અંદર પેટ્રોલ પંપ ચલાવવાની મંજૂરી આપવા માટે સુરક્ષા પગલાંની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો છે.

તમને જણાવી દઈએ કે પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઈઝેશન (PESO)એ સરકારના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડ (DPIIT)નું ગૌણ કાર્યાલય છે. તે વિસ્ફોટક અધિનિયમ, 1884 અને પેટ્રોલિયમ અધિનિયમ, 1934 હેઠળ સ્થાપિત નિયમનકારી માળખાના અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

મહિલા સાહસિકોને 80 ટકા ડિસ્કાઉન્ટ

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ PESO દ્વારા આપવામાં આવતી લાયસન્સના ફીમાં મહિલા સાહસિકોને 80 ટકા અને MSMEને 50 ટકા રાહત આપવાની પણ જાહેરાત કરી છે. ગોયલે બુધવારે પેટ્રોલિયમ, વિસ્ફોટકો, ફટાકડા અને અન્ય સંબંધિત ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે PESOની કામગીરીમાં કુશળતા વધારવા માટે બેઠક યોજી હતી. આ જ બેઠકમાં તેમણે આ જાહેરાત કરી હતી.

પેટ્રોલ પંપ પર મંત્રાલયે શું કહ્યું?

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું કે પીયૂષ ગોયલે PESOને સલામતીનાં પગલાંની બ્લુપ્રિન્ટ તૈયાર કરવા માટે માર્ગદર્શિકા તૈયાર કરવા કહ્યું છે, જેથી પેટ્રોલ પંપને વસ્તીવાળા વિસ્તારોની 30-50 મીટરની અંદર પણ ચલાવવાની મંજૂરી આપી શકાય. PESOને કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB) અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય સાથે પરામર્શ કરીને આ કાર્ય કરવા માટે કહેવામાં આવ્યું છે.

આ સાથે મંત્રીએ કહ્યું કે ગેસ સિલિન્ડર માટેના QR કોડને ડ્રાફ્ટ ગેસ સિલિન્ડર નિયમો (GCR)માં સામેલ કરવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં અંતિમ સૂચના જાહેર કરવામાં આવશે.

તેમણે એમ પણ કહ્યું હતું કે વિસ્ફોટકો, પરિવહન અને ઉત્પાદન માટે 10 વર્ષ માટે લાયસન્સ આપવાની સંભાવનાને જોવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. વિસ્ફોટકો સિવાય, અન્ય તમામ લાઇસન્સ 10 વર્ષના સમયગાળા માટે આપવામાં આવે છે.

પેટ્રોલ પંપ લાયસન્સ પેટ્રોલિયમ નિયમો, 2002ના ફોર્મ 14 હેઠળ જાહેર કરવામાં આવે છે, જ્યારે પેટ્રોલ પંપ પર CNG વિતરણ સુવિધાઓ માટેના લાઇસન્સ ગેસ સિલિન્ડર નિયમોના ફોર્મ G હેઠળ જાહેર કરવામાં આવે છે.

આ પણ વાંચો: ચોમાસામાં આ નાનકડી ભૂલ ACમાં લાવશે પ્રોબ્લમ, આ સિઝનમાં કેટલા પર ચલાવવું જોઈએ AC? જાણો

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *