પાવર ગ્રીડ કોર્પોરેશને એન્જિનિયરો માટે સરકારી નોકરીની જાહેરાત કરી, 435 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

પાવર ગ્રીડ કોર્પોરેશને એન્જિનિયરો માટે સરકારી નોકરીની જાહેરાત કરી, 435 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

પાવર ગ્રીડ કોર્પોરેશને એન્જિનિયરો માટે સરકારી નોકરીની જાહેરાત કરી, 435 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડએ એન્જિનિયરિંગ ટ્રેઈનીની ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ www.powergrid.in પર 4 જુલાઈ પહેલા અરજી કરી શકે છે. અરજી પ્રક્રિયા શરૂ કરતા પહેલા ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ભરતી સંબંધિત માહિતી વાંચે ત્યાર બાદ જ આગળની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

જાણો વેકેન્સી વિશે

પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડએ ઇલેક્ટ્રિકલ (331 પોસ્ટ્સ), સિવિલ (53 પોસ્ટ્સ) અને ઇલેક્ટ્રોનિક્સ (14 પોસ્ટ્સ) અને કોમ્પ્યુટર સાયન્સ (37 પોસ્ટ્સ) એન્જિનિયરિંગ માટે 435 પોસ્ટ્સ માટે અરજીઓ આમંત્રિત કરી છે.

શૈક્ષણિક લાયકાત

ઉમેદવારોએ ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ સાથે કોઈપણ માન્ય સંસ્થામાંથી BE/B.Tech/B.Sc (એન્જિનિયરિંગ) જેવા અભ્યાસક્રમોમાં ગ્રેજ્યુએશન ડિગ્રી હોવી આવશ્યક છે. તમને જણાવી દઈએ કે, અંતિમ વર્ષના ઉમેદવારો જેઓ તેમના પરિણામો 14 ઓગસ્ટ 2024 સુધીમાં જાહેર થવાની અપેક્ષા રાખે છે તેઓ પણ અરજી કરવા પાત્ર છે. આ સાથે ઉમેદવારોએ ગેટ 2024 પરીક્ષામાં સફળતા હાંસલ કરી હોવી જોઈએ.

વય મર્યાદા

ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અથવા તેથી વધુ હોવી જોઈએ, જ્યારે તેમની ઉપલી વય મર્યાદા 28 વર્ષ નક્કી કરવામાં આવી છે. OBC કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદા 3 વર્ષ, SC/ST માટે 5 વર્ષ અને PWBD કેટેગરી અને ભૂતપૂર્વ સૈનિકો માટે ભારત સરકારની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

અરજી ફી

જનરલ કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી રૂ 500 છે અને SC/ST/PWBD/ભૂતપૂર્વ સૈનિક ઉમેદવારો માટે અરજી ફી મુક્તિ આપવામાં આવી છે.

આ પગલાંને અનુસરીને અરજી કરો

  • સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઈટ www.powergrid.in પર જાઓ.
  • Career વિભાગ પર જાઓ પછી “Job Opportunities”  પર ક્લિક કરો
  • હવે પછી “Engineer Trainee Recruitment through Gate 2024” લિંક પર ક્લિક કરો.
  • ‘Register/Apply’  વિકલ્પ પર ક્લિક કરો.
  • આ પછી ‘New Registration’ દ્વારા નોંધણી કરવા માટે તમારું ઇમેઇલ અને નંબર દાખલ કરો.
  • એકવાર તમારા લૉગિન ક્રેડેન્શિયલ મેઇલ થઈ જાય, તમે તેનો ઉપયોગ એપ્લિકેશન ફોર્મને ઍક્સેસ કરવા માટે કરી શકો છો.
  • અન્ય માહિતી સાથે તમામ GATE 2024 નોંધણી માહિતી દાખલ કરો અને તેની સમીક્ષા કરો.
  •  અન્ય જરૂરી દસ્તાવેજો સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી અપલોડ કરો.
  • હવે જરૂરી અરજી ફી ઓનલાઈન ચૂકવો જે અરજી પ્રક્રિયા પૂર્ણ કરશે.

આ પણ વાંચો:  પાકિસ્તાનને બેવડો ઝટકો! ભારતમાં રમાનાર T20 વિશ્વકપમાં નહીં મેળવી શકે સીધી એન્ટ્રી, જાણો કેમ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

જામનગર APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2525 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

જામનગર APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2525 રહ્યા, જાણો…

કપાસના તા.25-06-2024ના રોજ APMCના ભાવ રૂ.5000 થી 7890 રહ્યા. મગફળીના તા.25-06-2024ના રોજ APMCના ભાવ રૂ.3500 થી 6900 રહ્યા. પેડી (ચોખા)ના તા.25-06-2024ના…
LICની ચેતવણી, પોલિસીધારકોએ આનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો થશે મોટું નુકસાન

LICની ચેતવણી, પોલિસીધારકોએ આનું ધ્યાન રાખવું જોઈએ, નહીં તો…

દેશની સૌથી મોટી વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (LIC)એ પોતાના ગ્રાહકોને કડક ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ…
Budget 2024 : જાણો કેન્દ્રીય બજેટ 2024-25 સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબ

Budget 2024 : જાણો કેન્દ્રીય બજેટ 2024-25 સાથે જોડાયેલા…

Budget 2024 : સતત વૈશ્વિક અનિશ્ચિતતાઓ, યુએસ, યુરોપ અને અન્યત્ર સંભવિત આર્થિક મંદી અને રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-પેલેસ્ટાઇન ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *