પાકિસ્તાન: ખૈબર-પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો, 6 સુરક્ષા જવાનોના મોત

પાકિસ્તાન: ખૈબર-પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો, 6 સુરક્ષા જવાનોના મોત

પાકિસ્તાન: ખૈબર-પખ્તુનખ્વામાં આતંકવાદી હુમલો, 6 સુરક્ષા જવાનોના મોત

પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો થયો છે, અફઘાનિસ્તાનની સરહદે પાકિસ્તાનના ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં થયેલા આતંકવાદી હુમલામાં 6 સુરક્ષા જવાનોના મોત થયા છે. તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ આ હુમલાની જવાબદારી લીધી છે.

પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યા અનુસાર, આતંકવાદીઓના એક જૂથે દક્ષિણ વજીરિસ્તાન જિલ્લાના મિશ્તા ગામમાં એક ચેક પોસ્ટ પર હુમલો કર્યો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આતંકવાદીઓને બેઅસર કરવા માટે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ કાર્યવાહી સામે આ હુમલો માનવામાં આવી રહ્યો છે.

મોડી રાત્રે સુરક્ષા ચોકીને નિશાન બનાવવામાં આવી

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મોડી રાત્રે આતંકવાદીઓએ સુરક્ષા ચોકી પર હુમલો કર્યો, જેમાં છ સુરક્ષાકર્મીઓ માર્યા ગયા અને 11 અન્ય ઘાયલ થયા. દક્ષિણ વજીરિસ્તાન જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શુક્રવારે જિલ્લાના આઝમ વારસાક વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં 7 આતંકવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા.

સુરક્ષા દળોને નિશાન બનાવે છે ટીટીપી

કહેવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં TTP સક્રિય છે અને પાકિસ્તાની સુરક્ષા દળોને સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પાકિસ્તાન સરકારનો આરોપ છે કે અફઘાન પ્રશાસન તેમને આશ્રય આપે છે. જોકે, તાલિબાન આ આરોપોને ફગાવી રહ્યું છે.

પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર, જ્યારથી અફઘાનિસ્તાનમાં તાલિબાનનું પુનરાગમન થયું છે ત્યારથી આ ક્ષેત્રમાં આતંકવાદી હુમલા અને તણાવ વધ્યો છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સંબંધો 3 વર્ષ પહેલા 2021માં તાલિબાનના પુનરાગમન બાદથી સતત તંગ બની રહ્યા છે.

જવાબદારી પણ તાલિબાન સંગઠને લીધી છે

મહત્વનું છે કે પાકિસ્તાનમાં વારંવાર બોમ્બ વિસ્ફોટ અને આતંકી હુમલાના સમાચાર આવતા રહે છે, ત્યારે પાકિસ્તાન સરકાર પણ અફઘાનિસ્તાનની તાલીબાનની સરકાર પર આરોપ લગાવતી જોવા મળે છે, ત્યારે ફરી એકવાર પાકિસ્તાનના સુરક્ષા દળો પર હુમલો થયો છે, મહત્વનું છે કે તેની જવાબદારી પણ તાલિબાન સંગઠને લીધી છે.

આ પણ વાંચો: ભારતમાં ઘૂસી રહેલા પાકિસ્તાની ઘૂસણખોરને BSF એ ઠાર માર્યો, પાકિસ્તાનના ચલણની સાથે 10 રૂપિયાની અડધી ફાટેલી નોટ મળી  

Related post

પૈસા તૈયાર રાખજો! HDFC બેંકની આ કંપનીનો આવી રહ્યો છે IPO, ઇશ્યૂ કરશે 2500 કરોડ રૂપિયાના નવા શેર

પૈસા તૈયાર રાખજો! HDFC બેંકની આ કંપનીનો આવી રહ્યો…

ખાનગી ક્ષેત્રની HDFC બેંકની નોન-બેંકિંગ પેટાકંપની HDB ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડનો IPO લોન્ચ થવા જઈ રહ્યો છે. આ IPOના પ્લાનને HDB ફાયનાન્સિયલ…
NPS Vatsalya : વાર્ષિક રૂપિયા 10,000નું રોકાણ કરો, તમારા બાળકને મળશે રૂપિયા 10 કરોડથી વધુ રકમ, જાણો ગણતરી

NPS Vatsalya : વાર્ષિક રૂપિયા 10,000નું રોકાણ કરો, તમારા…

કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ખાસ પેન્શન યોજના NPS વાત્સલ્ય શરૂ કરી છે. તે ખાસ કરીને નાના બાળકો…
Vi Share: સુપ્રીમ કોર્ટ દ્વારા આંચકો, શેરમાં ભૂકંપ, હવે વોડા-આઇડિયાએ કરી અર્જન્ટ જાહેરાત

Vi Share: સુપ્રીમ કોર્ટ દ્વારા આંચકો, શેરમાં ભૂકંપ, હવે…

ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની વોડાફોન-આઈડિયા લિમિટેડે સોમવારે, 23 સપ્ટેમ્બરના રોજ રોકાણકારો અને વિશ્લેષકો સાથે તાત્કાલિક કોન્ફરન્સ કોલનું આયોજન કરવાની જાહેરાત કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *