પાકિસ્તાની ફિલ્મ 10 વર્ષ બાદ ભારતમાં રિલીઝ થશે, તેમ છતાં ફિલ્મ રિલીઝને લઈ ચાલી રહ્યો છે વિવાદ

પાકિસ્તાની ફિલ્મ 10 વર્ષ બાદ ભારતમાં રિલીઝ થશે, તેમ છતાં ફિલ્મ રિલીઝને લઈ ચાલી રહ્યો છે વિવાદ

પાકિસ્તાની ફિલ્મ 10 વર્ષ બાદ ભારતમાં રિલીઝ થશે, તેમ છતાં ફિલ્મ રિલીઝને લઈ ચાલી રહ્યો છે વિવાદ

પાકિસ્તાન અભિનેતા ફવાદ ખાને ભારતની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે, તેને ચાહકો પસંદ પણ કરે છે.આલિયાથી લઈ સોનમ કપુર સાથે પણ કામ કરી ચૂક્યો છે. પરંતુ જ્યારથી પાકિસ્તાનના કલાકારો પર પ્રતિબંધ લાગ્યો છે. ત્યારથી ભારતીય ચાહકો થી અભિનેતા દુર થયો છે. પ્રતિબંધ બાદ ભારતમાં 10 વર્ષ બાદ પહેલી પાકિસ્તાની ફિલ્મ રિલીઝ થવાની તૈયારીમાં છે જેને લઈ ચાહકો પણ ખુબ ઉત્સુક છે.

10 વર્ષ બાદ પાકિસ્તાનની ફિલ્મ રિલીઝ થશે

પાકિસ્તાની ફિલ્મ ધ લીજેન્ડ ઓફ મૌલા જટ્ટે દુનિયા ભરમાં ધમાલ મચાવી હતી. ફવાદ ખાન અને માહિરા ખાનની આ ફિલ્મ 2022માં રિલીઝ થઈ હતી. એક રિપોર્ટ મુજબ આ ફિલ્મે દુનિયાભરમાં 400 કરોડથી વધુની કમાણી કરી હતી. આ દરમિયાન તે ભારતમાં રિલીઝ થઈ ન હતી હવે આ ફિલ્મ રિલીઝ થયાના 2 વર્ષ બાદ ભારતમાં રિલીઝ થશે પરંતુ વિવાદો વચ્ચે આ ફિલ્મ માત્ર એક જ રાજ્યમાં રિલીઝ થશે, તેવા રિપોર્ટ હાલ સામે આવી રહ્યા છે.

 

 

માત્ર આ રાજ્યમાં રિલીઝ થશે પાકિસ્તાની ફિલ્મ

ધ લીજેન્ડ ઓફ મૌલા જટ્ટ અત્યારસુધી ભારતમાં રિલીઝ ન થવા પાછળનું કારણ ભારત-પાકિસ્તાન બંન્ને વચ્ચેના સંબંધો છે. હવે અંદાજે 10 વર્ષ બાદ આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે , આને લઈને પણ હવે અનેક વિવાદો સામે આવી રહ્યા છે. ત્યારે ચાહકો માટે પણ એક ચોંકાવનાર સમાચાર એ છે કે, આ ફિલ્મ ભારતમાં રિલીઝ થશે નહિ પરંતુ માત્ર પંજાબમાં જ રિલીઝ થશે.

ફિલ્મને લઈ થયો વિવાદ

ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ પાકિસ્તાનની સૌથી મોંઘી ફિલ્મ છે. જે 2022માં રિલીઝ થતાં બોકસ ઓફિસ પર છપ્પરફાડ કમાણી કરી હતી. હવે આ ફિલ્મ 2જી ઓક્ટોમ્બરના રોજ ભારતમાં રિલીઝ થવા માટે તૈયાર છે.હજુ પણ પાકિસ્તાનની ફિલ્મને લઈ વિવાદો સામે આવી રહ્યા છે. રાજ ઠાકરે પણ આ ફિલ્મને લઈ ભડક્યા છે તેમણે કહ્યું કોઈ પણ પાકિસ્તાનના કલાકારોની ફિલ્મ ભારતમાં રિલીઝ થવા દેશે નહિ.

તમને જણાવી દઈએ કે, ફવાદ ખાન અને માહિરા ખાન સ્ટાર ફિલ્મ ધ લિજેન્ડ ઓફ મૌલા જટ્ટ 1979માં આવેલી ફિલ્મ મૌલા જટ્ટની રીમિકસ છે. જેમણે બિલાલ લશારીએ ડાયરેક્ટ કરી હતી.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *