ન્યૂયોર્કની પીચ પર બેટર્સને હવે નવી પરેશાની, તૂટવા લાગ્યા બેટ, ICC એ શેર કર્યો વીડિયો, જુઓ

ન્યૂયોર્કની પીચ પર બેટર્સને હવે નવી પરેશાની, તૂટવા લાગ્યા બેટ, ICC એ શેર કર્યો વીડિયો, જુઓ

ન્યૂયોર્કની પીચ પર બેટર્સને હવે નવી પરેશાની, તૂટવા લાગ્યા બેટ, ICC એ શેર કર્યો વીડિયો, જુઓ

T20 વિશ્વકપમાં ન્યૂયોર્કની પીચ પર રન બનાવવા માટે બેટર્સ માટે મુશ્કેલ બન્યું છે. અહીં રન નિકાળવા માટે એટલે લોઢાના ચણા ચાવવા જેટલું કઠીન લાગી રહ્યું છે. તો ઝડપી રન બનાવવાના ચક્કરમાં બેટર વિકેટ પણ જડપથી ખોઈ રહ્યા છે. જોકે આ દરમિયાન ICC એ એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરીને ક્રિકેટ ચાહકોને ચોંકાવ્યા છે.

ICC એ એક વીડિયો શેર કર્યો છે. જેમાં બે દિવસમાં બે અલગ અલગ બેટર્સ ના બેટ તૂટી ગયા હોવાનું તેમાં જોવા મળે છે. એક તો ન્યૂયોર્કમાં રન નથી નિકળી રહ્યા ત્યાં હવે આ પીચ પર બેટર્સના બેટ પણ તૂટી જઈ રહ્યા છે. જેને લઈ આઈસીસી હિન્દી ઓફિસીયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આજ ભી કલ ભી કલ ભી.. લખીને વીડિયો શેર કર્યો છે.

આ શું ચાલી રહ્યું છે-ICC એ લખી કેપ્શન

મંગળવાર અને બુધવારે રમાયેલી બે અલગ અલગ મેચમાં બેટર્સના બેટ તૂટી ગયા હોવાનું જોવા મળ્યું હતુ. બોંગ્લાદેશના બેટર જૈકર અલીના બેટનું હેન્ડલ તૂટી ગયું હતુ. જ્યારે આગળના દિવસે હવે પાકિસ્તાનના બેટરનું બેટ તુટી ગયું હતુ. પાકિસ્તાનના ક્રિકેટર મોહમ્મદ રિઝવાનનું બેટ રમત દરમિયાન તળીયેથી તૂટી ગયું હતુ.

બંને બેટર્સના બે દિવસમાં બેટ તૂટવાના વીડિયો સામે આવતા જ આઈસીસીએ પણ મજા લેતા આ બંને વીડિયોને મર્જ કરીને એક વીડિયો બનાવ્યો હતો. જેમાં હિન્દીમાં લખ્યું હતુ કે, આજ ભી.. કલ ભી.. સાથે જ વીડિયોને આઈસીસી હિન્દી ઓફિસીયલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી શેર કરતા કેપ્શન પણ લખી હતી. જેમાં લખ્યું હતુ કે, આ શું ચાલી રહ્યુ છે અને સાથે જ એક ઈમોજી પણ મુક્યું હતું.

 

 

View this post on Instagram

 

A post shared by ICC Hindi (@icchindiofficial)

પીચ પર ઉઠી રહ્યા છે સવાલ

ન્યૂયોર્કની પીચ પર સવાલો વિશ્વકપની શરુઆતથી જ થઈ રહ્યાં છે. અહીં મોટે ભાગે બોલ ક્યારેક ઉપર તો ક્યારેક નીચે આવી રહી છે. જેને લઈ બેટર્સ રમવામાં અનુકૂળ નથી લાગી રહ્યા. કેટલીક વાર બોલ રોકાઈને આવે છે, તો ક્યારેક બોલ પેસ સાથે આવે છે. જેને લઈ બેટર્સ માટે અહીંની પીચ પર રમવું અને રન નિકાળવા એ મુશ્કેલ બની ગયું છે. આવી સ્થિતિમાં તાકાતથી રમવાના પ્રયાસમાં હવે બેટર્સના બેટ પણ તૂટી રહ્યા છે.

હવે સ્ટેડિયમ વિશે વાત કરવામાં આવે તો, આઈસીસીએ જ ન્યૂયોર્કમાં સ્ટેડિયમનું નિર્માણ કરાવ્યું છે. જેની પાછળ લગભગ અઢીસો કરોડ રુપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જોકે આ સ્ટેડિયમ અસ્થાયી છે અને તે ટૂર્નામેન્ટ બાદ ડિસ્મેન્ટલ કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં ચાર ડ્રોપ-ઇન પિચોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જે પિચને ઓસ્ટ્રેલિયાના એડિલેડથી મંગાવવામાં આવી હતી. અહીં કોઈ ટીમ 140ની પાર પહોંચી શકી નથી. આ પીચને લઈ શરુઆતથી બબાલ થઈ રહી છે અને આઈસીસી એ આ મામલે મૌન ધારણ કરી રાખ્યું છે.

 

 

આ પણ વાંચો:  આ મહારાણી એક સાથે 100 પગરખાંનો વિદેશમાં આપતા ઓર્ડર, કિંમતી હીરા-મોતી જડેલા સૅન્ડલ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

 

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *