નીરજ ચોપરાએ પોતાનું વચન પૂરું કર્યું, PM મોદીને માતા દ્વારા બનાવેલ ચૂરમા ખવડાવ્યો

નીરજ ચોપરાએ પોતાનું વચન પૂરું કર્યું, PM મોદીને માતા દ્વારા બનાવેલ ચૂરમા ખવડાવ્યો

નીરજ ચોપરાએ પોતાનું વચન પૂરું કર્યું, PM મોદીને માતા દ્વારા બનાવેલ ચૂરમા ખવડાવ્યો

જમૈકાના વડાપ્રધાન એન્ડ્રુ હોલનેસની ભારત મુલાકાત નિમિત્તે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન અનેક મોટી હસ્તીઓ હાજર રહી હતી. આ પ્રસંગે વડાપ્રધાન મોદી ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાને મળ્યા હતા. PM મોદી ઘણા પ્રસંગોએ નીરજ ચોપરા સાથે તેમની માતા દ્વારા બનાવેલા ચુરમા વિશે વાત કરતા જોવા મળ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં જતા પહેલા જ નીરજ ચોપરાએ PM મોદીને વચન આપ્યું હતું કે આ વખતે તેઓ ચૂરમા લાવશે. નીરજ ચોપરાએ હવે પોતાનું વચન પૂરું કર્યું છે.

PM મોદીએ નીરજની માતાનો આભાર માન્યો

આ ભોજન સમારંભ દરમિયાન નીરજ ચોપરાએ પીએમ મોદીને તેમની માતાએ બનાવેલો ચુરમા ખવડાવ્યો હતો. PM મોદીએ હવે નીરજ ચોપરાની માતા સરોજ દેવીનો આભાર વ્યક્ત કરતો પત્ર લખ્યો છે. PM મોદીએ પત્રમાં લખ્યું, આદરણીય સરોજ દેવીજી, નમસ્કાર! આશા છે કે તમે સ્વસ્થ, સલામત અને ખુશ હશો. ગઈ કાલે મને જમૈકાના વડા પ્રધાનની ભારત મુલાકાત પ્રસંગે આયોજિત ભોજન સમારંભમાં ભાઈ નીરજને મળવાનો અવસર મળ્યો. તેમની સાથે ચર્ચા કરતી વખતે તેમણે મને તેમના હાથે બનાવેલો સ્વાદિષ્ટ ચુરમા આપ્યો ત્યારે મારી ખુશીમાં વધુ વધારો થયો.

 

નીરજે PM મોદીને આપેલું વચન પૂરું કર્યું

PM મોદીએ પેરિસ ઓલિમ્પિક પહેલા ખેલાડીઓ સાથે વાત કરી ત્યારે તેમણે નીરજ ચોપરાને પણ ચુરમા માટે પૂછ્યું. PM મોદીએ નીરજ ચોપડાને કહ્યું હતું કે તમારો ચૂરમા હજી આવ્યો નથી, જેના જવાબમાં નીરજ ચોપડાએ કહ્યું હતું કે આ વખતે તેઓ ચોક્કસ ચૂરમા લાવશે. ત્યારે PM મોદીએ કહ્યું હતું કે હું તમારી માતા દ્વારા બનાવેલ ચૂરમા ખાવા માંગુ છું. તમને જણાવી દઈએ કે, વર્ષ 2021માં જ્યારે નીરજ ચોપરાએ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ તમામ ખેલાડીઓને નાસ્તા માટે આમંત્રિત કર્યા હતા, જે દરમિયાન PMએ નીરજ ચોપરાને ખાસ ચુરમા ખવડાવ્યો હતો.

આ પણ વાંચો: દુનિયાની સૌથી સુંદર અને સૌથી અમીર મહિલા ક્રિકેટર T20 વર્લ્ડ કપમાં ધમાલ મચાવવા તૈયાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *