નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યા હાથ, જુઓ વીડિયો

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યા હાથ, જુઓ વીડિયો

નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીએ મિલાવ્યા હાથ, જુઓ વીડિયો

રાજસ્થાનના કોટા મત વિસ્તારમાંથી ચૂંટાયેલા ભાજપના સાંસદ ઓમ બિરલા, સતત બીજી વખત લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી લોકસભામાં સાથે જોવા મળ્યા હતા. બંનેએ એકબીજા સાથે ઉષ્માભેર હાથ પણ મિલાવ્યો હતો. આ પછી બન્નેએ અધ્યક્ષ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલાને અધ્યક્ષની બેઠક સુધી સાથે દોરી ગયા હતા.

હજુ ગઈકાલ મંગળવારે જ વિપક્ષી ગઠબંધને રાહુલ ગાંધીને લોકસભાના વિપક્ષના નેતા તરીકે પસંદ કર્યા છે. વિપક્ષના નેતા તરીકે ગૃહમાં જવાબદારી સંભાળનાર ગાંધી પરિવારમાંથી તેઓ ત્રીજા નેતા છે. આ પહેલા તેમની માતા સોનિયા ગાંધી અને પિતા રાજીવ ગાંધી પણ લોકસભા ગૃહમાં વિપક્ષના નેતા તરીકે રહી ચૂક્યા છે.

રાજસ્થાનના કોટાથી 18મી લોકસભા માટે સતત ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલા, આજે લોકસભાના અધ્યક્ષ તરીકે ધ્વનિમતે ચૂંટાયા છે. તેમણે વિપક્ષી ગઠબંધનના ઉમેદવાર અને કોંગ્રેસના સાંસદ કે સુરેશને ધ્વનિ મતોથી હરાવ્યા હતા. આ પછી વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી અને ગૃહના નેતા તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકબીજા સાથે હાથ મિલાવ્યા હતા. બંને ઓમ બિરલાને આવકારવા માટે સાથે આવ્યા હતા.

વિપક્ષના નેતાનું પદ સંભાળનાર રાહુલ ગાંધી ગાંધી પરિવારના ત્રીજા સભ્ય છે. રાહુલ ગાંધી પહેલા તેમની માતા સોનિયા ગાંધીએ 1999 થી 2004 સુધી લોકસભામાં વિપક્ષી નેતા તરીકે સેવા આપી હતી. આ પહેલા તેમના પિતા રાજીવ ગાંધી પણ 1989 થી 1990 સુધી વિપક્ષના નેતા હતા.

ઓમ બિરલા લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા બાદ વડાપ્રધાન મોદી, વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુ બિરલાને અધ્યક્ષની ખુરશી સુધી દોરી ગયા હતા. ઓમ બિરલાએ લોકસભા સ્પીકર તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ મોદીએ, બિરલાને અભિનંદન આપતાં કહ્યું, “આ સન્માનની વાત છે કે તમે બીજી વખત સ્પીકર તરીકે ચૂંટાયા છો. હું તમને સમગ્ર ગૃહ વતી અભિનંદન આપું છું અને હું આતુર છું. આગામી પાંચ વર્ષ માટે તમારું માર્ગદર્શન.”

રાહુલ ગાંધીએ વિરોધ પક્ષને બોલવા દેવા કહ્યું

તો બીજી બાજુ રાહુલ ગાંધીએ પોતાના સંબોધન દરમિયાન બંધારણ અને અધ્યક્ષને વિપક્ષની તાકાત ગણાવી હતી. અંગ્રેજીમાં આપેલા ભાષણમાં, તેમણે કહ્યું, “હું તમને સમગ્ર વિપક્ષ અને ઈન્ડિ ગઠબંધન વતી અભિનંદન આપું છું. તમે લોકોના અવાજનું માધ્યમ છો. સરકાર પાસે રાજકીય શક્તિ હોઈ શકે છે, પરંતુ વિપક્ષનો પણ અવાજ છે.

 

 

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *