દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં – અમિત શાહ

દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં – અમિત શાહ

દેશ 2026 સુધીમાં નક્સલવાદથી મુક્ત થઈ જશે, લડાઈ અંતિમ તબક્કામાં – અમિત શાહ

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે, આજે સોમવારે ડાબેરી ઉગ્રવાદ (LWE) પ્રભાવિત રાજ્યોમાં સુરક્ષા અને વિકાસની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક બાદ ગૃહમંત્રીએ કહ્યું કે, નક્સલી વિસ્તારમાં અંતિમ પ્રહાર કરવામાં આવશે. માર્ચ 2026 સુધીમાં અમે નક્સલવાદને ખતમ કરી દઈશું.

તેમણે કહ્યું કે, જો વિકાસને છેલ્લી વ્યક્તિ સુધી પહોંચાડવો હશે તો નક્સલવાદને ખતમ કરવો પડશે. LWE સામે લડવા માટે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં કાયદો લાગુ કરવો જરૂરી છે. 30 વર્ષમાં પ્રથમ વખત ડાબેરી ઉગ્રવાદને કારણે માર્યા ગયેલા લોકોની સંખ્યા 100થી ઓછી રહી છે.

નક્સલવાદીઓ સાથે અંતિમ તબક્કામાં લડાઈ

અમિત શાહે કહ્યું કે ડાબેરી ઉગ્રવાદ સામેની લડાઈ હવે અંતિમ તબક્કામાં છે. માર્ચ 2026 સુધીમાં આ દેશ દાયકાઓ જૂની નકસલવાદની સમસ્યામાંથી મુક્ત થઈ જશે. LWEની 85 ટકા કેડર તાકાત છત્તીસગઢ સુધી સીમિત રહી છે. છત્તીસગઢમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 194 નકસલવાદીઓ માર્યા ગયા છે, 801 નકસલવાદીઓએ શસ્ત્રોનો ત્યાગ કરી ચૂક્યા છે અને 742 નક્સલવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે.

અમિત શાહે વધુમાં કહ્યું કે હું ફરીથી નક્સલવાદીઓને અપીલ કરું છું કે તેઓ તેમના હથિયાર છોડી દે અને મુખ્ય પ્રવાહમાં જોડાઈ જાય. અમે રાજ્યોમાં રાજ્ય પોલીસ અને જોઈન્ટ ટાસ્ક ફોર્સની રચના કરી છે. આજે નક્સલવાદી ઓપરેશન માટે12 હેલિકોપ્ટર છે જેમા 6 BSF અને 6 એરફોર્સના જવાનોને બચાવવા માટે તહેનાત છે.

‘છત્તીસગઢના મુખ્યમંત્રીને અભિનંદન’

શાહે કહ્યું કે હું છત્તીસગઢના મુખ્યમંત્રી અને તેમની ટીમને અભિનંદન આપવા માંગુ છું કે ઓગસ્ટથી અત્યાર સુધીમાં લગભગ 194 નક્સલવાદીઓ માર્યા ગયા છે. જે યુવાનો હજુ પણ નક્સલવાદ સાથે જોડાયેલા છે તેઓને હિંસા છોડીને મુખ્ય પ્રવાહમાં આવવા વિનંતી છે. નક્સલવાદથી કોઈને ફાયદો થવાનો નથી. સરકારી ક્ષમતા નિર્માણ માટે સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવશે. સુરક્ષા સંબંધિત ખર્ચ (SRE) યોજનાના બજેટમાં લગભગ 3 ગણો વધારો થયો છે, જે નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં વિકાસ કાર્યો માટેની મુખ્ય યોજના છે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *