દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, જુઓ Video

દેવભૂમિદ્વારકાના ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, 4 કલાકમાં 7.5 ઇંચ વરસાદ, જુઓ Video

લોકો જેની આતુરતાપૂર્વક રાહ જોવાઇ રહ્યા હતા એવા મેઘરાજાએ રાજ્યમાં કડાકાભડાકા સાથે ધમાકેદાર એન્ટ્રી કરી દીધી છે. દેવભૂમી દ્વારકામાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ખંભાળીયામાં 4 કલાકમાં સાડા સાત ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે, તો ભાણવડમાં 2 ઇંચ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે.

ખંભાળિયાના અનેક વિસ્તોરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. તો જોધપુર ગેટ, સ્ટેશન રોડ, બેઠક રોડ સહિતના વિસ્તારોમાં નદીઓ વહેતી થઇ છે. ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છવાયો છે. વિજલપર, કેશોદ, ઠાકર શેરડી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે.

બીજી તરફ પોરબંદરમાં પણ 2 કલાકમાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસતા સર્વત્ર પાણી પાણી જોવા મળ્યું. તો જૂનાગઢમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. તો વલસાડ સહિત ડાંગ પંથકમાં સતત વરસાદી માહોલ જામ્યો છે અને મેઘ મહેરને પગલે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.

 

Related post

T20 WC: પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરે ટીમ ઈન્ડિયા પર બોલ ટેમ્પરિંગનો ગંભીર આરોપ લગાવ્યો

T20 WC: પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટરે ટીમ ઈન્ડિયા પર બોલ…

પાકિસ્તાનના દિગ્ગજ ક્રિકેટર ઈન્ઝમામ ઉલ હકે ટીમ ઈન્ડિયા પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેણે રોહિત શર્મા એન્ડ કંપની પર T20 વર્લ્ડ…
Selling Stakes: અદાણીની કંપનીમાં માલિકો વેચી રહ્યા છે હિસ્સો, શેરના ભાવ ધોવાયા, 102 રૂપિયા પર આવ્યો શેર

Selling Stakes: અદાણીની કંપનીમાં માલિકો વેચી રહ્યા છે હિસ્સો,…

અદાણી ગ્રુપની સિમેન્ટ કંપની સાંઘી ઈન્ડસ્ટ્રીઝે મોટી જાહેરાત કરી છે. સાંઘી ઇન્ડસ્ટ્રીઝે જણાવ્યું હતું કે તેના પ્રમોટર્સ અંબુજા સિમેન્ટ્સ અને રવિ…
Delhi Liquor Scam: CM કેજરીવાલની CBIએ તિહાર જેલમાંથી કરી ધરપકડ, આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં જામીન પર થશે સુનાવણી

Delhi Liquor Scam: CM કેજરીવાલની CBIએ તિહાર જેલમાંથી કરી…

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ મંગળવારે રાત્રે તિહાર જેલમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પૂછપરછ કરી અને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *