દૂધ પર લાગશે એકસમાન ટેક્સ, રેલવે પ્લેટફોર્મ ટિકિટ થશે સસ્તી, GST કાઉન્સિલની બેઠકમાં મોટી જાહેરાત

દૂધ પર લાગશે એકસમાન ટેક્સ, રેલવે પ્લેટફોર્મ ટિકિટ થશે સસ્તી, GST કાઉન્સિલની બેઠકમાં મોટી જાહેરાત

દૂધ પર લાગશે એકસમાન ટેક્સ, રેલવે પ્લેટફોર્મ ટિકિટ થશે સસ્તી, GST કાઉન્સિલની બેઠકમાં મોટી જાહેરાત

વર્ષની પ્રથમ GST કાઉન્સિલની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાણાં પ્રધાનો પણ સામેલ થયા હતા. નાણામંત્રીએ મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી અને કહ્યું હતું કે GST કાઉન્સિલે GST કાયદાની કલમ 73 હેઠળ જારી કરાયેલ ડિમાન્ડ નોટિસ પર વ્યાજ અને દંડ માફ કરવાની ભલામણ કરી છે.

દૂધ પર એકસમાન ટેક્સ લાગશે

ભારતીય રેલવે દ્વારા પ્લેટફોર્મ ટિકિટ જેવી સેવાઓને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે. નાણામંત્રીએ કહ્યું કે GST કાઉન્સિલે તમામ દૂધના ડબ્બાઓ પર 12 ટકાના એકસમાન દરની ભલામણ કરી છે. કાઉન્સિલે ટેક્સ ડિમાન્ડ નોટિસ પર પેનલ્ટી પર વ્યાજ માફ કરવાની ભલામણ કરી છે. GST કાઉન્સિલે ટેક્સ અધિકારીઓ દ્વારા અપીલ ટ્રિબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરવા માટે રૂ. 20 લાખની મર્યાદાની ભલામણ કરી છે. જેમાં હાઈકોર્ટ માટે 1 કરોડ અને સુપ્રીમ કોર્ટ માટે 2 કરોડ રૂપિયાની મર્યાદા નક્કી કરવામાં આવી છે. GST કાઉન્સિલે શૈક્ષણિક સંસ્થાઓની બહાર હોસ્ટેલ આવાસ દ્વારા મેળવેલી આવક પર વ્યક્તિ દીઠ 20,000 રૂપિયાની છૂટ આપી છે.

ફેર્ટીલાઇઝર પર પણ રાહતના સંકેતો

આંધ્ર પ્રદેશના નાણા પ્રધાન પી કેશવે શનિવારે જણાવ્યું હતું કે GST ફેર્ટીલાઇઝર સેક્ટરને વર્તમાન 5 ટકા GSTમાંથી મુક્તિ આપવા માટે મંત્રી જૂથને ભલામણ મોકલી છે. હવે કાઉન્સિલ આ મુદ્દા પર વિચાર કરશે. કાઉન્સિલે ફેર્ટીલાઇઝર ઉત્પાદક કંપનીઓ અને ખેડૂતોના હિતમાં પોષક તત્ત્વો અને કાચા માલ પર GST ઘટાડવાની ચર્ચા કરી હતી. ફેબ્રુઆરીમાં કેમિકલ અને ફર્ટિલાઇઝર્સ પરની સ્ટેન્ડિંગ કમિટીએ આ ભલામણ કરી હતી.

હાલમાં, ખાતરો પર 5 ટકાના દરે GST વસૂલવામાં આવે છે, જ્યારે સલ્ફ્યુરિક એસિડ અને એમોનિયા જેવા કાચા માલ પર 18 ટકાનો GST દર છે. GST કાઉન્સિલની 53મી બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કેશવે જણાવ્યું હતું કે ખાતરો પર GST દર ઘટાડવાનો પ્રસ્તાવ મંત્રી જૂથ (GoM)ને મોકલવામાં આવ્યો છે. સપ્ટેમ્બર 2021 અને જૂન 2022માં આયોજિત 45મી અને 47મી બેઠકમાં ખાતર પરના ટેક્સમાં ઘટાડો કરવાનો મુદ્દો GST કાઉન્સિલ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. જોકે, તે સમયે કાઉન્સિલે દરોમાં કોઈ ફેરફારની ભલામણ કરી ન હતી. GST કાઉન્સિલની બેઠક આઠ મહિના બાદ શનિવારે મળી હતી. કાઉન્સિલની છેલ્લી બેઠક 7 ઓક્ટોબર, 2023ના રોજ મળી હતી.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *