ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ ઈટાલીનો પ્રથમ વિદેશ પ્રવાસ કરશે PM મોદી, G-7 સમિટમાં ભાગ લેશે, મેલોનીને મળશે

ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ ઈટાલીનો પ્રથમ વિદેશ પ્રવાસ કરશે PM મોદી, G-7 સમિટમાં ભાગ લેશે, મેલોનીને મળશે

ત્રીજીવાર વડાપ્રધાન બન્યા બાદ ઈટાલીનો પ્રથમ વિદેશ પ્રવાસ કરશે PM મોદી, G-7 સમિટમાં ભાગ લેશે, મેલોનીને મળશે

નરેન્દ્ર મોદી સતત ત્રીજી વાર વડાપ્રધાન બન્યા બાદ, ઈટાલીનો સૌ પ્રથમ વિદેશ પ્રવાસ કરવા જઈ રહ્યા છે. વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ, આજે બુધવારે જણાવ્યું હતું કે, ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50મી G-7 સમિટમાં ભાગ લેવા, આવતીકાલ ગુરુવારે ઇટાલીના અપુલિયા ખાતે જશે.

ઈટાલીના અપુલિયામાં G-7 સમિટનું આયોજન

50મી G-7 શિખર સંમેલન આ વખતે 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીના અપુલિયામાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયા ખાતે યોજાશે. ભારતને આઉટરીચ કન્ટ્રી તરીકે આ સમિટમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

જ્યોર્જિયા મેલોની સાથે વાત કરી શકે છે પીએમ મોદી

વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રાએ વધુમાં જણાવ્યું હતું કે, પીએમના ત્રીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી તેમના ઈટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. મીટિંગમાં, બંને વડા પ્રધાનો દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર સ્તરની સમીક્ષા કરશે અને આગળના પગલાઓ માટે દિશા પ્રદાન કરશે તેવી અપેક્ષા છે.”

G-7 એ સાત અદ્યતન અર્થતંત્રોનો સમૂહ છે

રશિયા યુક્રેન યુદ્ધ અને ગાઝા સંઘર્ષનો મુદ્દો બેઠકમાં મહત્વનો રહેવાની ધારણા છે. G7 એ વિશ્વની સાત આધુનિક અર્થવ્યવસ્થા ધરાવતા દેશનો સમૂહ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે.

બાઈડન, મેક્રોન, કિશિદા, ટ્રુડો પણ રહેશે હાજર

G7 શિખર સંમેલનમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બાઈડન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો સમાવેશ થાય છે.

Related post

ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત 500 મકાન ખાલી કરવાના નિર્ણય સામે સ્થાનિકોમાં રોષ, જુઓ વીડિયો

ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરીત 500 મકાન ખાલી…

ભરૂચ : ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તગતના નર્મદા એપાર્ટમેન્ટ અને અન્ય 500 જર્જરીત મકાન જોખમી હોવાથી પાણી,ગટર અને વીજળી કનેકશન કાપી મકાન…
ખુશખબર… લગ્નના 6 વર્ષ પછી પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીના ઘરે પારણું બંધાશે, બનશે માતા-પિતા

ખુશખબર… લગ્નના 6 વર્ષ પછી પ્રિન્સ નરુલા અને યુવિકા…

પ્રિન્સ નરુલાએ તેના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પર એક પોસ્ટ દ્વારા જાહેરાત કરી છે કે તે ટૂંક સમયમાં પિતા બનવા જઈ રહ્યો છે.…
હવે અંગ્રેજ કરવા લાગ્યા વાહ વાહી! પૂર્વ કેપ્ટનનો દાવો-રોહિત શર્માએ ટીમ ઈન્ડિયાની બદલી માનસિકતા

હવે અંગ્રેજ કરવા લાગ્યા વાહ વાહી! પૂર્વ કેપ્ટનનો દાવો-રોહિત…

રોહિત શર્માની બેટિંગના વખાણ કરતા અંગ્રેજો પણ થાકી રહ્યા નથી. હવે ઈંગ્લેન્ડથી ભારતીય સુકાની રોહિત શર્માની વાહ વાહી થઈ રહી હોવાના…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *