તમે તમારા IRCTC એકાઉન્ટથી સગા-સંબંધીની ટિકિટ કરો છો બુક, તો જેલ થશે ? IRCTC એ સાચું કારણ જણાવ્યું

તમે તમારા IRCTC એકાઉન્ટથી સગા-સંબંધીની ટિકિટ કરો છો બુક, તો જેલ થશે ? IRCTC એ સાચું કારણ જણાવ્યું

તમે તમારા IRCTC એકાઉન્ટથી સગા-સંબંધીની ટિકિટ કરો છો બુક, તો જેલ થશે ? IRCTC એ સાચું કારણ જણાવ્યું

ભારતીય રેલવે દ્વારા દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. જેમાંથી મોટાભાગના લોકો સ્ટેશન પરથી ઓનલાઈન ટિકિટ બુક કરાવવાને બદલે IRCTC વેબસાઈટ, મોબાઈલ એપ અથવા થર્ડ પાર્ટી સાઈટ પરથી ટિકિટ બુક કરવાનું પસંદ કરે છે.

લોકો તેમના પોતાના IRCTC ID નો ઉપયોગ કરીને તેમના મિત્રો અને સંબંધીઓ માટે ટિકિટ બુક કરાવે છે. પરંતુ જો તમે તમારા ખાતામાંથી કોઈ બીજાની ટિકિટ બુક કરાવો છો તો શું તમે જેલમાં જઈ શકો છો? જો તમારા મનમાં પણ આ જ પ્રશ્ન છે, તો ચાલો જાણીએ IRCTC આ અંગે શું કહે છે.

શું છે મામલો?

તાજેતરમાં એવી અફવા હતી કે જો તમે તમારા IRCTC એકાઉન્ટમાંથી અન્ય લોકો માટે ટિકિટ બુક કરાવો છો, તો તમને જેલની સજા થઈ શકે છે. હવે ઓનલાઈન રેલ ટિકિટ બુકિંગ પ્લેટફોર્મ IRCTCએ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સમાચારને પાયાવિહોણા અને ભ્રામક ગણાવ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે અલગ-અલગ અટકના કારણે ઈ-ટિકિટ બુક કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. IRCTCએ આવા ખોટા સમાચાર ફેલાવવાથી બચવાની સલાહ આપી છે. તેના સ્પષ્ટીકરણમાં, IRCTCએ કહ્યું, તેની સાઇટ પર ટિકિટ બુકિંગ રેલવે બોર્ડની માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે.

IRCTCએ સ્પષ્ટતા આપી

આવી પોસ્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈની અટક અલગ છે, તો તે IRCTC વેબસાઇટ પર અલગ અટક ધરાવતા વ્યક્તિ માટે તેના ટિકિટ બુકિંગ એકાઉન્ટમાંથી ટિકિટ બુક કરી શકશે નહીં અથવા એપ્લિકેશન અને અન્ય અટક સાથે ટિકિટ બુક કરાવવા પર પણ સજા થઈ શકે છે. આ સમાચાર વાયરલ થયા પછી IRCTCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું.

(Credit Source : @IRCTCofficial)

શું અન્ય લોકો માટે ટિકિટ બુક કરી શકો છો?

IRCTCએ તેની પોસ્ટમાં જણાવ્યું છે કે, કોઈપણ વ્યક્તિ તેના યુઝર આઈડીથી તેના મિત્રો, પરિવારના સભ્યો અને સંબંધીઓ માટે ટિકિટ બુક કરાવી શકે છે. દર મહિને યૂઝર 12 ટિકિટ બુક કરી શકે છે. જો યુઝર તેની ઓળખ આધાર દ્વારા વેરિફાઈડ સાબિત કરે છે, તો તે દર મહિને 24 ટિકિટ બુક કરી શકશે. માત્ર IRCTC જ નહીં, ભારતીય રેલવેના પ્રવક્તાએ પણ ટ્વિટર પર પોતાની પોસ્ટમાં આ સમાચારને ભ્રામક ગણાવ્યા છે.

(Credit Source : @SpokespersonIR)

આ કામ અંગે કાર્યવાહી કરવામાં આવશે

IRCTCએ કહ્યું કે પર્સનલ યુઝર આઈડી દ્વારા બુક કરવામાં આવેલી ટિકિટને કોમર્શિયલ રીતે વેચી શકાતી નથી અને આમ કરવું ગુનો છે. જો આમ કરતા જોવા મળે તો રેલવે એક્ટ, 1989ની કલમ 143 હેઠળ કડક કાર્યવાહીની જોગવાઈ છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *