ટ્રેનમાં ફર્સ્ટ AC અને થર્ડ AC વચ્ચે શું છે તફાવત ? જાણો બંનેમાં કેવી મળે છે સુવિધાઓ

ટ્રેનમાં ફર્સ્ટ AC અને થર્ડ AC વચ્ચે શું છે તફાવત ? જાણો બંનેમાં કેવી મળે છે સુવિધાઓ

ટ્રેનમાં ફર્સ્ટ AC અને થર્ડ AC વચ્ચે શું છે તફાવત ? જાણો બંનેમાં કેવી મળે છે સુવિધાઓ

ભારતીય રેલવે દ્વારા દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે. લાંબી મુસાફરી માટે લોકો ટ્રેનને વધુ પસંદ કરતા હોય છે. ટ્રેનમાં મુસાફરી કરતા મોટાભાગના લોકો જાણતા જ હશે કે ટ્રેન મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચાયેલી હોય છે. જેમાં પહેલો ભાગ જનરલ કમ્પાર્ટમેન્ટનો હોય છે, પછી સ્લીપર આવે છે, પછી એસી આવે છે. એસી કમ્પાર્ટમેન્ટનું ભાડું સૌથી વધારે હોય છે.

ACમાં ત્રણ પ્રકારના કમ્પાર્ટમેન્ટ હોય છે. જેમાં ફર્સ્ટ એસી, સેકન્ડ એસી અને થર્ડ એસીનો સમાવેશ થાય છે. જો આપણે એસી કોચમાં મુસાફરી કરવાની વાત કરીએ તો સૌથી વધુ ટિકિટ ફર્સ્ટ એસી કોચની હોય છે અને સૌથી ઓછી કિંમત થર્ડ એસી ટિકિટની છે. ફર્સ્ટ એસી અને થર્ડ એસી વચ્ચે શું તફાવત છે, બંનેમાં કઈ કઈ સુવિધાઓ મળે છે ? તેના વિશે આ લેખમાં જાણીશું.

થર્ડ એસીમાં મળે છે આ સુવિધાઓ

થર્ડ એસીમાં તમને ઘણી સુવિધાઓ મળતી નથી. જો કે, તમને તેમાં સ્લીપર કરતાં વધુ સુવિધાઓ મળે છે. જો તમે થર્ડ એસીમાં મુસાફરી કરો છો. તો તમને ચાદર, ઓશીકું અને ધાબળો આપવામાં આવે છે. જે સ્લીપરમાં મળતું નથી. જો આપણે થર્ડ એસી સીટ વિશે વાત કરીએ, તો સ્લીપરની જેમ તેમાં ત્રણ સીટ એકબીજાની સામે અને બે સીટ બાજુની સાઈડ હોય છે. જો આપણે તેના ભાડા વિશે વાત કરીએ તો, તે સ્લીપર કરતાં તે ઘણું મોંઘું છે. થર્ડ એસી માટે તમારે સ્લીપર કરતાં લગભગ ડબલ ભાડું ચુકવવું પડે છે.

ફર્સ્ટ એસીમાં આ સુવિધાઓ મળે છે

ફર્સ્ટ એસી ટ્રેનનો સૌથી પ્રીમિયમ કોચ છે. આમાં તમને સંપૂર્ણપણે લક્ઝરી ફીલ આવે છે. ફર્સ્ટ એસી કોચમાં સાઇડ સીટ નથી હોતી. તેમાં માત્ર પાંચ કેબિન અને ત્રણ કૂપ હોય છે. એક કેબિનમાં બે બર્થ અને બે સીટ એકબીજાની સામે હોય છે. તેથી એક કમ્પાર્ટમેન્ટમાં માત્ર બે જ બર્થ હોય છે. ફર્સ્ટ એસીમાં ઘણા ઓછા લોકો હોય છે, તેથી તમને શાંતિનો અનુભવ થાય છે.

ફર્સ્ટ એસી કોચમાં તમને ચા, કોફી, નાસ્તો અને ડિનર આપવામાં આવે છે, આ બધું ફ્રીમાં આપવામાં આવે છે. કોચની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેના ભાડાની વાત કરીએ તો, તમારે ફર્સ્ટ એસી માટે થર્ડ એસી કરતા દોઢ ગણું વધારે ચૂકવવું પડે છે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *