ટીમ ઈન્ડિયાએ PM મોદી સાથે મુલાકાત કરી, ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા વડાપ્રધાન જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાએ PM મોદી સાથે મુલાકાત કરી, ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા વડાપ્રધાન જુઓ વીડિયો

ટીમ ઈન્ડિયાએ PM મોદી સાથે મુલાકાત કરી, ખેલાડીઓ સાથે વાતચીત કરતા જોવા મળ્યા વડાપ્રધાન જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમ ટી20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીતી બાર્બાડોસથી વતન પરત ફરી છે. ભારતીય ટીમ આજે વહેલી સવારે દિલ્હી પહોંચી છે. ત્યારબાદ દિલ્હી એરપોર્ટથી આઈટીસી મૌર્ય હોટલ પહોંચી હતી. ત્યારબાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જેનો વીડિયો હાલ સામે આવ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ટીમ ઈન્ડિયાની મુલાકાત પૂર્ણ થઈ ચુકી છે. આ મુલાકાત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પીએમ આવાસથી હવે મુંબઈ રવાના થશે. જ્યાં સાંજે વિક્ટ્રી પરેડમાં ટીમ ઈન્ડિયા ભાગ લેશે.

 

આજનું ભારતીય ટીમનું શેડ્યૂલ

  • સવારે 6.20 વાગ્યે નવી દિલ્હી પહોંચી
  • સવારે 11 વાગે પીએમ નરેન્દ્ર મોદીને મળશે.
  • સાંજે 4 વાગ્યે મુંબઈ પહોંચશે.
  • ખુલ્લી બસમાં પરેડ સાંજે 5 થી 7 સુધી ચાલશે.
  • સાંજે 7.30 વાગ્યા સુધી વાનખેડેમાં સન્માન કાર્યક્રમ યોજાશે
  • આ કાર્યક્રમમાં ટીમને 125 કરોડ રૂપિયા મળશે.
  • આ પછી ખેલાડીઓ પોતપોતાની હોટેલો માટે રવાના થશે.

 

ટીમ ઈન્ડિયાએ પીએમ મોદી સાથે મુલાકાત કરી

 

 

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ ખેલાડીઓ સાથે બેસીને પણ વાત કરી હતી. તમને જણાવી દઈએ કે, આજે વહેલી સવારે ટીમ ઈન્ડિયા ભારત પહોંચી છે. બાર્બાડોસમાં 3 દિવસ સુધી વાવાઝોડાને કારણે ફસાઈ ગઈ હતી.પીએમ મોદી ભારતીય ખેલાડીઓ સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. તેમજ ભારતીય ખેલાડીઓ તેમના અનુભવો શેર કરતા જોવા મળે છે.

ખેલાડીઓએ તેમના અનુભવો શેર કર્યા

પીએમ મોદી ભારતીય ખેલાડીઓ સાથે વાતો કરતા જોવા મળ્યા હતા. તેમજ ભારતીય ખેલાડીઓ તેમના અનુભવો શેર કરતા જોવા મળે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતમાં ભારતીય ટીમની સાથે બીસીસીઆઈ સચિવ જય શાહ અને બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્ની પણ હાજર રહ્યા હતા.

 

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *