ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે ODI સિરીઝ જીતી, સ્મૃતિ મંધાના-હરમનપ્રીત કૌર બાદ પૂજા વસ્ત્રાકરે કર્યો કમાલ

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે ODI સિરીઝ જીતી, સ્મૃતિ મંધાના-હરમનપ્રીત કૌર બાદ પૂજા વસ્ત્રાકરે કર્યો કમાલ

ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે ODI સિરીઝ જીતી, સ્મૃતિ મંધાના-હરમનપ્રીત કૌર બાદ પૂજા વસ્ત્રાકરે કર્યો કમાલ

જો કોઈ ટીમ વનડે મેચમાં 325 રનનો જંગી સ્કોર કરે છે તો માનવામાં આવે છે કે તે સરળતાથી જીતી જશે, પરંતુ ટીમ ઈન્ડિયા સાથે આવું થયું નથી. ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામે બીજી વનડે જીતી હતી, પરંતુ આ માટે તેમને ઘણી મહેનત કરવી પડી હતી. બેંગલુરુમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો માત્ર 4 રનથી વિજય થયો હતો. દક્ષિણ આફ્રિકાની ટીમે લક્ષ્યનો પીછો કરતા 321 રન બનાવ્યા હતા. એક સમય એવો હતો કે જ્યારે દક્ષિણ આફ્રિકા આસાનીથી જીતી જશે તેવું લાગતું હતું પરંતુ છેલ્લી ઓવરમાં પૂજા વસ્ત્રાકરે 2 વિકેટ લઈને ટીમ ઈન્ડિયા માટે મેચ જીતી લીધી હતી.

પૂજા વસ્ત્રાકરનો ચમત્કાર

પૂજા વસ્ત્રાકરને છેલ્લી ઓવરમાં માત્ર 11 રન બચાવવા પડ્યા હતા. ડી ક્લાર્કે પણ તેના બીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો પરંતુ તેના પછીના બે બોલ પર વસ્ત્રાકરે કમાલ કરી હતી. વસ્ત્રાકરે ત્રીજા બોલ પર ડી ક્લાર્કને આઉટ કર્યા બાદ તેના પછીના જ બોલ પર શાંગાસેની વિકેટ પણ લીધી. વસ્ત્રાકરે છેલ્લા બે બોલ પર માત્ર એક રન આપ્યા અને ટીમ ઈન્ડિયાએ રોમાંચક રીતે મેચ અને શ્રેણી જીતી લીધી.

 

મંધાના-હરમનપ્રીતે સદી ફટકારી

ટીમ ઈન્ડિયાની જીતમાં સ્મૃતિ મંધાના અને હરમનપ્રીત કૌરનું મહત્વનું યોગદાન હતું, બંનેએ શાનદાર સદી ફટકારી હતી. મંધાનાએ 120 બોલમાં 136 રન બનાવ્યા હતા. જ્યારે હરમનપ્રીત કૌરે 88 બોલમાં અણનમ 103 રન બનાવ્યા હતા. મંધાનાએ સતત બીજી ODI સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. આ સિદ્ધિ મેળવનારી તે પ્રથમ ભારતીય ખેલાડી બની હતી. હરમનપ્રીત કૌરે પણ પોતાની કારકિર્દીની છઠ્ઠી ODI સદી ફટકારી હતી.

 

એક મેચમાં 4 સદી

ભારત-દક્ષિણ આફ્રિકા મેચમાં કુલ 4 સદી ફટકારવામાં આવી હતી, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. મહિલા વનડે ક્રિકેટમાં પ્રથમ વખત એક મેચમાં ચાર સદી ફટકારવામાં આવી છે. દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન લૌરા વૂલવર્થે 135 રનની ઈનિંગ રમી હતી. મેરિજેન કેપે પણ 114 રન બનાવ્યા હતા. જો કે આ સદીઓ છતાં તે પોતાની ટીમને હારથી ન બચાવી શક્યા.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપમાંથી બહાર થતાં જ કેન વિલિયમસને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નકારી કાઢ્યો, ન્યુઝીલેન્ડની કેપ્ટન્સી પણ છોડશે

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *