જો પેનલટીમાં આવેલા 5 રન ભારતના ખાતામાં ન આવ્યા હોત તો શું ટીમ ઈન્ડિયાની હાર પાક્કી હતી

જો પેનલટીમાં આવેલા 5 રન ભારતના ખાતામાં ન આવ્યા હોત તો શું ટીમ ઈન્ડિયાની હાર પાક્કી હતી

જો પેનલટીમાં આવેલા 5 રન ભારતના ખાતામાં ન આવ્યા હોત તો શું ટીમ ઈન્ડિયાની હાર પાક્કી હતી

ટી20 વર્લ્ડકપ 2024ની 25મી મેચ અમેરિકા અને ભારતની ટીમ વચ્ચે રમાઈ હતી. બંન્ને ટીમ ન્યુયોર્કના નસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આમને-સામને હતી. આ મેચમાં આઈસીસીના એક નિયમને લઈ અમેરિકાની ટીમને મોટું નુકસાન થયું છે. તો અમેરિકાની ટીમની ભૂલને કારણે ભારતીય ટીમને ફાયદો થયો છે.ટીમ ઈન્ડિયાએ 12 જૂન, બુધવારના રોજ નાસાઉ કાઉન્ટીમાં ગ્રુપ Aની ત્રીજી મેચમાં યજમાન અમેરિકાને 7 વિકેટે હરાવ્યું હતું.

 

આઈસીસીના આ નિયમનો શિકાર બની અમેરિકાની ટીમ

ટીમ ઈન્ડિયાની ઈનિગ્સની 15મી ઓવર બાદ અમ્પાયરે અમેરિકાની ટીમ પર 5 રનની પેનલટી લગાવી હતી. અમેરિકાની ટીમ વિરુદ્ધ આ નિર્ણય સ્ટોપ ક્લોક નિયમ હેઠળ લગાવવામાં આવ્યો છે. આ નિયમ હેઠળ જો બોલિંગ કરનારી ટીમ છેલ્લી ઓવરમાં 60 સેકન્ડની અંદર ઓવર નાંખવા તૈયાર થઈ ન હતી, આ ઈનિગ્સમાં ત્રીજી વખત આવું થતા 5 રનનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અમ્પાયરે યુએસએની ટીમને પણ બે વખત વોર્નિંગ આપી હતી અને ત્યારબાદ આ એક્શન લીધું હતુ.

ભારતને જીતવા માટે માત્ર 30 રનની જરુર હતી. તેમણે 30 બોલમાં બનાવવાના હતા. ભારતીય ટીમે 10 બોલ બાકી રહેતા 7 વિકેટથી મેચ જીતી લીધી હતી. એટલે કે, અમેરિકાની ટીમે પણ જીત માટે સારી એવી મહેનત કરી હતી અંતે પેનલ્ટીના 5 રન તેના માટે હારનું કારણ બન્યા હતા.

બેટિંગ કરનારી ટીમને થયો ફાયદો

સ્ટોપ ક્લોકના નિયમ હેઠળ બેટિંગ કરનારી ટીમને ફાયદો થાય છે. જો કોઈ ટીમ છેલ્લી ઓવર પુરી થયા પછી આગલી ઓવર નાખવામાં બે વખત વધુ 60 સેકન્ડ લે છે, તો બેટિંગ કરનાર ટીમને 5 રન આપવામાં આવે છે, આપણે જોયું છે અનેક વખત કે, મેચ જીતવા માટે 1 રન પણ જરુરી હોય છે. ત્યારે આ 5 રન બેટિંગ કરનારી ટીમ માટે ખુબ ઓછા આવે છે. તમને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયાને છેલ્લી 5 ઓવરમાં જીતવા માટે 35 રનની જરુર હતી. ત્યારે તેમને આ 5 રન આપ્યા હતા. જે છેલ્લા સમયે ટીમ ઈન્ડિયા માટે ખુબ કામ આવ્યા હતા.

T20 વર્લ્ડ કપ 2024માં માત્ર 2 ટીમો સુપર-8 રાઉન્ડ માટે ક્વોલિફાય થઈ છે, જેમાં પહેલા ઓસ્ટ્રેલિયાએ સ્થાન મેળવ્યું હતું અને પછી ટીમ ઈન્ડિયા પણ પહોંચી હતી. યોગાનુયોગ, આ બંને ટીમો સુપર-8 રાઉન્ડમાં એક જ ગ્રુપમાં છે અને એકબીજા સાથે ટકરાશે.

આ પણ વાંચો : IND vs USA: અર્શદીપ-સૂર્યકુમાર યાદવના દમ પર ટીમ ઈન્ડિયાનો વિજય, ગર્વ સાથે સુપર-8માં પ્રવેશ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *