જો તમે એક ફોનમાં 2 સિમ કાર્ડ વાપરો છો તો હવે તમારે ચૂકવવો પડશે વધારાનો ચાર્જ ! જાણો TRAI નો નવો પ્લાન

જો તમે એક ફોનમાં 2 સિમ કાર્ડ વાપરો છો તો હવે તમારે ચૂકવવો પડશે વધારાનો ચાર્જ ! જાણો TRAI નો નવો પ્લાન

જો તમે એક ફોનમાં 2 સિમ કાર્ડ વાપરો છો તો હવે તમારે ચૂકવવો પડશે વધારાનો ચાર્જ ! જાણો TRAI નો નવો પ્લાન

જો તમે તમારા મોબાઈલ ફોનમાં 2 સિમ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તેનો મતલબ છે કે એક કાર્ડનું તમે રોજ વપરાશ કરો છો જ્યારે બીજા કાર્ડનો ઉપયોગ પ્રસંગોપાત કરી રહ્યાં છો. એટલે કે બીજુ સિમ કાર્ડ નિષ્ક્રિય મોડમાં રહેતું હોય છે, તો હવે તમારે આવા સિમ કાર્ડ પર વધારાનો ચાર્જ ચૂકવવો પડી શકે છે. આ ચાર્જ પ્રતિ મહિને અથવા તો વાર્ષિક ધોરણે લઈ શકાય છે. ટ્રાઈએ મોબાઈલ ફોન અથવા લેન્ડલાઈન નંબર માટે મોબાઈલ ઓપરેટરો પાસેથી નંબર માટેનો ચાર્જ લેવાની યોજના બનાવી છે. આવી સ્થિતિમાં, મોબાઇલ ઓપરેટર્સ આ ચાર્જ વપરાશકર્તાઓ પાસેથી વસૂલ કરી શકે છે.

ટેલિકોમ કંપનીઓ પાસેથી વસુલાઈ શકે છે ચાર્જ

ટ્રાઈના જણાવ્યા અનુસાર, મોબાઈલ ઓપરેટર્સ કંપની તેમના યુઝર બેઝ ગુમાવવાના ડરને કારણે, લાંબા સમયથી એક્ટિવ મોડમાં ન હોય તેવા સિમ કાર્ડને બંધ નથી કરી રહ્યાં. જ્યારે નિયમો અનુસાર, જો સિમ કાર્ડ લાંબા સમય સુધી રિચાર્જ ન થાય તો તેને બ્લેકલિસ્ટ કરવાની જોગવાઈ છે. આવી સ્થિતિમાં, TRAI દ્વારા મોબાઇલ ઓપરેટરો પર દંડ ફટકારવાની યોજના બનાવવામાં આવી છે. જેનો બોજો ટેલિકોમ કંપનીઓ સામાન્ય વપરાશકર્તાઓ ઉપર ઢોળી શકે છે.

શા માટે ચાર્જ વસૂલવામાં આવે છે ?

મીડિયા રિપોર્ટ અનુસાર, દેશ મોબાઈલ નંબરની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે મોટાભાગના મોબાઇલ વપરાશકર્તાઓ તેમના સ્માર્ટફોનમાં બે સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. આમાં, એક સિમ કાર્ડ સક્રિય મોડમાં રહેતું હોય છે, જ્યારે બીજા સિમ કાર્ડનો ઉપયોગ ખૂબ મર્યાદિત રહેતો હોય છે. અથવા તો નિષ્ક્રિય રહેતુ હોય છે. ઉપરાંત, કેટલાક વપરાશકર્તાઓ એક કરતાં વધુ મોબાઇલ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં હવે મોબાઈલ નંબર ઉપર ચાર્જ વસૂલવાની યોજના ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવી છે.

2 કરોડથી વધુ મોબાઈલ નંબર નિષ્ક્રિય

ટ્રાઈના અહેવાલ અનુસાર, ભારતમાં હાલ 219.14 મિલિયનથી વધુ મોબાઈલ નંબર બ્લેકલિસ્ટિંગ કેટેગરીમાં આવે તેવી સ્થિતિમાં છે. આ એવા મોબાઈલ નંબર છે જે ઘણા લાંબા સમયથી એક્ટિવ નથી. આવા નંબરો કુલ મોબાઈલ નંબરના લગભગ 19 ટકા જેટલા થાય છે. જે એક મોટી સમસ્યા છે કારણ કે બીજાને આ નંબરો ફાળવી શકાતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે મોબાઈલ નંબર સ્પેસિંગ પર સરકારનો અધિકાર છે. સરકાર પોતે મોબાઈલ ઓપરેટરને મોબાઈલ નંબરની સીરીઝ ઈશ્યુ કરે છે. ટ્રાઈનું કહેવું છે કે મોબાઈલ નંબર મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં તેનો યોગ્ય ઉપયોગ થવો જોઈએ.

આ દેશમાં મોબાઈલ નંબર માટે વસૂલાય છે દર

ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, બેલ્જિયમ, ફિનલેન્ડ, યુકે, લિથુઆનિયા, ગ્રીસ, હોંગકોંગ, બલ્ગેરિયા, કુવૈત, નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ, પોલેન્ડ, નાઈજીરિયા, દક્ષિણ આફ્રિકા અને ડેનમાર્ક જેવા દેશોની ટેલિકોમ કંપનીઓ મોબાઈલ નંબર માટે ચાર્જ વસુલે છે.

પ્રીમિયમ નંબરોની કરાશે હરાજી

આ સિવાય પ્રીમિયમ મોબાઈલ નંબર 50 હજાર રૂપિયા સુધીની હરાજીમાં મૂકી શકાય છે. ઓટો ઈન્ડસ્ટ્રીમાં જેમ આરટીઓ રજીસ્ટ્રેશન નંબરની હરાજી થાય છે તેવી જ રીતે ટેલિકોમ ક્ષેત્રમાં પણ પ્રીમિયમ નંબરોની હરાજી કરી શકાશે. આવી પ્રીમિયમ નંબરોની હરાજીમાં ટેલિકોમ કંપનીઓ, તેમના ગ્રાહકને 100 થી 300 નંબર પસંદ કરવાનો વિકલ્પ આપી શકે છે.

 

Related post

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને આખા મહિના માટે મૂવીઝનો માણો આનંદ, DTHનું રિચાર્જ ભૂલી જશો

Viનો સૌથી સસ્તો પ્લાન, 95 રૂપિયામાં ફ્રી ડેટા અને…

જો મોબાઈલ રિચાર્જની વાત કરીએ તો Jioથી Airtel અને Vodafone-Ideaના રિચાર્જ પ્લાન મોંઘા થઈ ગયા છે. કોઈપણ ટેલિકોમ ઓપરેટરનો સૌથી સસ્તો…
Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *