જમ્મુ ક્ષેત્રના રિયાસી, કઠુઆ અને ડોડાના આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી, ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી મળ્યાં પુરાવા

જમ્મુ ક્ષેત્રના રિયાસી, કઠુઆ અને ડોડાના આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી, ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી મળ્યાં પુરાવા

જમ્મુ ક્ષેત્રના રિયાસી, કઠુઆ અને ડોડાના આતંકી હુમલામાં પાકિસ્તાનની સંડોવણી, ઠાર મરાયેલા આતંકીઓ પાસેથી મળ્યાં પુરાવા

રિયાસી, કઠુઆ અને ડોડા… જમ્મુ ક્ષેત્રના આ ત્રણેય વિસ્તારો જ્યાં આતંકવાદીઓએ ફરી એકવાર તેમની ગોળીઓથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. કાશ્મીરમાં શાંતિ ડહોળવાના ષડયંત્રને નિષ્ફળતા મળતી જોઈને આતંકવાદીઓએ કાશ્મીરને બદલે જમ્મુ ક્ષેત્રને નિશાન બનાવ્યું. દિવસમાં આતંકવાદીઓએ 4 હુમલા કર્યાં છે. માત્ર 90 કલાકમાં ચાર આતંકવાદી હુમલા એ કોઈ સંયોગ નથી, પરંતુ એક મોટા ષડયંત્ર તરફ ઈશારો કરે છે. આતંકવાદીઓ પાસે મળી આવેલા પાકિસ્તાની પુરાવાઓ પણ આ જ વાતને સાબિત કરી રહ્યા છે.

જે દિવસે વડાપ્રધાનપદે, નરેન્દ્ર મોદી અને મંત્રીમંડળના સભ્યોની શપથવિધિ યોજાઈ રહી હતી તે જ દિવસે, આતંકવાદીઓએ જમ્મુના રિયાસીમાં શિવખોડીથી પરત ફરી રહેલી યાત્રાળુની બસને નિશાન બનાવી હતી. આ હુમલો 9 જૂને કરવાાં આવ્યો હતો. આ પછી આતંકવાદીઓએ કઠુઆને નિશાન બનાવ્યું અને ત્રણ દિવસમાં ડોડામાં આર્મી બેઝ પર ત્રીજો હુમલો કરવામાં આવ્યો.

આ હુમલામાં એક ભારતીય જવાન શહીદ થયો હતો, પરંતુ સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. ડોડામાં થયેલા હુમલામાં 5 જવાન ઘાયલ થયા હતા. આ સિવાય ડોડામાં બુધવારે મોડી રાત્રે ફરીથી સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, જેમાં એક SPO ઘાયલ થયો હતો. આ હુમલા પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે આતંકવાદીઓએ અચાનક જમ્મુને શા માટે નિશાન બનાવ્યું.

નાપાક ઈરાદા પાર ના પડતા આતંકવાદીઓમાં ફેલાયો ગભરાટ

80 કલાકની અંદર જમ્મુ ક્ષેત્રમાં સતત ત્રણ હુમલા પાછળનું સૌથી મોટું કારણ આતંકવાદીઓમાં ફેલાયેલા ગભરાટને માનવામાં આવે છે. હકીકતમાં, જ્યારે દેશમાં સરકાર બની રહી હતી ત્યારે આતંકવાદીઓએ હુમલા માટે ચોક્કસ સમય પસંદ કર્યો હતો. પીએમ મોદીના શપથ ગ્રહણના દિવસે અને લગભગ એ જ સમયે રિયાસીમાં તીર્થયાત્રીઓની બસ પર થયેલો હુમલો તેનો પુરાવો છે. આ સિવાય આતંકવાદીઓના ગભરાટનું બીજું કારણ કાશ્મીર ખીણ પ્રદેશમાં આતંક ફેલાવવાની તેમની યોજનાને મળી રહેલ સતત નિષ્ફળતા છે. કાશ્મીરમાં બમ્પર વોટિંગ તેનો પુરાવો છે. આ સિવાય આતંકવાદીઓને કદાચ કાશ્મીરમાં લોકશાહી પસંદ નહીં હોય, જ્યાં અત્યાર સુધી પ્રજાસત્તાક હતું. જમ્મુ-કાશ્મીરના બદલાતા રાજકીય વાતાવરણ પણ તેનું કારણ હોઈ શકે છે, કારણ કે અહીં બે પૂર્વ મુખ્યમંત્રીઓ ચૂંટણી હારી ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક આતંકવાદીઓ કાશ્મીરની શાંતિને પણ નુકસાન પહોંચાડી રહ્યા હશે.

આ આતંકવાદનો પાકિસ્તાની પુરાવો છે

કઠુઆમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. માર્યા ગયેલા આતંકવાદીઓ પાસે પાકિસ્તાની પુરાવા મળ્યા છે. વાસ્તવમાં, આતંકવાદીઓ બાદ 30 રાઉન્ડ સાથે 3 મેગેઝિન, 24 રાઉન્ડ સાથે 1 મેગેઝિન, પોલિથીન બેગમાં રાખવામાં આવેલી 75 ગોળીઓ, 3 હેન્ડ ગ્રેનેડ, અંદાજે 1 લાખ રૂપિયા અને પાકિસ્તાની ચોકલેટ્સ, સૂકા ચણાના પેકેટ્સ, દવાઓ અને પાકિસ્તાનમાં બનેલા ઈન્જેક્શન પણ મળ્યા છે. આ આતંકવાદીઓ પોતાની સાથે બેટરીના બે પેકેટ પાકિસ્તાનથી ભારતમાં લાવ્યા હતા.

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *