જમ્મુકાશ્મીરમાં ભાજપે પાછી ખેંચી ઉમેદવારોની યાદી, ટૂંક સમયમાં નવી યાદી કરશે જાહેર

જમ્મુકાશ્મીરમાં ભાજપે પાછી ખેંચી ઉમેદવારોની યાદી, ટૂંક સમયમાં નવી યાદી કરશે જાહેર

જમ્મુકાશ્મીરમાં ભાજપે પાછી ખેંચી ઉમેદવારોની યાદી, ટૂંક સમયમાં નવી યાદી કરશે જાહેર

જમ્મુકાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી માટે ભાજપે સોમવારે 44 ઉમેદવારોના નામોની યાદી જાહેર કરી હતી. પરંતુ થોડી જ વારમાં તેને ભાજપ દ્વારા જણાવવામાં આવ્યુ કે તેમણે લિસ્ટને પરત લઈ લીધુ છે અને હવે સુધારા અને અપડેટ સાથે નવી યાદી જાહેર કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ યાદીમાં પ્રથમ ચરણ માટે 15, બીજા ચરણ માટે 10 અને ત્રીજા ચરણ માટે થનારા મતદાન માટે 19 ઉમેદવારોના નામોનુ એલાન કર્યુ હતુ. આપને જણાવી દઈએ કે જમ્મુકાશ્મીરમાં ત્રણ ચરણમાં ચૂંટણી થવાની છે.

પૂર્વ ડિપ્ટી સીએમને ટિકિટ નહીં

ભાજપે જાહેર કરેલી પ્રથમ લિસ્ટની ખાસ વાત એ હતી કે તેમા પૂર્વ ડિપ્ટી સીએમ અને જમ્મુકાશ્મીર વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડૉ નિર્મલસિંહને ટિકિટ નથી મળી. નિર્મલ સિંહે 2014માં બિલાવલ વિધાનસભા સીટ પરથી જીત્યા હતા. તો પૂર્વ ડિપ્ટી સીએમ કવિન્દ્ર ગુપ્તાને પણ ટિકિટ મળી નથી. જો કે અટકળો છે કે કવિન્દ્ર ગુપ્તાના નામની જાહેરાત આગામી યાદીમાં થઈ શકે છે. આ લિસ્ટમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાના નામની પણ જાહેરાત કરાઈ નથી.

જ્યારે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહના ભાઈ દેવેન્દ્ર રાણાને ભાજપે નાગોટાથી ઉમેદવાર બનાવ્યા છે. દેવેન્દ્ર રાણા નેશનલ કોન્ફરન્સ છોડી ભાજપમાં સામેલ થઈ ગયા છે.

બે કાશ્મીરી પંડિતોને ટિકિટ

ભાજપે કાશ્મીર ખીણની બે બેઠકો પરથી કાશ્મીરી પંડિતને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. વીર સરાફને શંગસ-અનંતનાગ પૂર્વથી અને અશોક ભટ્ટને હબ્બકાદલથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

રવિવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મળી હતી બેઠક

આપને જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે નવી દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પીએમ નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ઘણા વરિષ્ઠ નેતાઓએ સામેલ થયા હતા.બેઠકમાં ચૂંટણીની રણનીતિ, મુદ્દાઓ, ઉમેદવારોના નામ અને રાજ્યમાં પીએમ મોદીની સંભવિત રેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ એવી અટકળો વહેતી થઈ હતી કે ભાજપ સોમવારે સવાર સુધીમાં ઉમેદવારોના નામની જાહેરાત કરી દેશે.

કાશ્મીરમાં પીએમ મોદીની બે રેલી

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે પીએમ મોદી કાશ્મીરમાં એકથી બે રેલી કરશે જ્યારે પીએમ મોદી જમ્મુમાં 8થી 10 રેલીઓ કરશે. આપને તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે રાજ્યની 90 વિધાનસભા બેઠકો પર મતદાનની તારીખોની જાહેરાત કરી છે. જમ્મુ-કાશ્મીરમાં 18 સપ્ટેમ્બર, 25 સપ્ટેમ્બર અને 1 ઓક્ટોબરે મતદાન થશે. સુરક્ષાની દૃષ્ટિએ સંવેદનશીલ કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ તબક્કામાં વિધાનસભા ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણીના પરિણામો 4 ઓક્ટોબરે આવશે. પ્રથમ તબક્કામાં 24 બેઠકો પર, બીજા તબક્કામાં 26 બેઠકો અને ત્રીજા તબક્કામાં 40 બેઠકો પર મતદાન થવાનું છે.

આ બેઠકો પર પ્રથમ તબક્કામાં મતદાન થશે

પમ્પોર, ત્રાલ, પુલવામા, રાજપોરા, જૈનપોરા, શોપિયાં, ડી.એચ. પોરા, કુલગામ, દેવસર, દુરુ, કોકરનાગ (ST), અનંતનાગ પશ્ચિમ, અનંતનાગ, શ્રીગુફવારા, બિજબેહરા, શાંગાસ-અનંતનાગ પૂર્વ, પહેલગામ, ઈન્દરવાલ, કિશ્તવાડ, પેડર, નાગસેની, ભદરવાહ, ડોડા, ડોડા પશ્ચિમ, રામબન અને બનિહાલમાં મતદાન થશે.

આ બેઠકો પર બીજા તબક્કામાં મતદાન થશે

કંગન (ST), ગાંદરબલ, હઝરતબાલ, ખાનયાર, હબ્બકાદલ, લાલ ચોક, ચન્નાપોરા, જડીબાલ, ઇદગાહ, સેન્ટ્રલ શાલટેંગ, બડગામ, બીરવાહ, ખાનસાહેબ, ચરાર, એ, શરીફ, ચદૂરા, ગુલાબગઢ (ST), રિયાસી, શ્રી માતા વૈષ્ણો દેવી ,કાલાકોટ, સુંદરબની, નૌશેરા, રાજૌરી (ST), બુધલ (ST), થન્નામંડી (ST), સુરનકોટ (ST), પૂંચ હવેલી, મેંધર (ST).માં મતદાન થશે.

ત્રીજા તબક્કામાં આ બેઠકો પર મતદાન

કરનાહ, ત્રેહગામ, કુપવાડા, લોલાબ, હંદવાડા, લંગેટ, સોપોર, રફિયાબાદ, ઉરી, બારામુલ્લા, ગુલમર્ગ, વાગુરા, ક્રિરી, પટ્ટન, સોનાવરી, બાંદીપોરા, ગુરેઝ (ST), ઉધમપુર પશ્ચિમ, ઉધમપુર પૂર્વ, ચેનાની, રામનગર (SC), બાની, બિલાવર, બસોહલી, જસરોટા, કઠુઆ (SC), હીરાનગર, રામગઢ (SC), સાંબા, વિજયપુર, બિશ્નાહ (SC), સુચેતગઢ (SC), R.S. પુરા, જમ્મુ દક્ષિણ, બહુ, જમ્મુ પૂર્વ, નગરોટા, જમ્મુ પશ્ચિમ માં મતદાન થશે.

Related post

સરકારી યુનિ. સંલગ્ન ખાનગી કોલેજોની ફી FRCના દાયરામાં, પરંતુ ખાનગી યુનિવર્સિટીઓને ઉઘાડી લૂંટની છૂટ !

સરકારી યુનિ. સંલગ્ન ખાનગી કોલેજોની ફી FRCના દાયરામાં, પરંતુ…

સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન ખાનગી કોલેજોની ફી હવે FRC નક્કી કરશે. રાજ્ય સરકારે FRCના દાયરામાં ખાનગી યુનિવર્સિટીઓને બાકાત રાખ્યું છે જેના કારણે…
ગેસ ખતમ થવાની ઝંઝટથી મળશે છુટકારો, હવે આ ગેજેટ રસોઈ બનાવશે સરળ, જાણો

ગેસ ખતમ થવાની ઝંઝટથી મળશે છુટકારો, હવે આ ગેજેટ…

બજારમાં નવીન ઇન્ડક્શન કુકટોપ્સ લોન્ચ થયા છે. આમાં પુશ બટન ઇન્ડક્શન કૂકટોપ અને ટચ બટન ઇન્ડક્શન કૂકટોપનો સમાવેશ થાય છે. આ…
ક્યાં ગયા કોર્પોરેટર ? BJP પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં રાજકોટના અડધોઅડધ કોર્પોરેટરો રહ્યા ગેરહાજર !

ક્યાં ગયા કોર્પોરેટર ? BJP પ્રદેશ મહામંત્રીની ઉપસ્થિતિમાં યોજાયેલી…

રાજકોટ શહેર ભાજપના હોદ્દેદારો, વિવિધ મોરચાના અગ્રણીઓ, પ્રભારીઓ અને કોર્પોરેટરોની ઉપસ્થિતિમાં કામગીરીની સમિક્ષા આજની ભાજપની બેઠકમાં કરી હતી. જો કે આ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *