જનતાને અપાયો મોંઘવારીનો વધુ એક ડામ, ખાદ્યતેલના ભાવમાં 20 થી 40 રૂપિયાનો ઝીંકાયો વધારો- Video

જનતાને અપાયો મોંઘવારીનો વધુ એક ડામ, ખાદ્યતેલના ભાવમાં 20 થી 40 રૂપિયાનો ઝીંકાયો વધારો- Video

જનતા પર ફરીએકવાર મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. ચોમાસુ આવતાની સાથે જ શાકભાજીના ભાવમાં ભડકો થાય છે પરંતુ હાલ હાલ વરસાદી સિઝનના કારણે મગફળીનું પિલાણ બંધ કરવામાં આવ્યુ છે. જેની સીધી જ અસર સીંગતેલના ભાવમાં જોવા મળી છે. જેના કારણે સીંગતેલથી લઈને સોયા તેલ સહિતના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

ખાદ્યતેલમાં રૂ.20-રુ.40નો કરાયો વધારો

હાલ સિંગતેલ, કપાસીયા, પામ ઓઈલ અને સોયાબિન તેલના ભાવમાં વધારો થયો છે. સિંગતેલના ભાવમાં રૂપિયા 30 નો ડબ્બે વધારો થયો છે. નવા ભાવ વધારા સાથે ડબ્બાનો ભાવ 2560 રૂપિયા થયો છે. કપાસિયા તેલના ભાવમાં રૂપિયા 30નો વધારો થયો છે અને ડબ્બાનો ભાવ 1690 રૂપિયા થયો છે. જ્યારે પામ ઓઈલમાં પણ 20 રૂપિયાનો વધારો થયો છએ અને ડબ્બાનો ભાવ રૂપિયા 1670 થયો છે. સોયાબિન તેલમાં પણ રૂપિયા 40નો વધારો ઝીંકાયો છે અને ડબ્બાનો ભાવ 1700 રૂપિયા છે.

શ્રાવણમાં સાતમ-આઠમ દરમિયાન થતો હોય છે ભાવ-વધારો

હાલમાં ઉનાળુ મગફળી પિયત માટે પહોંચી નથી. હાલ વરસાદી માહોલને કારણે મગફળી પૂરતા પ્રમાણમાં ઓઈલ મિલરોમાં પહોંચી નથી, આથી પિલાણ બંધ છે. સામાન્ય રીતે જન્માષ્ટમીના પર્વ પર આ ભાવવધારો થતો હોય છે પરંતુ આ વખતે એ પહેલા જ ભાવ વધારો થયો છે, ત્યારે સાતમ-આઠમના તહેવારો દરમિયાન ખાદ્યતેલોના કેટલા ભાવ રહેશે તે જોવાનું રહેશે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરો નાખુશ, બેઠકમાં કોઈ હાજર ના રહ્યું, જુઓ વીડિયો

ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરો…

બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં ડખા હોવાની ચર્ચા સામે આવી છે. ભાજપના જ ગોવા રબારી સામે માર્કેટયાર્ડના ડિરેક્ટરોમાં જ અસંતોષની સ્થિતિ જોવા મળી…
Rain Video : દેવભૂમિ દ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ, સ્થાનિક નદીમાં ઘોડાપુરની સ્થિતિ, રસ્તાઓ પાણીમાં ગરકાવ

Rain Video : દેવભૂમિ દ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ,…

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર, ખંભાળિયા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં…
GMERS સંચાલિત મેડિકલ કોલેજના ફી વધારા સામે ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે ફી ઘટાડો જાહેર કર્યો

GMERS સંચાલિત મેડિકલ કોલેજના ફી વધારા સામે ચોમેર વિરોધ…

GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી મુદ્દે આખરે ગુજરાત સરકારે નમતુ જોખ્યું છે. ભાજપની ભગીની સંસ્થા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહીતના વિવિધ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *