જનતાની અદાલતમાં આવ્યા કેજરીવાલ, કહ્યું- પ્રમાણિક લાગતો હોઉ તો AAPને મત આપજો

જનતાની અદાલતમાં આવ્યા કેજરીવાલ, કહ્યું- પ્રમાણિક લાગતો હોઉ તો AAPને મત આપજો

જનતાની અદાલતમાં આવ્યા કેજરીવાલ, કહ્યું- પ્રમાણિક લાગતો હોઉ તો AAPને મત આપજો

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે, દિલ્હીના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ આજે 22 સપ્ટેમ્બરે પહેલીવાર દિલ્હીના જંતર-મંતર ખાતે જનતાને સંબોધિત કરી હતી. કેજરીવાલે જનતાને સંબોધન કરતા કહ્યું, તમારી વચ્ચે રહીને સારું લાગે છે, જંતર-મંતર પર જૂના દિવસો યાદ આવી ગયા અહીંથી જ ભ્રષ્ટાચાર સામે જન આંદોલન શરુ કર્યું હતું.

જનતા અદાલતને સંબોધિત કરતી વખતે અરવિંદ કેજરીવાલે 2011ના જનલોકપાલ બિલ માટે આંદોલનના દિવસોને યાદ કર્યા. કેજરીવાલે કહ્યું, તે 4 એપ્રિલ, 2011 હતો અને સ્વતંત્ર ભારતનું સૌથી મોટું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન જંતર-મંતરથી જ શરૂ થયું હતું, જે દોઢથી બે વર્ષ સુધી ચાલ્યું. તત્કાલીન સરકાર પણ ખૂબ અહંકારી હતી, અમારી વાત ન સાંભળતી, અમને ચૂંટણી લડીને જીત દેખાડવા પડકાર ફેંકતી હતી. અમે ચૂંટણી પણ લડી અને દિલ્હીમાં પહેલીવાર સરકાર બનાવી.

ઈમાનદારી સાથે સરકાર બનાવી

અરવિંદ કેજરીવાલે કહ્યું, અમે બતાવ્યું છે કે ઈમાનદારીથી ચૂંટણી લડી શકાય છે અને સરકાર પણ બનાવી શકાય છે. તેમની સરકારની સફળતા ગણાવતા કેજરીવાલે કહ્યું કે, સરકાર બનાવીને તેમણે લોકોને એવી સુવિધાઓ પૂરી પાડી જે તેઓને મળી ન હતી, મફત વીજળી, પાણી, લોકો માટે શિક્ષણ અને વૃદ્ધો માટે મફત તીર્થયાત્રા. ભાજપ પર પ્રહાર કરતા કેજરીવાલે કહ્યું કે, અમે 10 વર્ષ ઈમાનદારીથી સરકાર ચલાવી રહ્યા હતા, પછી મોદીજીએ ષડયંત્ર રચ્યું અને તમામ મોટા નેતાઓને જેલમાં ધકેલી દીધા, અમે જેલમાંથી બહાર આવ્યા અને હોદ્દા પરથી રાજીનામું આપી દીધું.

રાજીનામું આપવાનું કારણ આપ્યું

અરવિંદ કેજરીવાલે 13 સપ્ટેમ્બરના રોજ સીએમ પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ કેજરીવાલે 17 સપ્ટેમ્બરે પોતાનું રાજીનામું એલજીને સુપરત કર્યું હતું. રાજીનામાનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે, તમે વિચારતા હશો કે અમે રાજીનામું કેમ આપ્યું? હું ભ્રષ્ટાચાર કરવા નથી આવ્યો પરંતુ દેશની રાજનીતિ બદલવા આવ્યો છું. મને ખુરશી ગમતી નથી, હું અંદરથી ખૂબ ઉદાસી અનુભવતો હતો. તેથી મેં રાજીનામું આપ્યું, મેં મારા જીવનમાં પ્રમાણિકતાથી કામ કર્યું. આ 10 વર્ષમાં મેં ફક્ત તમારો પ્રેમ જ કમાયો છે. સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે સીએમ આવાસ ખાલી કરવું પડશે તે વાતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આજે મારી પાસે રહેવા માટે ઘર પણ નથી. હુ નવરાત્રીમાં સીએમ હાઉસ ખાલી કરીને તમારી સાથે રહેવા આવીશ.

“જનતાની અદાલતમાં આવ્યો”

અરવિંદ કેજરીવાલે કહ્યું, લોકોએ કહ્યું મારું ઘર લઈ લો, હવે શ્રાદ્ધ ચાલી રહ્યું છે, નવરાત્રિ દરમિયાન હું મુખ્યમંત્રી નિવાસ છોડીને આવીશ અને તમારા ઘરે રહીશ. મેં વિચાર્યું હતું કે જ્યાં સુધી કોર્ટ દ્વારા મને નિર્દોષ જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી હું મુખ્યમંત્રીની ખુરશી પર બેસીશ નહીં. કોર્ટમાં વર્ષો સુધી ટ્રાયલ ચાલશે, એટલે જ જનતાની અદાલતમાં આવ્યો છું.

જો હું બેઈમાન હોત તો હજારો કરોડો ખાઈ ગયો હોત અને લોકોને મફતમાં વસ્તુઓ આપી હોત? હું આજે તમને પૂછવા આવ્યો છું કે કેજરીવાલ ચોર છે? કેજરીવાલે જનતાને કહ્યું, જે લોકોને લાગે છે કે મોદીજીએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે, તેમણે હાથ ઉંચા કરવા જોઈએ.

આરએસએસને પ્રશ્ન પૂછ્યા

ભાજપ પર પ્રહાર કરતા પૂર્વ મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે, આરએસએસના લોકો કહે છે કે તેઓ રાષ્ટ્રવાદી છે, દેશભક્ત છે, આજે હું મોહન ભાગવત જીને પૂરા સન્માન સાથે પૂછવા માંગુ છું કે, જે રીતે મોદીજી આખા દેશમાં લોભ લાલચ સાથે ED -CBIને ધમકી આપીને વિરોધ પક્ષના લોકોને જેલના સળીયા પાછળ ધકેલીને પક્ષ તોડી રહ્યાં છે. શું તમને નથી લાગતું કે આ દેશ માટે ખતરો છે. જે નેતાઓને મોદીજી પોતે ભ્રષ્ટ કહેતા હતા, તેઓને થોડા દિવસો પછી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ કરવામાં આવે છે, શું તમે આ વાત સાથે સહમત છો ?

  • અરવિંદ કેજરીવાલે કહ્યું, ભાજપનો ઉદભવ RSSમાંથી થયો છે, પાર્ટી ભ્રષ્ટ ન થાય તે જોવાનું કામ તમારું છે, શું તમે ક્યારેય મોદીજીને આવુ કરતા રોક્યા છે.
  • લોકસભાની ચૂંટણી પહેલા કહેવામાં આવતું હતું કે ભાજપને RSSની જરૂર નથી, શું આજે દીકરો એટલો મોટો થઈ ગયો છે કે તે બાપને આંખો બતાવી રહ્યો છે? તમને દુઃખ નથી લાગતું?
  • આજે હું મોહન ભાગવત જી અને આરએસએસના કાર્યકરોને પૂછવા માંગુ છું, શું તમે દુઃખી નથી?
  • તમે લોકોએ મળીને નીતિ નિયમ ઘડ્યો હતો કે, 75 વર્ષની વયે નિવૃત્તિ થશે, અડવાણીજી જેવા નેતાને નિવૃત્ત કરી દીધા, કહેવાય છે કે આ નીતિ નિયમ મોદીજીને લાગુ નથી પડતો? શું તેઓ આ નીતિ નિયમથી અલગ છે ?

“મનીષ સિસોદિયાને 2 વર્ષની જેલમાં મોકલવામાં આવ્યો”

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 75 વર્ષમાં શિક્ષણનું જહાજ ડૂબી ગયું, પરંતુ 75 વર્ષ પછી એક વ્યક્તિ આવ્યો, મનીષ સિસોદિયા, જેણે એવી શાળાઓ બનાવી જ્યાં દરેકને સારું શિક્ષણ મળે. મોદીજીએ મનીષ સિસોદિયાને 2 વર્ષ જેલમાં પૂર્યા, આ બે વર્ષ મનીષ સિસોદિયા માટે નહીં પરંતુ દેશ માટે હતા. શું તમે આવી અન્યાયી કામગીરી સાથે સંમત છો? મને આશા છે કે તમે જવાબ આપશો. હું આરએસએસના તમામ કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે ચોક્કસ ફરીથી વિચાર કરો.

“જો તમને કેજરીવાલ પ્રામાણિક લાગે તો તેમને મત આપો.”

દિલ્હીની આગામી વિધાનસભા ચૂંટણીનો ઉલ્લેખ કરતા પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, આ આવનારી ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી, આ અરવિંદ કેજરીવાલની લિટમસ ટેસ્ટ છે. તેમણે વધુમાં કહ્યું કે, જો તમને લાગે છે કે અરવિંદ કેજરીવાલ ઈમાનદાર છે તો વોટ આપજો નહીંતર વોટ ના આપતા. આ સાવરણી ઈમાનદારીનું પ્રતિક છે, સાવરણીનું બટન ત્યારે જ દબાવો જ્યારે તમને લાગે કે અરવિંદ કેજરીવાલ ઈમાનદાર છે.

Related post

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે પતિ-પત્ની વચ્ચે તાલમેલ રહેશે, વેપારમાં નાના પ્રયોગો ફાયદાકારક સાબિત થશે

મીન રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ : જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન…
કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે ઉચ્ચ જોખમવાળા કાર્યોમાં વધારે જોખમ ન લો, નહીં તો થશે આર્થિક નુક્સાન

કુંભ રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ : જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન…
મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે જુની બીમારીમાં રાહત મળશે, મહાદેવને જળાભિષેકથી મળશે લાભ

મકર રાશિ સાપ્તાહિક રાશિફળ: આ રાશિના જાતકોને આ સપ્તાહે…

સાપ્તાહિક રાશિફળ: જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું? અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ?…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *