ગોંડલમાં પ્રેમલગ્ન કરનાર યુગલને મળી તાલિબાની સજા, યુવતીના પરિવારજનોએ સરાજાહેર માર્યો ઢોર માર- Video

ગોંડલમાં પ્રેમલગ્ન કરનાર યુગલને મળી તાલિબાની સજા, યુવતીના પરિવારજનોએ સરાજાહેર માર્યો ઢોર માર- Video

કહેવામાં તો આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે. વિકાસના મામલે ભારત વિશ્વમાં હરણફાળ ભરી રહ્યું છે. પરંતુ, તેમ છતાં “પ્રેમ લગ્નો” બાબતે આજે પણ કેટલાંક લોકોની માનસિકતા ખૂબ જ પછાત જોવા મળે છે. જેનો ભોગ બને છે. નિર્દોષ યુગલો !

હચમચાવના દૃશ્યો રાજકોટના ગોંડલ જિલ્લાના મોવિયા ગામેથી સામે આવી રહ્યા છે. અહીં રસ્તાની વચ્ચે જ એક યુગલને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ થયો છે. અને સાથે જ તે અનેક સવાલો પણ ઉઠાવી રહ્યો છે. હકીકતમાં થોડાં મહિના પહેલાં જ યુવક અને યુવતીએ પ્રેમ લગ્ન કર્યા હતા. બંન્નેની જ્ઞાતિ અલગ હોઈ પરિવારજનોને આ લગ્ન મંજૂર ન હતા. ત્યારે આ જ મુદ્દે યુવતીના કાકા અને ભાઈઓએ “નવ દંપતી”ને રસ્તા વચ્ચે આંતરીને લાકડીથી ઢોર માર માર્યો.

એટલું જ નહીં દીકરીને બળજબરી પૂર્વક ટુવ્હીલર પર બેસાડવાનો પ્રયત્ન કરાઈ રહ્યો હોય અને દીકરી માની ન રહી હોય તેવાં દૃશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. પછાત માનસિકતા ધરાવતા પરિવારજનોએ દીકરીને પણ ન છોડી અને તેને બેરહેમી પૂર્વક મારતા રહ્યા. અહીં મુદ્દો એ પણ છે કે ઘટના સમયે ત્યાં હાજર એકપણ વ્યક્તિએ દરમિયાનગીરી કરી યુગલની મદદ ન કરી. લોકો મૂકપ્રેક્ષક બની તમાશો જોતા રહ્યા અને વીડિયો ઉતારતા રહ્યા.

હુમલા બાદ ઈજાગ્રસ્ત યુવક તેના મિત્રની મદદથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં પહોંચ્યો હતો. તેનો આરોપ છે કે તેની પત્નીના પરિવારજનો બળજબરી પૂર્વક પત્નીને ક્યાંક લઈ ગયા છે. અને એટલે જ તેણે આ મુદ્દે ફરિયાદ નોંધાવી છે.

આરોપીઓની અટકાયત બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પણ, અહીં એક મુદ્દો એ પણ છે કે પ્રેમ લગ્નની ઘટનામાં ન્યાય તંત્રના આદેશ મુજબ ગોંડલ તાલુકા પોલીસ રક્ષણ આપવામાં ઉણી ઊતરી છે. સૌથી મોટો સવાલ એ છે કે પ્રેમ લગ્ન અંગે લોકોની માનસિકતામાં પરિવર્તન ક્યારે આવશે ?

આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડ બાદ ફાયર NOC ન ધરાવતી શાળાઓ સામે લાલ આંખ, અમદાવાદની નેલ્સન સ્કૂલને કરાઈ સીલ- VIDEO

 ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *