ગેસ સિલિન્ડર ગોળ જ કેમ હોય છે ? જાણો શું છે તેની પાછળનું ખાસ કારણ

ગેસ સિલિન્ડર ગોળ જ કેમ હોય છે ? જાણો શું છે તેની પાછળનું ખાસ કારણ

ગેસ સિલિન્ડર ગોળ જ કેમ હોય છે ? જાણો શું છે તેની પાછળનું ખાસ કારણ

આજે ભારતમાં ભાગ્યે જ એવું કોઈ ઘર હશે જ્યાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ ન થતો હોય. જો કે, એ વાત સાચી છે કે ગેસ લાઇન આવ્યા પછી ઘણા મહાનગરોમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ નોંધપાત્ર રીતે ઓછો થયો છે. પરંતુ મોટાભાગના શહેરો સિવાય તમે ગામડાઓમાં મોટાભાગના ઘરોમાં પણ એલપીજીનો ઉપયોગ થતો જોવા મળે છે, પરંતુ શું તમે ક્યારેય તમને વિચાર આવ્યો કે, એલપીજી સિલિન્ડર ગોળ જ કેમ હોય છે ? આજે અમે તમને તેના વિશે જણાવીશું.

પહેલાના સમયમાં ઘરોમાં લાકડાના ચૂલા પર ખોરાક રાંધવામાં આવતો હતો. જો કે આજે પણ ઘણી જગ્યાએ લોકો લાકડાના ચૂલાનો ઉપયોગ કરે છે. પરંતુ હવે સરકારી યોજનાઓના કારણે મોટાભાગના ઘરોમાં ગેસ સિલિન્ડર પહોંચી ગયા છે. તેથી હવે લાકડાના ચૂલા પર ઓછું અને ગેસ પર વધુ રાંધવામાં આવે છે.

તમે જોયું હશે કે, ગેસ સિલિન્ડર હંમેશા ગોળાકાર જ હોય છે, તે નાનો હોય કે મોટો તેનો આકાર ગોળાકાર જ હોય છે. આ ઉપરાંત ઓક્સિજન સિલિન્ડર પણ ગોળાકાર જ હોય છે. સિલિન્ડર ક્યારેય ચોરસ નથી હોતો. તમને જણાવી દઈએ કે તમામ સિલિન્ડરોના આકારને ગોળાકાર રાખવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે.

શા માટે સિલિન્ડર ગોળાકાર જ હોય છે ?

જ્યારે પણ કોઈપણ લિક્વિડ અથવા ગેસને કન્ટેનરમાં રાખવામાં આવે છે, ત્યારે તે કન્ટેનરના ખૂણા પર વધારે દબાણ બનાવે છે. આવી સ્થિતિમાં ચોરસ સિલિન્ડર બનાવવામાં આવતા નથી, કારણ કે, ગેસ ચારે ખૂણા પર વધુ દબાણ કરે છે અને ખૂણામાંથી લીકેજ અથવા તે ફાટવાનું જોખમ રહેલું છે. આ કારણોસર તેને ચોરસ બનાવાયો નથી. ગોળાકાર અથવા નળાકાર હોવાનો ફાયદો એ છે કે સમગ્ર સિલિન્ડરમાં સમાન દબાણ રહે છે. જો અમુક જગ્યાએ ઓછું અને બીજી જગ્યાએ વધુ દબાણ હોય તો તે જોખમી બની શકે છે. તેથી જ તો ગેસ કે લિક્વિડ જેમાં ભરવામાં આવે છે, તે ટેન્કર પણ ગોળાકાર જ હોય છે.

Related post

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો તો ફોલો કરો આ ટ્રિક

Smartphone Trick: ફોન પર વારંવાર આવતી જાહેરાતોથી પરેશાન છો…

જો તમે તમારા સ્માર્ટફોન પર કોઈ વીડિયો જોઈ રહ્યા છો અને ક્લાઈમેક્સ સીન દરમિયાન અચાનક કોઈ જાહેરાત દેખાય છે, તો સ્વાભાવિક…
Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ અકાઉન્ટથી 86 લાખની કરી ઠગાઇ

Ahmedabad : સાયબર ગઠિયાઓની નવી મોડેસ ઓપરેન્ડી, ફેક વોટ્સએપ…

જો તમે વોટસએપ વાપરી રહ્યા હોય તો આ સમાચાર વાંચવા તમારા માટે ખૂબ જરૂરી છે. કેમકે હવે સાયબર ગઠિયાઓ નવી મોડસ…
65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન ! વીડિયો વાયરલ થતા ફેન્સે આપી શુભેચ્છા

65 વર્ષની ઉંમરે સંજય દત્તે ચોથી વાર કર્યા લગ્ન…

બોલિવૂડ એક્ટર સંજય દત્ત ફરી એકવાર પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે. અહેવાલ છે કે 65 વર્ષની ઉંમરે સંજય દત્તે…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *