ક્ષત્રિયોના પ્રચંડ વિરોધ વચ્ચે રાજકોટથી ભાજપના પરશોત્તમ રૂપાલાની જંગી લીડથી જીત

ક્ષત્રિયોના પ્રચંડ વિરોધ વચ્ચે રાજકોટથી ભાજપના પરશોત્તમ રૂપાલાની જંગી લીડથી જીત

ક્ષત્રિયોના પ્રચંડ વિરોધ વચ્ચે રાજકોટથી ભાજપના પરશોત્તમ રૂપાલાની જંગી લીડથી જીત

Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી 2024માં ગુજરાતની સૌથી વધુ હોટ સ્પોટ અને ચર્ચાસ્પદ બેઠક રાજકોટથી આખરે ભાજપના પરશોત્તમ રૂપાલાની 4 લાખથી વધુ મતોથી જીત થઈ છે. ગુજરાતની 26 બેઠકો પૈકી રાજકોટ બેઠક આ વખતે સૌથી વધુ વિવાદમાં અને ચર્ચામાં રહી હતી. પરશોત્તમ રૂપાલાના એક કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિયો વિશે કરેલા એક નિવેદન બાદ વિવાદ છેડાયો અને ક્ષત્રિયો નારાજ થઈ ગયા હતા. જે બાદ સમગ્ર રાજ્યમાં ઉકળતા ચરૂ જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતુ. રાજ્યભરમાં રૂપાલા સામે વિરોધ શરૂ થયો હતો અને ભાજપ સામે રાજકોટથી ઉમેદવાર બદલવા માટે દબાણ કરવામાં આવ્યુ હતુ.

ક્ષત્રિયોનો પ્રચંડ વિરોધ પણ રૂપાલાના વિજયરથને રોકી ન શક્યો

જો કે ભાજપે એકના બે ન થતા રાજકોટથી ઉમેદવાર બદલ્યા ન હતા. ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિએ ભાજપ વિરોધી મતદાન કરવાનું મન બનાવ્યુ હતુ. આ તમામ ઘટનાક્રમ વચ્ચે રૂપાલા 4 લાખથી વધુ લીડથી આગળ રહ્યા છે. રૂપાલાને 7,87,660 મતોથી આગળ છે. જ્યારે કોંગ્રેસના પરેશ ધાનાણીને 335069 મત મળ્યા છે.

રૂપાલા પ્રથમવાર રાજકોટ બેઠક પરથી લડ્યા ચૂંટણી

રાજકોટ બેઠક પરથી પરશોત્તમ રૂપાલા પ્રથમવાર લોકસભા ચૂંટણી લડ્યા છે. આ અગાઉ તેઓ ક્યારેય લોકસભાની ચૂંટણી લડ્યા નથી. તેઓ રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે અને મત્સ્ય અને પશુપાલન મંત્રાલય સંભાળી રહ્યા છે. આ અગાઉ તેઓ અમરેલીથી ધારાસભ્ય પણ રહી ચુક્યા છે.

ક્ષત્રિય વિવાદ સામે આવતા પરેશ ધાનાણી રૂપાલા સામે રાજકોટથી લડવા બતાવી તૈયારી

આ ચૂંટણીમાં પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય-રાજપૂત સમાજના પ્રચંડ વિરોધને જોતા કોંગ્રેસ ભારે આત્મવિશ્વાસમાં આવી ગઈ હતી અને જીતને લઈને ઘણી આશ્વસ્ત જણાતી હતી. કોંગ્રેસે પહેલેથી જ રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને ઉમેદવાર જાહેર કર્યા હતા. જો કે પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી. પરંતુ ક્ષત્રિયોના વિવાદ બાદ તેઓ રૂપાલા સામે ચૂંટણી લડવા તૈયાર થઈ ગયા હતા. ક્ષત્રિયોએ પણ કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાનુ નક્કી કર્યુ હતુ. પરંતુ એ વિરોધ રૂપાલાની જીતના વિજયરથને રોકી શક્યો નથી.

ભાજપે મોહન કુંડારિયાની ટિકિટ કાપી રૂપાલા પર વિશ્વાસ મુક્યો

છેલ્લી બે ટર્મની વાત કરીએ તો ભાજપે અહીંથી મોહન કુંડારિયાને ટિકિટ આપી હતી. આ વખતે ભાજપે મોહન કુંડારિયાનું પત્તુ કાપી રૂપાલાને ટિકિટ આપી હતી. રાજકોટમાં ક્ષત્રિયોના વિરોધ પાછળ ભાજપનો જ આંતરિક જૂથવાદ પણ કામ કરતો હોવાનુ સામે આવ્યુ હતુ.

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, 6 જૂને રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની સંભાવના- Video

 ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *