‘કોઈ મોટા નેતાએ ભીતરઘાત કર્યો…’, ભાજપના સાંસદે યુપીના પરિણામો પર ઉઠાવ્યા સવાલ

‘કોઈ મોટા નેતાએ ભીતરઘાત કર્યો…’, ભાજપના સાંસદે યુપીના પરિણામો પર ઉઠાવ્યા સવાલ

‘કોઈ મોટા નેતાએ ભીતરઘાત કર્યો…’, ભાજપના સાંસદે યુપીના પરિણામો પર ઉઠાવ્યા સવાલ

લોકસભા ચૂંટણી 2024ના પરિણામો આવી ગયા છે અને ભારતીય જનતા પાર્ટી એક મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે, પરંતુ તેને પૂર્ણ બહુમતી મળી નથી. જો કે તેમના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળી છે. વિપક્ષ આ જીતને નરેન્દ્ર મોદીની હાર ગણાવી રહ્યો છે. આ દરમિયાન ભાજપના એક સાંસદે સવાલો ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે કેટલાક નેતાએ પક્ષની અંદર રહીને જ પક્ષવિરોધી પ્રવૃતિ કરી છે.

ભાજપના રાજ્યસભા સાંસદ હરનાથ સિંહ યાદવ કહે છે કે, ‘હું ઉત્તર પ્રદેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિથી મારી જાતને અલગ કરી શક્યો નથી. હું દુખી છું કારણ કે અમારી પાર્ટીને યુપીમાં ઓછામાં ઓછી 75 બેઠકો મળવી જોઈતી હતી, અમે ક્યાં પાછળ રહી ગયા છીએ? અમારા પક્ષના નેતૃત્વએ આ અંગે વિચારવાની જરૂર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ગામડાં, નગરો અને શહેરોમાં ઘરે ઘરે ગુંજે છે. તેમણે દેશ માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે, ઉત્તર પ્રદેશને લઈને ઘણી વસ્તુઓ કરી છે.

તેમણે કહ્યું, ‘વડાપ્રધાન ઘણી લાભકારી યોજનાઓ લોકો સુધી લઈ ગયા છે. તેમ છતાં ભૂલ ક્યાં થઈ તે અંગે ઊંડાણપૂર્વક વિચારવાની જરૂર છે. ભલે અમને ઓછી બેઠકો મળી હોય, પરંતુ લોકોને વડાપ્રધાનમાં વિશ્વાસ છે અને એનડીએ સરકાર બનાવશે. પાર્ટી નેતૃત્વએ ચર્ચા કરવાની જરૂર છે કે દરેક બેઠકની હાર જીતના કારણો શું હતા અને અમે શા માટે હારી ગયા…જો કોઈ ધારાસભ્ય કે મોટા નેતાએ પાર્ટી સાથે ભીતરઘાત કર્યો છે તો તેણે પાર્ટી સાથે વિશ્વાસધાત કર્યો છે.

નાયડુ અને નીતિશ કિંગમેકર

અહીં, ટીડીપી ચીફ ચંદ્રાબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશ કુમાર, મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સહિત 14 પક્ષોના 21 નેતાઓએ ગઈકાલે પીએમ આવાસ પર આયોજિત બેઠકમાં હાજરી આપી હતી. આ વખતે ચંદ્રબાબુ નાયડુ અને બિહારના સીએમ નીતિશ કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે. બિહારમાંથી નરેન્દ્ર મોદીની ત્રીજી સરકારમાં કોને મંત્રી પદ મળી શકે છે તે અંગે જોરદાર ચર્ચા ચાલી રહી છે. શક્ય છે કે આ વખતે નવા ચહેરા જોવા મળશે. અહેવાલ છે કે જેડીયુ રેલ્વે-કૃષિ મંત્રાલય સાથે મળીને બિહાર માટે વિશેષ પેકેજ પર નજર રાખી રહી છે. જેડીયુ કેબિનેટમાં 3 પદની માંગ કરી શકે છે. ચિરાગ પાસવાન અને જેડીયુ વચ્ચે રેલ્વે મંત્રાલયને લઈને પણ ટક્કર થઈ શકે છે કારણ કે ચિરાગ પાસવાન પણ બે મંત્રી પદ ઈચ્છે છે. ચિરાગ બિહારના રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવવા માંગે છે.

કેન્દ્રમાં મોટા મંત્રાલયો કયા છે?

જીતનરામ માંઝી પણ મંત્રી પદની માંગ કરી શકે છે. આવી સ્થિતિમાં ભાજપ પાસે બિહારમાંથી ભાજપના ક્વોટાના એક કે બે સાંસદોને જ મંત્રી બનાવવાનો વિકલ્પ રહેશે. કેન્દ્ર સરકારના 10 સૌથી શક્તિશાળી અને સૌથી મોટા મંત્રાલયોમાં ગૃહ, સંરક્ષણ, નાણાં, વિદેશ, રેલવે, માહિતી પ્રસારણ, શિક્ષણ, કૃષિ, માર્ગ પરિવહન અને નાગરિક ઉડ્ડયન છે. એકમાત્ર બહુમતી હોવાને કારણે ભાજપે 2019 અને 2014માં તમામ મુખ્ય વિભાગો પોતાની પાસે રાખ્યા હતા. મોદી સરકારને ત્રીજીવારની સરકારમાં ટેકો આપતી અન્ય ઘણી નાની પાર્ટીઓ પણ કેન્દ્રમાં મંત્રી પદ મળે તેની શોધમાં છે.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *