કેન્સરની બીમારીએ પોલીસ કર્મચારીને બનાવ્યો ગુનેગાર, અમદાવાદની આ ઘટના પાછળનું કારણ ચોંકાવનારું, જાણો ઘટના

કેન્સરની બીમારીએ પોલીસ કર્મચારીને બનાવ્યો ગુનેગાર, અમદાવાદની આ ઘટના પાછળનું કારણ ચોંકાવનારું, જાણો ઘટના

કેન્સરની બીમારીએ પોલીસ કર્મચારીને બનાવ્યો ગુનેગાર, અમદાવાદની આ ઘટના પાછળનું કારણ ચોંકાવનારું, જાણો ઘટના

સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ચોરી કે ઉચાપતને લઈને ફરિયાદ નોંધાતી હોય છે, પરંતુ અમદાવાદનાં એક પોલીસ સ્ટેશન માંથી જ લાખો રૂપિયાની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે અને આ ઉચાપત કરનાર કાયદાનો રક્ષક પોલીસ કર્મચારી જ છે. આ ધટના સાબરમતી પોલીસ સ્ટેશનમાં સામે આવી છે.

આ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઈટર તરીકે ફરજ બજવત ASI જયેન્દ્રસિંહ પરમારે જુદા જુદા ગુનાઓનાં સરકારી મુદ્દામાલ એવા રોકડ નાણા 53.65 લાખની ઉચાપત કરી છે. એક વર્ષ પહેલાં આ પોલીસ કર્મચારીની બદલી થતાં નવા ક્રાઇમ રાઈટર ફરજ પર હાજર થયા હતા.

જુદા જુદા કેસની રોકડ મુદ્દામાલ હતા

તેમણે મુદ્દામાલને લઈને તપાસ કરતા વર્ષ 2016 થી 2023 સુધીના જુદા જુદા કેસની રોકડ મુદ્દામાલ હિસાબ નહી હોવાનું સામે આવ્યું હતું અને હિસાબને લઈને તપાસ કરતા પોલીસકર્મી જયેન્દ્રસિંહનો ભાંડો ફૂટ્યો હતો. જેથી સાબરમતી પોલીસમાં પોલીસકર્મી જયેન્દ્રસિંહનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.

આરોપી કેન્સરની બીમારી અને હાર્ટની તકલીફનાં કારણે આર્થિક સંકળામણમાં હતો

પોલીસ સ્ટેશનમાં ઉચાપત કેસમાં સાબરમતી પોલીસે જયેન્દ્રસિંહ પરમારની ધરપકડ કરીને પૂછપરછ કરતા સામે આવ્યું કે પોલીસકર્મી જયેન્દ્રસિંહ કેન્સરની બીમારી અને હાર્ટની તકલીફનાં કારણે આર્થિક સંકળામણમાં રહેતા હતો. જેથી પોતાની બીમારીનાં ઈલાજ માટે તેણે પોલીસ સ્ટેશનમાં જુદા જુદા કેસના જેવા કે પ્રોહોબિશન, જુગાર, ઘરફોડ ચોરી જેવા ગુનાના મુદ્દામાલની નાણાકીય રોકડ ક્રાઇમ ટેબલની તિજોરીના લોકર માંથી મેળવી લીધા હતા. આ નાણાં કોર્ટની અંદર જમાં કરવાના હતા અને ગુનાનો મુદ્દામાલ ફરિયાદી છોડાવી શકે છે.

મુદ્દામાલ જમાં નહિ થયા તેની સામે કાર્યવાહી કરવામાં આવી

પરંતુ વર્ષ 2016 થી નવેમ્બર 2023 સુધી પોલીસકર્મી જયેન્દ્રસિંહએ મુદ્દામાલ જમા કરાવેલ ન હતો અને પોતાના અંગત વપરાશમાં ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. આ ઉચાપતનો મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચતા જ જયેન્દ્રસિંહ પરમારને મુદ્દામાલ પૈસા જમાં કરવાની સૂચના આપી હતી આ દરમિયાન મુદ્દામાલ જમાં નહિ થયા તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.

નવેમ્બર 2023 માં તેની બદલી સાબરમતી પોલીસ સ્ટેશન થી વિશેષ શાખા થઈ હતી

ઉચાપત કરનાર પોલીસકર્મી ASI જયેન્દ્રસિંહ વર્ષ 1990 થી પોલીસ ખાતામાં ફરજ બજાવે છે. વર્ષ 2016 માં સાબરમતી પોલીસ સ્ટેશન ક્રાઇમ રાઈટર તરીકે ફરજ બજાવતો હતો. નવેમ્બર 2023 માં તેની બદલી સાબરમતી પોલીસ સ્ટેશન થી વિશેષ શાખા થઈ હતી.

આ સમયે છેલ્લા 6 મહિનાથી કેન્સરની બીમારથી સિક લિવ પર હતો. હાલ સાબરમતી પોલીસે પોલીસકર્મીની ધરપકડ કરી છે. તેણે ઉચાપત કરેલી રોકડ રકમ શું કર્યુ જેને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

Related post

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ કરવાની તૈયારી

ડુંગળીના ભાવને કારણે આંસુ નહીં આવે! સ્ટોક લિમિટ લાગુ…

કમોસમી વરસાદની અસરને કારણે આગામી દિવસોમાં દેશભરમાં ડુંગળીનું સંકટ સર્જાઈ શકે છે. આનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર પહેલેથી જ સતર્ક…
Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા, 633 કિલો પનીરનો કરાયો નાશ

Rajkot Video : જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના…

ગુજરાતમાં અવારનવાર અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાતો રહે છે. ત્યારે વધુ એક વાર રાજકોટમાંથી અખાદ્ય પદાર્થનો જથ્થો ઝડપાયો છે. રાજકોટના જેતપુરમાં પનીર…
Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે? બજેટમાં મોટી જાહેરાતની અપેક્ષા

Budget 2024 : ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા…

Budget 2024 : કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ આ મહિને રજૂ થનાર બજેટની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નાણામંત્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *