એક નહીં, બે નહીં…. સાત વાર પલ્ટી ટેસ્લા કાર, અને અંદર સવાર લોકોને આવી માત્ર મામૂલી ઈજા- જુઓ Video

એક નહીં, બે નહીં…. સાત વાર પલ્ટી ટેસ્લા કાર, અને અંદર સવાર લોકોને આવી માત્ર મામૂલી ઈજા- જુઓ Video

અમેરિકાના કેલિફોર્નિયામાં ટેસ્લા કારના એક્સિડેન્ટનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા એક્સિડેન્ટ દરમિયાન ટેસ્લા કાર એક, બે નહીં પરંતુ સાત વાર પલ્ટી ખાઈ ગઈ અને છતા તેમા સવાર ત્રણ લોકોને માત્ર સામાન્ય ઈજા પહોંચી હતી. કાર પલટવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમા મહિલા ડ્રાઈવર અને કારમાં સવાર અન્ય વ્યક્તિ ફોન કરી મદદ માગતા જોવા મળી રહ્યા છે.

અમેરિકી મીડિયા KTLA ન્યૂઝના જણાવ્યા અનુસાર ડ્રાઈવર ઓવર સ્પીડમાં કાર ચલાવી રહી હતી જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કારની સ્પીડ 161 પ્રતિ કલાક જેટલી હતી. કાર પલટી એ દરમિયાન 6 ગાડીઓ સાથે ટકરાઈ આ કારણે અન્ય એક કાર પણ પલટી ગઈ.

મહિલા ડ્રાઈવર નશામાં હોવાની આશંકા

રેડ લાઈટ પર રાહ જોઈ રહેલા અન્ય પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યુ કે તે કાર મારી બાજુમાં આવીને જ ટકરાઈ હતી. જો કે મને નથી ખબર હું કેવી રીતે બચી ગઈ, નજીકમાં કામ કરી રહેલા કર્મચારીએ જણાવ્યુ કે કાર ટકરાઈ ત્યારે ટાયરોનો અવાજ આવ્યો.

દુર્ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચેલી વ્યક્તિએ તાત્કાલિક મહિલા ડ્રાઈવરને કારમાંથી બહાર કાઢી અને હોસ્પિટલ પહોંચાડી હતી. જો કે મહિલાને સામાન્ય ઈજા જ આવી હતી. પોલીસ હાલ આ મામલાની તપાસ કરી રહી છે તેમણે આશંકા જતાવી છે કે ડ્રાઈવર શરાબ કે ડ્રગ્સના નશામાં હતી.

ઈલોન મસ્ક બોલ્યા અમારા માટે સુરક્ષા જરૂરી

ટેસ્લાના માલિક ઈલોન મસ્કે વીડિયોને ફરી શેર કરતા લખ્યુ છે કે લોકોની સુરક્ષા અમારા માટે પ્રાથમિક્તા છે. આ કાર ટેસ્લાની ઈલેક્ટ્રીક SUV હતી. દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પર લોકો ટેસ્લા કારના સિક્યોરિટી ફીચરની પ્રશંસા કરી રહ્યા છે.

એક યુઝરે વીડિયો શેર કરતા લખ્યુ છે કે ટેસ્લા કાર ઈંઘણથી નથી ચાલતી આથી તે 100 ગણી વધુ સુરક્ષિત હોય છે. ટેસ્લાની આ કારની ખાસિયત તેની ટોપ સ્પીડ છે. જે 249 કિમી પ્રતિ કલાક છે. તો બીજી તરફ અન્ય એક યુઝરે તેની પોસ્ટમાં ટેસ્લાને વિશ્વની સૌથી વધુ સુરક્ષિત કાર ગણાવી છે.

 

Related post

હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર, પહેલા ઉઠાવ્યા સવાલ, હવે પોતાની ભૂલ સ્વીકારી

હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર,…

કોઈને ખોટું સાબિત કરવું બહુ મુશ્કેલ નથી. તમારી ભૂલ સ્વીકારવી વધુ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આવા…
Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ, વીજળી બિલ ભરવા પર પણ મળશે કેશબેક

Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ,…

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ થોડા વર્ષો પહેલા એપની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ખરેખર, અત્યારે તમામ કંપનીઓ સુપર એપ્સ સિવાય મલ્ટી-સર્વિસ…
વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન રાખી શક્યા, જુઓ વીડિયો

વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન…

T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાનું ભારતની ધરતી પર શાનદાર સ્વાગત થયું. પહેલા દિલ્હીમાં પીએમ મોદી ખેલાડીઓને મળ્યા અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *