ઇલેક્ટ્રિક અવતારમાં આવી રહી છે મહિન્દ્રા સ્કોર્પિયો અને બોલેરો, કંપનીએ કરી પુષ્ટિ

ઇલેક્ટ્રિક અવતારમાં આવી રહી છે મહિન્દ્રા સ્કોર્પિયો અને બોલેરો, કંપનીએ કરી પુષ્ટિ

મહિન્દ્રા નવા ઇલેક્ટ્રિક વાહનો પર સતત કામ કરી રહી છે. કંપનીએ જાહેરાત કરી છે કે તેની કેટલીક ફેમસ SUV પણ ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ કરશે, જેમાં સ્કોર્પિયો અને બોલેરોનો સમાવેશ થાય છે. આ નવી ઈલેક્ટ્રિક SUVના નામ Scorpio.e અને Bolero.e હશે.

ઇલેક્ટ્રિક સ્કોર્પિયો અને બોલેરો EVનું લોન્ચિંગ એ વર્ષ 2030 સુધીમાં ભારતીય બજારમાં 7 નવી ઇલેક્ટ્રિક કાર લાવવાની કંપનીની વ્યૂહરચનાનો એક ભાગ છે. મહિન્દ્રાના ઓટો અને ફાર્મ સેક્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને CEO રાજેશ જેજુરીકરે નવી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની જાહેરાત કરી છે.

મહિન્દ્રાની તમામ કારનું ઇલેક્ટ્રિક વર્ઝન

જેજુરીકરના જણાવ્યા અનુસાર, મહિન્દ્રા આગામી સમયમાં તેના તમામ પેટ્રોલ-ડીઝલ મોડલના ઇલેક્ટ્રિક વર્ઝન લાવશે. નવા ઈલેક્ટ્રિક મોડલના નામ Thar.e અને XUV.eની પેટર્નને મુજબ જ હશે. જો કે, ઇલેક્ટ્રિક બોલેરો અને સ્કોર્પિયો EV વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી. એવું માનવામાં આવે છે કે આ વાહનો લેડર ફ્રેમ ચેસીસ સાથે નહીં આવે.

મહિન્દ્રાએ અગાઉ Thar.e કોન્સેપ્ટ રજૂ કર્યો હતો, જે INGLO (ઇન્ડિયા ગ્લોબલ) સ્કેટબોર્ડ પ્લેટફોર્મના મોડિફાઈડ વર્ઝન પર બનાવવામાં આવશે. આ પ્લેટફોર્મનું કોડનેમ P1 રાખવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ પર ઇલેક્ટ્રિક સ્કોર્પિયો અને બોલેરો પણ બનાવવામાં આવશે.

P1 પ્લેટફોર્મ પર બનેલ કારનો વ્હીલબેઝ 2775mm થી 2975mm વચ્ચેનો છે. જ્યારે બોલેરો અને સ્કોર્પિયોના વર્તમાન જનરેશનના મોડલનું વ્હીલબેઝ હાલમાં 2680mm અને 2750mm છે.

સ્કોર્પિયો EV અને બોલેરો EVનું બેટરી પેક

Scorpio EV અને Bolero EVનું બેટરી પેક અને મોટર મહિન્દ્રાની અન્ય ઇલેક્ટ્રિક કાર જેવી જ હશે. મહિન્દ્રાની આવનારી ઈલેક્ટ્રિક થાર એસયુવીના કોન્સેપ્ટ મુજબ, તેની આગળની મોટર 109hpનો પાવર અને 135Nmનો ટોર્ક જનરેટ કરશે. તેની પાછળની મોટર 286bhpનો પાવર અને 535Nmનો ટોર્ક જનરેટ કરશે. કાર ઓલ વ્હીલ ડ્રાઇવ ક્ષમતા સાથે આવશે.

મહિન્દ્રાના P1 પ્લેટફોર્મ પર બનેલી ઇલેક્ટ્રિક કારમાં 60kWh અથવા 80kWh બેટરી પેક મળી શકે છે. પ્રથમની રેન્જ 325 કિલોમીટર સુધી જઈ શકે છે. એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી મોટા બેટરી પેકની રેન્જ 435 થી 450 કિલોમીટર સુધી જઈ શકે છે. જો કે, આગામી સ્કોર્પિયો EV અને ઇલેક્ટ્રિક બોલેરોના બેટરી પેકને લઈને કંપની દ્વારા કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *