ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે વધતા તણાવથી અમેરિકા એલર્ટ, મધ્ય પૂર્વમાં સૈન્ય તાકાત વધારી

ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે વધતા તણાવથી અમેરિકા એલર્ટ, મધ્ય પૂર્વમાં સૈન્ય તાકાત વધારી

ઇઝરાયલ-હિઝબુલ્લા વચ્ચે વધતા તણાવથી અમેરિકા એલર્ટ, મધ્ય પૂર્વમાં સૈન્ય તાકાત વધારી

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધી રહેલા તણાવ અને હિઝબુલ્લાએ ઉચ્ચારેલી ધમકીને કારણે અમેરિકા એલર્ટ થઈ ગયું છે. ખાસ કરીને જ્યારે હિઝબુલ્લાએ પેજર વિસ્ફોટો પછી ઈઝરાયેલ સામે બદલો લેવાની ધમકી આપી છે અને મિસાઈલ હુમલા ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી છે. તાજેતરના દિવસોમાં ઇઝરાયલે લેબનોનમાં પોતાના હુમલા વધારી દીધા છે, જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે હમાસ બાદ હવે ઇઝરાયેલ હિઝબુલ્લા સાથે પોતાનો સંઘર્ષ વધારી શકે છે. ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટના એક નિવેદનથી આ વાત વધુ મજબૂત બની છે, જેમાં તેમણે કહ્યું હતું કે આ યુદ્ધ નવા તબક્કામાં પ્રવેશ્યું છે.

મધ્ય પૂર્વમાં આ વધી રહેલા તણાવને જોતા અમેરિકાએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. અમેરિકાએ ગયા વર્ષથી તેની સૈન્ય હાજરી વધારી છે. લગભગ 40,000 સૈનિકો, એક ડઝન યુદ્ધ જહાજો અને ચાર ફાઇટર જેટ સ્ક્વોડ્રન મધ્ય પૂર્વમાં તૈનાત કરવામાં આવ્યા છે. તેઓ અમેરિકા અને તેના સાથીઓને કોઈપણ અપ્રિય ઘટનાથી બચાવવા સક્ષમ છે.

અમેરિકાના અધિકારીઓએ શું કહ્યું?

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે વધી રહેલા સંઘર્ષ અંગે જ્યારે પેન્ટાગોનના પ્રવક્તા સબરીના સિંઘને પૂછવામાં આવ્યું કે શું અમેરિકા તાજેતરની ઘટનાઓ બાદ પોતાના સૈનિકોની સંખ્યા વધારશે તો તેમણે કહ્યું કે, મધ્ય પૂર્વમાં પહેલાથી જ પૂરતા પ્રમાણમાં સૈનિકો તૈનાત છે, જેઓ ઈસ્લામિક સ્ટેટ સામે લડી રહ્યા છે. હુતીના આતંકવાદીઓનો સામનો કરી રહ્યાં છે અને ઇઝરાયેલને જરૂરી મદદ કરવા માટે પૂરતા છે.

એક સૈન્ય અધિકારીએ જણાવ્યું હતું કે, વધારાના સૈનિકોએ અમને મદદ પૂરી પાડી છે કારણ કે યુએસ અહીં વિવિધ સંઘર્ષયુક્ત વિસ્તારોમાં પહેલેથી જ તહેનાત છે, જેમાં ઇરાક અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ સામે લડવું, યમનમાં ઇરાની સમર્થિત હુતી બળવાખોરોને કાબૂમાં રાખવા અને ઇઝરાયેલને મદદ કરવી. અધિકારીએ જણાવ્યું હતું કે નૌકાદળના યુદ્ધ જહાજો પૂર્વીય ભૂમધ્ય સમુદ્રથી ઓમાનના અખાત સુધીના સમગ્ર પ્રદેશમાં પથરાયેલા છે અને કોઈપણ હુમલાનો જવાબ આપવા માટે વાયુસેના અને નૌકાદળ બંનેના ફાઈટર જેટ વ્યૂહાત્મક રીતે અનેક સ્થળોએ તૈનાત છે.

40,000 સૈનિકો તહેનાત

મધ્ય પૂર્વમાં અમેરિકાની સેનાની તૈનાતીની વાત કરીએ તો લગભગ 34,000 સૈનિકો હંમેશા મધ્ય પૂર્વમાં તહેનાત રહે છે. ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયા બાદ તેમની સંખ્યામાં વધારો થયો છે અને હાલમાં લગભગ 40,000 સૈનિકો તૈનાત છે.

હુથી હુમલા પછી વધુ વધારો થયો હતો, અને આ સંખ્યા વધીને 50,000 આસપાસ થઈ ગઈ હતી, પરંતુ પાછળથી તે ઘટાડવામાં આવી હતી. હાલમાં 40,000 સૈનિકો મધ્ય પૂર્વમાં તહેનાત છે. અમેરિકાએ મધ્ય પૂર્વમાં પણ યુદ્ધ જહાજો તહેનાત કર્યા છે. જેમાંથી ત્રણ યુદ્ધ જહાજ ઓમાનની ખાડીમાં છે. જ્યારે બે સબમરીન લાલ સમુદ્રમાં તહેનાત છે.

Related post

પૈસા તૈયાર રાખજો! HDFC બેંકની આ કંપનીનો આવી રહ્યો છે IPO, ઇશ્યૂ કરશે 2500 કરોડ રૂપિયાના નવા શેર

પૈસા તૈયાર રાખજો! HDFC બેંકની આ કંપનીનો આવી રહ્યો…

ખાનગી ક્ષેત્રની HDFC બેંકની નોન-બેંકિંગ પેટાકંપની HDB ફાયનાન્સિયલ સર્વિસિસ લિમિટેડનો IPO લોન્ચ થવા જઈ રહ્યો છે. આ IPOના પ્લાનને HDB ફાયનાન્સિયલ…
NPS Vatsalya : વાર્ષિક રૂપિયા 10,000નું રોકાણ કરો, તમારા બાળકને મળશે રૂપિયા 10 કરોડથી વધુ રકમ, જાણો ગણતરી

NPS Vatsalya : વાર્ષિક રૂપિયા 10,000નું રોકાણ કરો, તમારા…

કેન્દ્ર સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ખાસ પેન્શન યોજના NPS વાત્સલ્ય શરૂ કરી છે. તે ખાસ કરીને નાના બાળકો…
Vi Share: સુપ્રીમ કોર્ટ દ્વારા આંચકો, શેરમાં ભૂકંપ, હવે વોડા-આઇડિયાએ કરી અર્જન્ટ જાહેરાત

Vi Share: સુપ્રીમ કોર્ટ દ્વારા આંચકો, શેરમાં ભૂકંપ, હવે…

ટેલિકોમ ક્ષેત્રની દિગ્ગજ કંપની વોડાફોન-આઈડિયા લિમિટેડે સોમવારે, 23 સપ્ટેમ્બરના રોજ રોકાણકારો અને વિશ્લેષકો સાથે તાત્કાલિક કોન્ફરન્સ કોલનું આયોજન કરવાની જાહેરાત કરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *