આ 26 વર્ષીય છોકરાએ T-Seriesને પણ પાછળ છોડ્યું, YouTube પર છે સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ

આ 26 વર્ષીય છોકરાએ T-Seriesને પણ પાછળ છોડ્યું, YouTube પર છે સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ

આ 26 વર્ષીય છોકરાએ T-Seriesને પણ પાછળ છોડ્યું, YouTube પર છે સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સ

યુટ્યુબ પર સૌથી વધુ સબ્સ્ક્રાઇબર્સના મામલે આ 26 વર્ષીય યુવકે ભારતીય મ્યુઝિક કંપની ટી-સિરીઝને પણ પાછળ છોડી દીધી છે. આ અંગે તેણે X પ્લેટફોર્મ પર એક પોસ્ટ પણ કરી અને પોતાની સિદ્ધિ વિશે માહિતી શેર કરી છે.

આ યુટ્યુબ ચેનલનું નામ છે MrBeast, જે જીમી ડોનાલ્ડસન દ્વારા ચલાવવામાં આવે છે. તેના હવે 270 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ થયા છે, જ્યારે T-Seriesના 266 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે.

MrBeast પર વિશાળ કેટેગરીમાં કન્ટેન્ટ છે

MrBeast ચેનલ્સ યુટ્યુબ પર નંબર-1 બનવા માટે સતત પ્રયાસ કરી રહી હતી. MrBeastની ચેનલ પર તમને વિવિધ પ્રકારના કન્ટેન્ટ જોવા મળશે. આ ચેનલ પર ચેલેન્જ, ગિવ અવે, સ્ટંટ વગેરે જેવા વીડિયો જોઈ શકાય છે.

X પ્લેટફોર્મ પર MrBeastની પોસ્ટ

MrBeastએ X પ્લેટફોર્મ પર લખ્યું છે કે 6 વર્ષ પછી તેણે આખરે Pewdiepie પર બદલો લીધો છે. તમને જણાવી દઈએ કે Pewdiepie એક Youtube ચેનલ છે. T-Series અને Pewdiepie વચ્ચે 100 મિલિયન સબસ્ક્રાઈબર માટે લડાઈ હતી.

T-Seriesના સીઈઓએ બોક્સિંગ મેચમાં ફેંક્યો હતો પડકાર

આ હરિફાઈ ગયા મહિને શરૂ થઈ હતી, જ્યારે MrBeastએ ટી-સિરીઝના CEOને બોક્સિંગ મેચ માટે પડકાર ફેંક્યો હતો. તે સમય દરમિયાન MrBeastના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 258 મિલિયન અને T-Seriesના સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા 265 મિલિયન હતી. બંને વચ્ચે લગભગ 6.68 મિલિયન સબસ્ક્રાઇબરનો તફાવત હતો અને હવે બે અઠવાડિયામાં MrBeastની ચેનલ પર સબસ્ક્રાઇબર્સની સંખ્યા T-Seriesને વટાવી ગઈ છે.

આ પહેલા T-Seriesના હતા સૌથી વધુ સબસ્ક્રાઇબર્સ

આ પહેલા YouTube પર ટી-સિરીઝના સબસ્ક્રાઇબર્સ સૌથી વધુ હતા. ટી-સિરીઝ એક મ્યુઝિક કંપની છે અને આ ચેનલ પર તમને ઘણા મ્યુઝિક વીડિયો અને ફિલ્મના ટ્રેલર વગેરે જોવા મળશે. MrBeast ચેનલ પર એક અલગ પ્રકારનું કન્ટેન્ટ છે. T-Series વર્ષ 2019 માં YouTube પર 100 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ હાંસલ કરનાર પ્રથમ ચેનલ હતી.

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *