આ કન્સ્ટ્રક્શન કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ, ભાવ 20 ટકા વધ્યા

આ કન્સ્ટ્રક્શન કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ, ભાવ 20 ટકા વધ્યા

આ કન્સ્ટ્રક્શન કંપનીના શેરમાં લાગી અપર સર્કિટ, ભાવ 20 ટકા વધ્યા

કન્સ્ટ્રક્શન કંપની KNR કન્સ્ટ્રક્શનના શેરના ભાવ આજે 20 ટકાની અપર સર્કિટ પર પહોંચ્યા હતા. આ ઉછાળા બાદ BSEમાં કંપનીના શેરની કિંમત 407.30 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. જે 52 વીક હાઈ છે. છેલ્લા 2 ટ્રેડિંગ દિવસોમાં આ કંપનીના શેરના ભાવમાં 35 ટકાનો વધારો જોવા મળ્યો છે. તો સ્થાનીય રોકાણકારોને 3 અઠવાડિયામાં 58 ટકાથી વધુ વળતર મળ્યું છે.

KNR કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની અગ્રણી કંપની છે. કંપની સિંચાઈ, ફ્લાયઓવર, હાઈવે વગેરેના નિર્માણ માટે તેની સેવાઓ પૂરી પાડે છે. કંપની કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને બિહારમાં અલગ-અલગ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

આ વર્ષના બજેટમાં રસ્તાઓ પર વધુ ભાર અપાયો છે

આ વર્ષે રજૂ કરાયેલા બજેટમાં રોડ CAPEXમાં 11 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. જે KNR કન્સ્ટ્રક્શન જેવી કંપનીઓ માટે ઘણી મોટી તકો લઈને આવી છે. તાજેતરમાં કંપનીને રૂ. 1200 કરોડનું કામ મળ્યું છે. હાલમાં કંપની પાસે રૂ. 6505 કરોડનું કામ છે.

શેરબજારમાં છેલ્લા 6 મહિના કેવા રહ્યા ?

આ સમયગાળા દરમિયાન કંપનીના શેરના ભાવમાં 42 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. જે રોકાણકારો પાસે એક વર્ષથી આ સ્ટોક છે તેમને અત્યાર સુધીમાં 55 ટકાથી વધુ વળતર મળ્યું છે.

પ્રમોટર્સ 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે

કંપનીમાં પ્રમોટરોનો કુલ હિસ્સો 51 ટકાથી વધુ છે. જેમાં કામિદી નરસિમ્હા રેડ્ડી 32.5 ટકા હિસ્સો ધરાવે છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોમાં, HDFC મ્યુચ્યુઅલ ફંડમાં 8.5 ટકા હિસ્સો છે.

આ પણ વાંચો Golden Crossover Stocks : આ 5 કંપનીના શેરમાં જોવા મળશે તેજી, કેમ કે તેમાં જોવા મળી રહ્યો છે Golden Cross over

Related post

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું ઓરેન્જ એલર્ટ

01 જુલાઈના મહત્વના સમાચારઃ ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું…

હવામાન વિભાગે વરસાદને લઈને આજે ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ગુજરાતની સાથોસાથ રાજસ્થાન અને દિલ્હીમાં પણ ભારે વરસાદને લઈને…
1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે મોટા લાભના સંકેત, જાણો કેવો રહેશે અન્ય રાશિના જાતકોનો દિવસ

1 July 2024 રાશિફળ : આ રાશિના જાતકોને આજે…

આજનું રાશિફળ : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે…
NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના માલિકની ધરપકડ

NEET-UG પેપર લીક કેસમાં CBIની કાર્યવાહી, ગોધરામાંથી ખાનગી શાળાના…

ગુજરાતના ગોધરાના પરવડી ગામમાં નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએશન (NEET-UG)માં કથિત ગેરરીતિઓના કેસની તપાસ કરી રહેલી સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ જય જલારામ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *