આવો મોકો ફરી નહીં મળે…આ 7 સીટર કાર મળી રહી છે રૂ.12 લાખ સસ્તી

આવો મોકો ફરી નહીં મળે…આ 7 સીટર કાર મળી રહી છે રૂ.12 લાખ સસ્તી

આવો મોકો ફરી નહીં મળે…આ 7 સીટર કાર મળી રહી છે રૂ.12 લાખ સસ્તી

જીપ ઈન્ડિયા તેના વાહનો પર વિશેષ ડિસ્કાઉન્ટ આપી રહી છે. જીપ કંપાસ પર 30 હજાર રૂપિયા સુધીના લાભો આપવામાં આવી રહ્યા છે અને મેરિડીયન પર 50 હજાર રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો જીપ ઇન્ડિયા વધુ એક ગાડી પર સૌથી આકર્ષક ઓફર આપવામાં આવી છે. આ ગાડી પર 12 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તમે તમારી નજીકના જીપ ઈન્ડિયા ડીલરો પાસેથી આ ઓફર્સ વિશે વધુ માહિતી મેળવી શકો છો.

જીપ ઈન્ડિયાના વાહનો પર ઓફર્સ

જીપ કંપાસ પર 15,000 રૂપિયા સુધીના કોર્પોરેટ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે. આ સિવાય આ કાર પર 15 હજાર રૂપિયાના સ્પેશિયલ બેનિફિટ્સ પણ મળી રહ્યા છે. જીપ મેરિડીયન પર રૂ. 20 હજાર સુધીના કોર્પોરેટ બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે અને આ કાર પર રૂ. 30 હજારના વિશેષ બેનિફિટ્સ પણ છે. જીપ ઈન્ડિયાનું કહ્યું છે કે આ ખાસ ઓફર્સ વિશે વધુ જાણકારી માટે તમે તેમની નજીકની ડીલરશિપનો સંપર્ક કરી શકો છો.

ગ્રાન્ડ ચેરોકી પર 12 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ

આ જૂન મહિનામાં જીપ ઈન્ડિયા તેની લક્ઝુરિયસ કાર પર દમદાર ઓફર્સ લઈને આવી છે. ગ્રાન્ડ ચેરોકી પર ખાસ ઓફર આપવામાં આવી રહી છે. ખાસ ઓફરમાં આ કાર પર 12 લાખ રૂપિયા સુધીના બેનિફિટ્સ આપવામાં આવી રહ્યા છે અને તમે જીપ વેવ એક્સક્લુઝિવ ઓનરશિપ પ્રોગ્રામમાં પણ જોડાઈ શકો છો. આ ખાસ ઓફર વિશે વધુ માહિતી કંપનીના કાર ડીલર્સ પાસેથી મેળવી શકાય છે. આ તમામ ઓફર્સ માત્ર જૂન મહિના સુધી મર્યાદિત છે.

જીપ ઈન્ડિયા વાહનોની કિંમત

જીપ ઈન્ડિયા પાસે ભારતીય બજારમાં ગ્રાન્ડ ચેરોકી, મેરિડિયન, કંપાસ અને રેંગલર નામના ચાર વાહનો છે. ગ્રાન્ડ ચેરોકીની એક્સ-શોરૂમ કિંમત 68.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે Meridianની એક્સ-શોરૂમ કિંમત 29.49 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જીપ કંપાસની એક્સ-શોરૂમ કિંમત 18.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે રેંગલરની એક્સ-શોરૂમ કિંમત 67.65 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

 

 

Related post

હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર, પહેલા ઉઠાવ્યા સવાલ, હવે પોતાની ભૂલ સ્વીકારી

હાર્દિક પંડયાને લઈ બદલાયો આ દિગ્ગજ ગુજ્જુ ક્રિકેટરનો સૂર,…

કોઈને ખોટું સાબિત કરવું બહુ મુશ્કેલ નથી. તમારી ભૂલ સ્વીકારવી વધુ મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ જીત્યા બાદ આવા…
Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ, વીજળી બિલ ભરવા પર પણ મળશે કેશબેક

Adani App: ગૌતમ અદાણીની નવી એપ, સસ્તી ફ્લાઈટ ટિકિટ,…

દેશના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ થોડા વર્ષો પહેલા એપની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ખરેખર, અત્યારે તમામ કંપનીઓ સુપર એપ્સ સિવાય મલ્ટી-સર્વિસ…
વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન રાખી શક્યા, જુઓ વીડિયો

વિક્ટરી પરેડમાં વિરાટ-રોહિતનો જોરદાર ડાન્સ, દ્રવિડ પણ કાબૂ ન…

T20 વર્લ્ડ કપમાં ઐતિહાસિક જીત બાદ ટીમ ઈન્ડિયાનું ભારતની ધરતી પર શાનદાર સ્વાગત થયું. પહેલા દિલ્હીમાં પીએમ મોદી ખેલાડીઓને મળ્યા અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *