આતુરતાનો અંત ! આ તારીખે બજાજ લોન્ચ કરશે વિશ્વનું પ્રથમ CNG મોટરસાઇકલ

આતુરતાનો અંત ! આ તારીખે બજાજ લોન્ચ કરશે વિશ્વનું પ્રથમ CNG મોટરસાઇકલ

આતુરતાનો અંત ! આ તારીખે બજાજ લોન્ચ કરશે વિશ્વનું પ્રથમ CNG મોટરસાઇકલ

બજાજ ઓટોએ તેની પ્રથમ CNG બાઇકની લોન્ચિંગ તારીખ જાહેર કરી છે. બજાજની આ બાઇક વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ હશે. આ પહેલા દુનિયાના કોઈપણ માર્કેટમાં ક્યારેય કોઈ CNG બાઇક લોન્ચ કરવામાં આવ્યું નથી. બજાજ 5 જુલાઈ, 2024નારોજ વિશ્વની પ્રથમ CNG મોટરસાઈકલ લોન્ચ કરવા જઈ રહી છે.

બજાજે એ પણ જણાવ્યું છે કે આ CNG બાઈક રોડ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીની હાજરીમાં લોન્ચ કરવામાં આવશે. તેમજ બજાજ ઓટોના મેનેજિંગ ડાયરેક્ટર રાજીવ બજાજ પણ બાઇકના લોન્ચિંગ સમયે હાજર રહેશે.

CNG બાઇકમાં ખાસ શું હશે ?

બજાજની આ CNG બાઈકનું ટીઝર દર્શાવે છે કે આ મોટરસાઈકલ ફ્લેટ સિંગલ સીટ ધરાવતી હશે. આ બાઇકમાં ડ્યુઅલ ફ્યુઅલ ટેન્ક ફીટ કરી શકાય છે, જેમાં એક CNG અને બીજી પેટ્રોલ ટેન્ક આપવામાં આવશે. કંપનીનો દાવો છે કે તેને બે ફ્યુઅલ ટેન્ક વચ્ચે સરળતાથી શિફ્ટ કરી શકાય છે. આ બાઇકની કિંમત નક્કી કરવામાં આવી નથી.

CNG બાઇકમાં આ ફીચર્સ જોવા મળશે

ભારતીય બજારમાં લોન્ચ થનારી આ વિશ્વની પ્રથમ CNG બાઇક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કંપનીએ તેને ઈન્ટરનલી બ્રુઝર નામ આપ્યું હતું. લોન્ચ સમયે આ બાઇકને નવું નામ આપવામાં આવી શકે છે. બજાજનું કહેવું છે કે CNG મોટરસાઇકલ પેટ્રોલ પર ચાલતી કોસ્ટ કરતાં લગભગ 50 ટકાનો ઘટાડો કરશે.

ટુ-વ્હીલર CNGમાં પ્રથમ કદમ

બજાજ ઓટો લાંબા સમયથી ટુ-વ્હીલર બનાવે છે. આ ઉપરાંત, થ્રી-વ્હીલર્સમાં કંપનીએ બજારમાં CNG મોડલ લોન્ચ કર્યા છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે કંપની ટુ-વ્હીલર સેગમેન્ટમાં CNG મોડલ રજૂ કરશે. આ બાઇક હવે વિશ્વની પ્રથમ CNG બાઇક બનવા જઇ રહી છે.

આ પણ વાંચો આવી રહી છે વધુ એક શાનદાર ઇલેક્ટ્રિક કાર, 460 કિમીની હશે રેન્જ

Related post

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન છે આ 5 ટેક્સ સેવિંગ ટિપ્સ, આ રીતે તમે બચાવી શકો છો લાખો રૂપિયા

Tax Saving Tips : નોકરી કરતાં લોકો માટે વરદાન…

નાણાકીય વર્ષ 2023-2024 માટે ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ, 2024 છે. ઈન્કમ ટેક્સ સ્લેબ અનુસાર જો કોઈ વ્યક્તિએ જૂની…
Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ શેર, રોકાણકારો વેચી રહ્યા છે શેર, સતત ઘટી રહી છે કિંમત

Tata Stock Sell: તૂટીને 76 પર આવ્યો ટાટાનો આ…

આજે અમે તમને ટાટા ગ્રૂપના એક એવા શેર વિશે જણાવી રહ્યા છીએ જે લાંબા સમયથી તેના રોકાણકારોને નુકસાન પહોંચાડી રહો છે.…
ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ, જેને રોહિત-વિરાટ તો શું દુનિયાનો કોઈ ક્રિકેટર તોડી શક્યો નથી

ભારતીય ક્રિકેટર સૌરવ ગાંગુલીનો 27 વર્ષ જૂનો આ રેકોર્ડ,…

8 જુલાઈના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે અમે તમને એક એવા રેકોર્ડ વિશે જણાવીશું જે 27 વર્ષથી તૂટયો નથી.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *