અમિત શાહે છુટોદોર આપ્યા બાદ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બાંદીપોરામાં એક આતંકીને કર્યો ઠાર, બે ત્રાસવાદીને ઘેર્યા

અમિત શાહે છુટોદોર આપ્યા બાદ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બાંદીપોરામાં એક આતંકીને કર્યો ઠાર, બે ત્રાસવાદીને ઘેર્યા

અમિત શાહે છુટોદોર આપ્યા બાદ કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓએ બાંદીપોરામાં એક આતંકીને કર્યો ઠાર, બે ત્રાસવાદીને ઘેર્યા

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ જમ્મુ ક્ષેત્રમાં વર્તાવેલા ત્રાસને પગલે, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે, ગઈકાલ રવિવારે તમામ મહત્વની સુરક્ષા એજન્સીઓની ઉચ્ચસ્ચરીય બેઠક યોજી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરમાંથી ત્રાસવારનો સંપૂર્ણ સફાયો કરવા માટે વિવિધ સુરક્ષા એજન્સીઓને છુટોદોર આપ્યો છે.

આ બેઠક પૂર્ણ થયાના ગણતરી કલાકોમાં જ સુરક્ષાદળ અને જમ્મુ કાશ્મીર પોલીસે, બાંદીપોરામાં એક આતંકવાદીને ઠાર માર્યો છે. જ્યારે બે ત્રાસવાદીઓને ઘેરામાં ફસાવી રાખ્યાં છે. કાશ્મીરથી આવી રહેલા અન્ય એક સમાચારમાં, પોલીસે એક આતંકવાદીને જીવતો પકડ્યો છે. જે હંદવાડાના કાક્રહી ગામનો હોવાનુ સામે આવ્યું છે. જે પાકિસ્તાન સ્થિત તેના હેન્ડલર સાથે સતત સંપર્કમાં રહ્યો હતો.

બાંદીપોરાના અરગામમાં આતંકવાદીઓ હોવાની માહિતી પર, 3 પેરા મિલેટરી ફોર્સ, 13 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બાંદીપોરા પોલીસના જવાનોએ અરગામને ઘેરી લીધું લઈને ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ દરમિયાન અરગામમાં છુપાયેલા આતંકવાદીઓ તરફથી સુરક્ષા દળના જવાનો ઉપર ગોળીબાર શરૂ થયો હતો.

ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં ગઈકાલ રવિવારે મધરાતથી આતંકવાદીઓ સાથે અથડામણ શરુ થઈ હતી. હજુ પણ બેથી ત્રણ આતંકવાદીઓ અરગામમાં સંતાયા હોવાની આશંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આતંકીઓમાંથી એક આતંકવાદી એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. જો કે આ ઘટના અંગે સત્તાવાર પુષ્ટિ હજુ બાકી છે.

જમ્મુ કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, બાંદીપોરા જિલ્લાના અરગામમાં આતંકવાદીઓ હોવાની માહિતી પર, 3 પેરા મિલેટરી ફોર્સ, 13 રાષ્ટ્રીય રાઈફલ્સ અને બાંદીપોરા પોલીસના જવાનોએ અરગામને ઘેરી લીધું લઈને ગામમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

ઘેરાબંધી વધુ કડક થતી જોઈને છુપાયેલા આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીના કારણે એન્કાઉન્ટર શરૂ થયું હતું. સુરક્ષા દળોના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આખા વિસ્તારને સંપૂર્ણપણે કોર્ડન કરી લેવામાં આવ્યો છે, જેથી સંતાયેલા આતંકવાદીઓ ભાગી ન શકે.

દરમિયાન કાશ્મીરના હંદવાડામાંથી સામે આવેલા એક સમાચાર અનુસાર, પોલીસે એક સશસ્ત્ર આતંકવાદીને જીવતો પકડ્યો છે. જે હંદવાડાના કાક્રહી ગામનો હોવાનુ સામે આવ્યું છે. આ ત્રાસવાદી, પાકિસ્તાન સ્થિત તેના હેન્ડલર સાથે સતત સંપર્કમાં રહ્યો હતો.

Related post

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો ખાસ વીડિયો, મોતને હરાવી ચેમ્પિયન બનવાની સફર જોઈ આંસુ આવી જશે

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રિષભ પંતનો 28 સેકન્ડનો…

29મી જૂન…આ એ તારીખ છે જેણે કરોડો ભારતીય ચાહકોને રડાવ્યા હતા. આ ખુશીના આંસુ હતા જેની ટીમ ઈન્ડિયાના ચાહકો 17 વર્ષથી…
Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10 લાખથી ઓછી કિંમતમાં આ કાર છે શ્રેષ્ઠ ઓપ્શન

Cheap CNG Car: ખરીદવા માંગો છો CNG SUV? 10…

શું તમે પેટ્રોલ-ડીઝલને બદલે સસ્તા ઈંધણના વિકલ્પવાળી કાર શોધી રહ્યાં છો? તમે CNG અથવા ઇલેક્ટ્રીકમાંથી એક પસંદ કરી શકો છો. પરંતુ…
Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર, ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

Adani Share: 102 રૂપિયા પર આવ્યો અદાણીનો આ શેર,…

અદાણી ગ્રુપની કંપનીના શેરમાં શુક્રવારે જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે, આ શેર 99.05 રૂપિયા પર ખૂલ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *